પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૩
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૧૫ પોતાના પક્ષના સમર્થનમાં કહેવું ઉચિત ન ગણાય એવું કાંઈ એમાં છે? કમનસીબે, એ ચોપાનિયાના વક્તવ્યને રૂટરે જે સ્વરૂપ આપ્યું તેથી1 લોકમાનસ ઉશ્કેરાયું અને તાજેતરના અશાંત વાતાવરણમાં સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ લોકોને દર્શાવે એવો એકે માણસ ન હતો. ઉશ્કેરણી વખતે કોઈ માણસે કાંઈ શબ્દો ઉચ્ચાર્યા હોય તેનું પુનરુચ્ચારણ કરીને હું તેની લાગણી દુખવવા માગતો નથી, કેમ કે હું જાણું છું કે પોતાની શાંત પળો દરમિયાન એ બાબત એને ઊંડો ખેદ થનાર છે; પરંતુ પરિસ્થિતિ સમજી શકાય એ હેતુથી મારે, કિનારે ઊતરવાનું ને નગરમાં આવવાનું પગલું લેતાં પહેલાં, શ્રી ગાંધીની શી સ્થિતિ હતી તે ટૂંકાણમાં આપના વાચકો સમક્ષ મૂકવી જ જોઈએ. તે માટે હું, નામો આપ્યા વિના, શ્રી ગાંધી બાબત કરવામાં આવેલાં જાહેર વિધાનો પૈકી થોડાંકનો જ સાર આપીશ: (૧) એણે આપણી આબરૂને હિંદની ગટરોમાં રગદોળી અને આપણને એના મોઢા જેવા કાળા અને ગંદા ચીતરી બતાવ્યા. (૨) એને કિનારે ઊતરવા દેવો જોઈએ, જેથી આપણને તેના પર થૂંકવાની તક મળે. (૩) હુકમ મળતાં, એના પ્રત્યે કોઈ ખાસ વર્તાવ આચરી બતાવવો અને એને કદી નાતાલમાં ઊતરવા દેવો નહીં. (૪) કૉરૅન્ટીનમાં પડેલી સ્ટીમરમાં રહ્યો રહ્યો તે સરકાર સામે પ્રવાસીઓના કેસ ભેગા કરવામાં રોકાયો છે. (૫) દેખાવો યોજનાર સમિતિના ત્રણ પ્રતિનિધિ રહૅન્ડ સ્ટીમર પર ગયા ત્યારે એ તો એવા ગભરાટમાં પડી ગયો કે એને સૌથી નીચેના ભંડ- કિયામાં સંતાડી દીધો; અને બીજે પ્રસંગે, અત્યંત નિરાશ મોદશામાં એ કુરલૅન્ડના તૂતક પર બેઠેલો જોવામાં આવ્યો હતો. તેમની વિરુદ્ધ કહેવાયેલી વસ્તુઓ પૈકી આ થોડીક માત્ર છે, પણ મારા કાર્ય માટે એ પૂરતી છે. જે ઉપરના આક્ષેપો સાચા હોય અર્થાત્ બીજા શબ્દોમાં કહીએ તો જો શ્રી ગાંધી કાયર, પનિંદક, સલામત અંતરે રહીને બદનક્ષી કરનાર હોય, જો તેમણે તેમના પર લોકો થૂંકે એવું હલકું કામ કર્યું હોય અને પોતે જે કર્યું હોય તેનાં પરિણામોનો સામનો કરતાં તે ડરતા હોય તો તેઓ એક પ્રતિષ્ઠિત ધંધો કરવાને લાયક નથી. અથવા જે મહાન રાજકીય પ્રશ્નમાં તેમના દેશવાસીઓને આપણા જેટલો જ રસ છે, અને જેને વિષે પોતાના રાજકીય વિચારો વ્યક્ત કરવાનો તેમને આપણા જેટલો જ અધિકાર છે તે પ્રશ્નમાં નેતાનું સ્થાન લેવાને લાયક નથી. એ હિંદ ગયા તે પહેલાં, મારે ધંધાના કામકાજ અંગે ઘણા પ્રસંગોએ એમને મળવાનું થયું હતું, ત્યારે તેઓ કોરટબાજી ટાળવા અને ઝઘડાઓને ન્યાયના પાયા પર મૂકી આપવા માટે જે ચિંતા કરતા, તેથી મારા પર ઊંડી છાપ પડી હતી. વળી ધંધાનાં કામ- કાજ પણ તેઓ જે માનભરી રીતે હાથ ધરતા, તેથી મારા પર ઘણો પ્રભાવ પડયો હતો અને એમને વિષે બહુ ઊંચો અભિપ્રાય બંધાયો હતો. હું આ જાણીસમજીને કહું છું અને મારા ધંધા- ના જે સભ્યોને મિ. ગાંધીનો પરિચય છે તેઓ પણ મારા શબ્દોને ટેકો આપશે, એ વિશે મને લગારે શંકા નથી. એક વાર કોઈ વિખ્યાત ન્યાયાધીશે કહેલું કે અદાલતમાં વકીલાત કરનારને, પોતાની સામેના પક્ષકારોને હલકા પાડીને નહીં, પણ વિરોધીઓની બરાબરી કરવાની કે તેમનાથી ચડિયાતા થવાની લાયકાત કેળવીને સફળતા મળે છે. તે જ રીતે રાજકીય બાબતોમાં પણ વિરોધીઓને આપણે યોગ્ય તક આપવી જોઈએ અને દલીલનો ઉત્તર સામી દલીલથી, નહીં કે એના માથા પર અડધી ઈંટનું રોઢું ફેંકીને વાળવો જોઈએ. કાયદાને લગતાં કામકાજમાં તથા એશિયાઈઓના પ્રશ્નની બાબતમાં મેં જોયું છે કે શ્રી ગાંધી હમેશ ન્યાયી અને માનવંત ૧. જુઓ પા. ૧૩૭–૩૮,