પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૯
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

વહાલા સાહેબો, મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર (પરિશિષ્ટ ૨૧) નકલ મેસર્સ ગુડરિક, લૉટન અને ક. ડરબન ૨૧૧ ‘ડરબન કલબ, ૧૦ જાન્યુઆરી, ૧૮૯૭’નો તમારો પત્ર મળ્યો. હું સમજ્યો હતો કે મિ. લૉટન અને મારી વચ્ચે થયેલી મુલાકાતને ‘ખાનગી મુલાકાત’ ગણવામાં આવશે; એ જ શબ્દો મિ. લૉટને પોતાની તા. ૯ની ચિઠ્ઠીમાં વાપર્યા હતા. મિ. લૉટને અને મેં જે કહેલું તેનો તમારો હેવાલ હું સાચા હેવાલ તરીકે સ્વીકારતો નથી. તમારો સાચો, (સહી) હૅરી એસ્કમ્બ (પરિશિષ્ટ ૨૨) નકલ ઍટર્ની જનરલની કચેરી, પિટરમેરિત્સબર્ગ, નાતાલ, ૧૧ જાન્યુઆરી, ૧૮૯૭ ડરબન, ૧૨ જાન્યુઆરી, ૧૮૯૭ માનનીય હૅરી એસ્કમ્બ વહાલા સાહેબ, અમને ચાલુ માસની તા.૧૧નો આપનો પત્ર મળ્યો છે, જેમાં આપ અમારા ચાલુ માસની તા, ૧૦ના જવાબમાં નીચે પ્રમાણે જણાવો છો : “હું સમજ્યો હતો કે મિ. લૉટન અને મારી વચ્ચે થયેલ મુલાકાતને ‘ખાનગી મુલાકાત’ ગણવામાં આવશે, એ જ શબ્દો મિ. લૉટને પોતાની તા. ૯ની ચિઠ્ઠીમાં વાપર્યા હતા. ‘મિ. લૉટને અને મેં જે કહેલું તેનો તમારો હેવાલ હું સાચા હેવાલ તરીકે સ્વીકારતો નથી.” તેના જવાબમાં અમે એ જણાવવાની રજા લઈએ છીએ કે મિ. લૉટને પોતાની ૯મી તારીખની ચિઠ્ઠીમાં આપની સાથે ‘ખાનગી મુલાકાત’ની માગણી કરી હતી, એ વાત તદ્દન સાચી છે, પરંતુ અમે આપનું ધ્યાન એ હકીકત પ્રત્યે ખેંચવા માગીએ છીએ કે એ મુલાકાત થોડીક મિનિટ ચાલી હશે તેટલામાં આપે મિ. લૉટનને કહેલું કે તમારે યાદ રાખવાનું છે કે તમે જે કંઈ કહેશો તેનો શબ્દે શબ્દ હું આવતી કાલે સવારે પ્રધાનમંડળમાંના મારા સાથીઓને કહેવાનો છું. અને આપે તેમને પણ તમારી વચ્ચે થયેલ બધી વાતચીત અમારા અસીલોને કહી સંભળાવ- વાની રજા આપી હતી. મિ. લૉટન તરફથી મળેલી ખાતરી પરથી અમે નિશ્ચયપૂર્વક કહેવાની રજા લઈએ છીએ કે એ મુલાકાત દરમિયાન જે કંઈ કહેવાયું હતું તેની મતલબ અમે અમારા ૧૦ તારીખના પત્રમાં બરાબર ચોકસાઈથી નોંધેલી છે; પરંતુ કોઈ જાતની ગેરસમજૂત ન થાય તેટલા માટે આપ જે ખામીઓની વાત કરો છો તે અમને જણાવશો તો ખુશી થઈશું. આપના આજ્ઞાંકિત સેવકો, (સહી) ગુડરિક, લૉટન અને કૂક