પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૮
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૧૦ ગાંધીજીનો અક્ષરદેહ હતું: જો પ્રધાનો ડરબન ખાતે કોઈ રમખાણને પહોંચી વળી ન શકયા તો તેઓ પોતાના હોદ્દા પર રહેવા નાલાયક ઠરશે અને રાજીનામું આપશે. મિ. લૉટન સાથે આપને થયેલી મુલાકાત વખતે આપે જણાવ્યું હતું કે સરકાર નીચેના સિદ્ધાંતો સ્વીકારે છે: (૧) કવૉરૅન્ટીનની જરૂરિયાતો પૂરી થતાં સ્ટીમરો મુરલૅન્ડ અને નાવરીને ‘પૅટિક’ આપવી જ જોઈએ. (૨) ‘પૅટિક’ મળતાં સ્ટીમરોને, પોતે બારામાં આવીને, અથવા નાની હોડીઓ દ્વારા, પોતાના ઉતારુઓ તથા માલસામાન ઉતારવાનો હક મળી જશે. (૩) હુલ્લડખોરોની જબરજસ્તી સામે ઉતારુઓ અને માલસામાનનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. બીજી બાજુ મિ. લૉટને આપને જણાવ્યું હતું કે, આ સંસ્થાનમાં હિંદીઓને યુરોપિયનો સાથે રહેવાનું છે તેથી અમારા અસીલો ઇચ્છે છે કે પ્રવાસીઓના ઉતરાણ વખતે એવું કંઈ ન કરવું જોઈએ જેથી હિંદીઓ સામે યુરોપિયનોના અમુક વર્ગની હાલ ઉશ્કેરાયેલી લાગણીને ઉત્તેજન મળે; અને તેથી મિ. લૉટને ખાતરી આપી કે અમારા અસીલો સરકાર યોગ્ય ગોઠવણો કરી શકે તે માટે વાજબી વખત સુધી ઉતરાણનું કામ મુલતવી રાખવામાં સરકાર સાથે સહકાર કરશે. આપને એ જણાવવાની અમને સૂચના થઈ છે કે કવૉરૅન્ટીનની મુદત આજે પૂરી થાય છે, અને સામાન્ય સંજોગોમાં, અમારા અસીલોએ આજે ઉતરાણનું કામ આગળ ધપાવ્યું હોત; પણ ઉતરાણનું કામ મોકૂફ રાખવાથી તેમને જે નુકસાન થાય, જે રોજનું ૧૫૦ પાઉંડ છે, તે સરકાર ભોગવવા તૈયાર હોય તો, સરકારની સવડ સાચવવા અમારા અસીલો વાજબી સમય સુધી ઉતરાણ મુલતવી રાખવા તૈયાર છે. અમને વિશ્વાસ છે કે આ દરખાસ્તનું વાજબીપણું આપ જોઈ શકશો અને સરકાર એનો સ્વીકાર કરશે. નિર્ધારિત રમખાણ, કે જેને એ લોકો દેખાવો નામથી ઓળખાવે છે, તેની વ્યવસ્થા, સ્વયંસેવક દળમાં નામદાર સમ્રાજ્ઞીનું કમિશન ધરાવનાર સજ્જનો કરે છે, એ હકીકત તરફ અમે આપનું ધ્યાન ખેંચીએ છીએ. વળી, તેઓ વર્તમાનપત્રોમાં તથા ચીતરેલાં પાટિયાં દ્વારા પોતાની જાહેરાત આ નિર્ધારિત રમખાણ કરનારાઓના વિભાગીય સેનાપતિ તરીકે થવા દે છે. એ ઉપરાંત કૅપ્ટન સ્પાર્સે એ જ સાધનો દ્વારા પોતાની જાહેરાત રમખાણોના મુખ્ય સેનાપતિ તરીકે કરી છે. અમે અત્યંત નમ્રતાપૂર્વક પણ અનિચ્છાપૂર્વક અમારો અભિપ્રાય આપીએ છીએ કે જો આ સંગઠનને ખોટી આશાઓને આધારે વધવા દેવાને બદલે સવેળા ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું હોત તો આજે છે તેવા ઉશ્કેરાટ ન હોત અને પ્રવાસીઓને વખતસર ઉતારવામાં કંઈ મુશ્કેલી ન આવત; વળી તે સંગઠનને અથવા તેના હેતુઓને સરકારની સહાનુભૂતિ છે એવું જાહેર રીતે કહેવામાં આવ્યું છે તેથી તથા સરકારી અમલદારો તેમાં સેનાપતિ હોવાથી અને સરકારી નોકરો સિપાઈઓ તરીકે જોડાયેલા હોવાથી, એ કથનને દેખીતી રીતે ટેકો મળ્યો છે. આથી તે જાહેર જનતાના મન પર કબજો જમાવી બેઠું છે, જે આ બધું ન બન્યું હોત તો ન જમાવી શકત. તમારા આજ્ઞાંકિત સેવા, (સહી) ગુડરિક લૉટન અને કૂક