પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૧
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૧૩ ૨૪ દિવસથી સ્ટીમરો બહાર નાંગરેલી છે તેનું ખર્ચ અમને રોજના ૧૫૦ પાઉન્ડ આવે છે. આવી સ્થિતિ હોવાથી, અમને વિશ્વાસ છે કે અમને આવતી કાલે મધ્યાહ્ન સુધીમાં પૂરેપૂરો જવાબ આપવાનું ઔચિત્ય આપ સમજશો. આપને ખબર આપવાનું અમે ઉચિત માનીએ છીએ કે જો અમને એવી ખાતરી આપતો ચોક્કસ જવાબ નહીં મળે કે ગયા રવિવારથી અમને એક દિવસના ૧૫૦ પાઉન્ડ લેખે ભરપાઈ કરવામાં આવશે, અને અમે સ્ટીમરો ખાલી કરી શકીએ એ રીતે તોફાનીઓને દબાવવાનાં તમે પગલાં લો છો, તો અદબ સાથે અમે જણાવીએ છીએ કે, સરકાર અમને જે રક્ષણ આપવા બંધાયેલી છે તે પર આધાર રાખીને અમે સ્ટીમરો બંદરમાં લઈ આવવાની તૈયારીઓ એકદમ શરૂ કરી દઈશું. હુલ્લડખોરોના ઉદ્દેશો બાબત સરકારના મનમાં કોઈ ભ્રમ ન રહે તેટલા માટે અમે કૅપ્ટન સ્પાકર્સની સહીવાળી નોટિસ, જે તેના નાયબ અધિકારીઓ કૅપ્ટન વાઇલી અને અન્યોએ કુરલૅન્ડના કપ્તાન પર બજાવેલી તેની નકલ આ સાથે બીડવાની રજા લઈએ છીએ. (આ પત્ર અન્યત્ર આપેલો છે.↑) કૅપ્ટન સ્પાકર્સની સહી ધરાવતી આ નોટિસની અસર એ થઈ છે કે ઘણા પ્રવાસીઓને એમ બીક પેઠી છે કે આ બંદરે ઊતરીશું તો જાન જોખમમાં છે. તે જ પ્રમાણે કૅપ્ટન વાઇલીએ લખેલા અને બંને સ્ટીમરો પૈકી દરેકના કપ્તાનને તેમની સહી માટે બજવેલા અને જેમાં જે શરતોએ સ્ટીમરોને (પ્રવાસીઓ તથા માલસામાન) ખાલી કરવા દેવામાં આવશે તે શરતો જણાવેલી છે તે યાદપત્રની નકલ પણ બીડવા અમે રજા લઈએ છીએ. (પરિ. ૨૩) અંતમાં અમે અત્યંત આદરપૂર્વક પૂછવા માગીએ છીએ કે શું જેનું પરિણામ નામદાર સમ્રાજ્ઞીના પ્રજાજનોને માટે મૃત્યુ નહીં તો ઈજામાં આવ્યા વગર રહે જ નહીં તેવાં બેફામ કૃત્યોને સરકાર ચાલવા દેશે? (પરિશિષ્ટ ૨૩૪) નકલ આપના આજ્ઞાંકિત સેવકો, (સહી) દાદા અબદુલ્લા ઍન્ડ કં. ધિ સેન્ટ્રલ હોટલ, ડરબન, નાતાલ, [જાન્યુઆરી ૧૧, ૧૮૯૭ સ્ટીમરાવરીના કપ્તાન અને ફુરજા પર દેખાવો યોજનાર સમિતિ વચ્ચે નક્કી થયેલી શરો: ૧. ડરબનના બારામાં દાખલ થવા માટે નાવરી લંગરની બહારની હદથી ખસશે નહીં. ૨. નાતાલવાસી હિંદીઓનાં સૌ સ્ત્રી છોકરાંને કિનારે ઊતરવા દેવાં. ૩. બધા જૂના નાતાલ- વાસી હિંદીઓને, તેઓ અત્રે (પ્રવાસેથી) પાછા ફરે છે એવો સિમિતને સંતોષ થતાં, ઊતરવા દેવા. ૪. બાકીનાં સર્વેને સ્ટીમર હૅક્દમાં બદલી કરાવવી, ને જેમને કુરલૅન્ડ ન સમાવી શકે તેમને નાહરીએ મુંબઈ પરત લઈ જવા. ૪. જે હિંદીઓને દુર્લૅન્ડ ન લઈ શકે તેમને હિંદ પાછા લઈ જવામાં જે ચોક્કસ પ્રવાસખર્ચ થાય તે રકમ સમિતિ સ્ટીમરને આપે. ૫. આ બંદરે ૧. તુએ પિરિશષ્ટ ૧,