પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૯
નાતાલની નીચલી ધારાસભાને અરજી

નાતાલની નીચલી ધારાસભાને અરજી પ્રતિ નાતાલ સંસ્થાનની ધારાસભાના માનનીય અધ્યક્ષ તથા સભ્ય સાહેબો, પિટરમેરિત્સબર્ગ ૨૨૧ ડરબન, માર્ચ ૨૬, ૧૮૯૭ સંસ્થાનવાસી હિંદી કોમના નીચે સહી કરનાર પ્રતિનિધિઓ નમ્રતાપૂર્વક દર્શાવે છે: આગૃહ સમક્ષ આપના અરજદારો આથી કૉરૅન્ટીન બિલ, વેપારી પરવાના બિલ, વસાહતીઓને લગતું બિલ તથા સ્વતંત્ર હિંદીઓના રક્ષણ બાબતના બિલ↑ સંબંધમાં, હિંદી કોમની લાગણી દર્શાવવાની હિંમત કરે છે. આ બિલો આ ગૃહની વિચારણા માટે રજૂ થયાં છે અથવા થોડા સમયમાં રજૂ થશે. આપના અરજદારો માને છે કે ઉપર જણાવેલાં પહેલાં ત્રણ બિલોનો સીધો અગર આડકતરો ઇરાદો સંસ્થાનમાં નામદાર સમ્રાજ્ઞીની હિંદી રૈયતના પ્રવેશનું નિયંત્રણ કરવાનો છે. જેમને અસર કરવાનો આશય છે, તેમનો ઉલ્લેખ એમાં છે જ નહીં, એ વિચિત્ર લાગે છે. આપના અરજદારો સાદર પેશ કરવાની હિંમત કરે છે કે આ જાતની કાર્યરીતિ ગેરબ્રિટિશ છે, અને તેથી દક્ષિણ આફ્રિકામાં સૌથી વિશેષત: બ્રિટિશ ગણાતા સંસ્થાનમાં એ રીતને ચાલવા દેવી ન જોઈએ. જો માનનીય ધારાસભાને સંતોષ થાય તેવી રીતે સાબિત કરવામાં આવે કે સંસ્થાનમાં હિંદી લોકની હાજરી અનિષ્ટ છે અને સંસ્થાનમાં હિંદીઓનો ભયજનક સંખ્યામાં ધસારો થાય છે, તો સૌ પક્ષોના હિતમાં એ વધારે સારું છે કે અનિષ્ટને સીધું લક્ષમાં રાખીને બિલ પસાર કરવામાં આવે. પરંતુ આપના અરજદારો સાદર જણાવે છે કે સંસ્થાનમાં હિંદીઓની હાજરી અનિષ્ટરૂપ હોવાને બદલે સંસ્થાનને લાભકર્તા છે તથા સંસ્થાનમાં હિંદીઓનો ભયજનક ધસારો નથી. આ બધું સહેલાઈથી પુરવાર થઈ શકે તેમ છે. જે હિંદીઓને બાકાત રાખવાના ઇરાદાથી આ બિલો ઘડેલાં છે. તેઓ “સ્થિર મગજના, અને ઉદ્યોગી” છે એ હકીકતનો સ્વીકાર થઈ ચૂકેલો છે. આ દેશમાં ઊંચામાં ઊંચા દરજ્જાના રાજ્યાધિકારીઓએ તેમ જ હિંદીઓના કટ્ટરમાં કટ્ટર વિરોધીઓએ એ અભિપ્રાય દર્શાવેલો છે. આપના અરજદારોનો નમ્ર અભિપ્રાય છે કે, આવા લોકો જ્યાં જાય ત્યાં ખાસ કરીને નાતાલ જેવા નવા વસેલા દેશોમાં, આર્થિક દૃષ્ટિએ લાભદાયક થયા વિના રહે જ નહીં. આપના અરજદારો વિશેષમાં ભારપૂર્વક દર્શાવવા ઇચ્છે છે કે કાર્યપાલક વસાહતી રક્ષક તરફથી પ્રસિદ્ધ થયેલાં માહિતીપત્રકોમાં જણાવ્યા મુજબ, ઑગસ્ટ અને ગયા જાન્યુઆરી વચ્ચે સંસ્થાનમાં ૧૯૬૪ હિંદીઓ આવ્યા હતા, પરંતુ તે સમય દરમિયાન ૧૨૯૮ સંસ્થાન છોડી ગયા હતા. આપના અરજદારોને ખાતરી છે કે ધારાસભા આટલા વધારાને એવો નહીં માને જેથી કરીને પ્રસ્તુત બિલો લાવવાનું વાજબી ગણી શકાય. વળી આપના અરજદારોને વિશ્વાસ ૧. આ કાયદાઓની જોગવાઈએ પા. ૨૫૯૦૬૬ પર, ઉતારેલી છે. ૨. હિંદીઓને અસર પહોંચાડવાના અંદરખાનેથી ઇરાદો હોવા છતાં, ચાર પૈકી ત્રણ ખિલેામાં હિંદીઓના ખાસ ઉલ્લેખ નથી; માત્ર સ્વતંત્ર હિંદીએના રક્ષણ વિષયક બિલ'માં હિંદીઓને ઉલ્લેખ છે, ૩. જીએ પા. ૧૭૫.