પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૧૬ ગાંધીજીનો અક્ષરદેહ વિરોધી તરીકે વર્ત્યા છે, તેમની દલીલો ભલે આપણને અળખામણી લાગે, પણ તેઓ કદી ઔચિત્યની સીમા ઓળંગીને પ્રહાર કરતા નથી. જોકે તેઓ ઇચ્છત તો રહેન્ડ પર અઠવાડિયું રહી શકયા હોત છતાં, જાહેરમાં તેમને મોભો જાળવવા માટે એવું નક્કી કરવા માં આવ્યું હતું કે, ‘એ તો બુરબૅન્ક પર સંતાતો ફરતો હતો’ એવું કહેવાની તેમના દુશ્મનોને તક ન આપવી, રાતના અંધારામાં ચોરની પેઠે લપાતાછુપાતા ડરબનમાં દાખલ ન થયું, પણ મરદની પેઠે અને રાજકીય નેતાની જેમ પરિસ્થિતિનો સામનો કરવો. અને મને કહેવા દો કે તેમણે તે ઉમદા રીતે કરી બતાવ્યું. હું કેવળ વકીલ મંડળના એક સભ્ય તરીકે જ તેમની સાથે થયો હતો, જેથી હું એમ બતાવી શકું કે શ્રી ગાંધી એક માનપાત્ર ધંધાના માનપાત્ર સભ્ય છે, તથા જેથી તેમની સાથે જે વર્તન કરવામાં આવ્યું તેવા વર્તન સામે હું વિરોધનો અવાજ ઉઠાવી શકું. વળી મને આશા હતી કે હું સાથે હોઈશ તો કદાચ તેમનું અપમાન નહીં થાય. હવે આ આખી વસ્તુ, અને જે કારણોથી પ્રેરાઈને શ્રી ગાંધીએ આ રીતે કિનારે આવ- વાનું પસંદ કર્યું તે કારણો આપના વાચકો સમક્ષ છે. પોતાની સામે ભેગું થતું ટોળું જોઈને તેઓ ‘કેટો’ની ખાડી આગળ હોડીમાં જ રોકાઈ શકયા હોત; પોલીસ થાણામાં આશરો લઈ શકયા હોત; પણ તેમણે તેમ ન કર્યું. તેમણે કહ્યું કે હું ડરબનના લોકોને સામે મોઢે મળવા તથા અંગ્રેજો તરીકે તેમનો વિશ્વાસ કરવા તૈયાર છું. આ કસોટીભર્યા સરઘસ દરમિયાન તેમણે જે વીરતા અને સાહસ બતાવ્યાં તેવાં કોઈ બતાવી ન શકત. અને હું નાતાલને ખાતરી આપું છું કે તેઓ વીર પુરુષ છે અને તેમની સાથે વીર પુરુષની જેમ વર્તવું જોઈએ. તેમને ડરાવ- વાનો તો કોઈ સવાલ જ નથી, કેમ કે જો આખો ટાઉન હૉલ ઉપાડીને એમના પર ફેંકાવાનો છે એમ એ જાણતા હોય તોપણ, મેં જે જોયું તે પરથી હું માનું છું કે એમનું રુવાંટુ ફ્કે એમ નહોતું. હું આશા રાખું છું કે હવે આખી વાત આપની સમક્ષ નિષ્પક્ષપણે મૂકવામાં આવી છે. ડરબન નગરે આ પુરુષનું હડહડનું અપમાન કર્યું છે. હું એ દૃશ્યનું વર્ણન નથી કરતો; એ નહીં કરવાનું હું પસંદ કરું છું. હું ‘ડરબન’ કહું છું કેમ કે વંટોળ ડરબને ઊર્જા કર્યો હતો અને પરિણામ માટે એ જવાબદાર છે. એ વર્તાવને લઈને આપણે સૌ હલકા પડયા છીએ. શિષ્ટ વર્તાવની આપણી પ્રણાલિકાઓ ધૂળમાં મળી ગઈ છે. હવે આપણે સજજનની પેઠે વર્તીએ; અને આપણા સ્વભાવથી એ વાત ગમે તેટલી ઊલટી હોય તોપણ, આપણને શોભે એવી રીતે અને ઉદારતાપૂર્વક ખેદ દર્શાવીએ. હું છું, ઇત્યાદિ, એફ. એ. લૉટન, fધ નાહ મર્ક્યુરી, ૧૬ જાન્યુઆરી, ૧૮૯૭. શ્રી ગાંધીના હિંદમાં પ્રગટ થયેલા ચોપાનિયાના રૂટરે તારથી મોકલેલા સાર બાબત છેલ્લા એક બે દિવસમાં ઘણું ઘણું કહેવાઈ ગયું છે. . . . આ સારાંશથી જે સામાન્ય છાપ પડે છે તે ચોપાનિયું વાંચનારના મન પર જે છાપ પડે છે તેથી નિ:શંક જુદી છે. . ખુલ્લા દિલથી એટલું કબૂલ કરીએ કે હિંદીઓના દૃષ્ટિબિંદુથી જોતાં, શ્રી ગાંધીએ હિંદીઓની દક્ષિણ આફ્રિકામાંની સ્થિતિ બાબત ખોટું નિવેદન નથી કર્યું. યુરોપિયનો હિંદીઓને સરખા તરીકે ગણવા ના પાડે છે; અને હિંદીઓ માને છે કે બ્રિટિશ યત તરીકે અમને યુરોપમાં જન્મેલા બ્રિટિશ પ્રજાજનોને સંસ્થાનમાં મળતા સર્વ અધિકાર ભોગવવાનો હક છે, અને ૧૮૫૮ના ઢંઢેરા અનુસાર તેમને એવો દાવો કરવાનો અધિકાર છે. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ સામે જે પૂર્વગ્રહ છે, તેનો ઇનકાર કરવો એ તો મૂર્ખાઈ છે, પણ તે સાથે જ અમે માનીએ છીએ કે શ્રી ગાંધી આ હકીકતનો વધારે વિચાર કરશે કે, એકંદરે જોતાં, દક્ષિણ આફ્રિકામાં વસતા એમના સર્વે દેશબંધુઓ એવા વર્ગના છે જેમને ખુદ હિંદમાં રેલવે ગાડીના પહેલા વર્ગના ડબામાં બેસવા