પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ નાતાલના એક આગળ પડતા કાયદાશાસ્ત્રી મી. લૉટને, એ ૧૨ હકીકો સાથે મેળ બેસતો નથી”. વિષે છાપાંમાં લખતાં કહ્યું છે: શું ત્યારે હિંદમાં પાર્લામેન્ટરી (કે ધારાકીય) મતાધિકાર છે? અને હોય તો તે કેવો છે? ત્યાં મતાધિકાર છે, ને તેનું નિર્માણ વિકટોરિયા વિભાગ ૬૭ની કલમ ૨૪ તથા ૨૫ અને વિકટોરિયા વિભાગ ૧૪૦ની કલમ ૫૫ તથા ૫૬ કાનૂના અનુસાર ઉપરોક્ત બીજા કાનૂનના ચોથા ખંડ હેઠળ ઘડાયેલા નિયમો મુજબ થયું હતું. સંભવ છે કે આપણે જેને ઉદાર કહીએ તેવાં ધોરણ પર એનો પાયો નહીં રચાયો હોય, એનો પાયો ખરેખર બહુ અણવિકસિત ધોરણ પર રચાયો હશે; છતાં એ પાર્લામેન્ટરી મતાધિકાર તો છે જ અને બિલ નીચે તેના ઉપર જ ભારતમાંની ચૂંટણી દ્વારા રચાનાર પ્રતિનિધિ સંસ્થાઓનો પાયો રચાવો જોઈએ. આ અભિપ્રાય નાતાલના બીજા પ્રતિષ્ઠિત માણસોનો પણ છે, છતાં પોતાના આ બાબતના નિવેદનમાં મી. ચેમ્બરલેન જણાવે છે: હું એ હકીકત પણ સ્વીકારું છું કે હિંદીઓ તેમના પોતાના દેશમાં પ્રતિનિધિ સંસ્થાઓ ધરાવતા નથી અને ઇતિહાસના જે યુગોમાં તેઓ યુરોપીય અસરથી મુક્ત હતા ત્યારે તેમણે પોતે કદી એવી કોઈ પતિ ઊભી કરી નથી. એ દેખાઈ આવશે કે ટામ્સનો જે અભિપ્રાય અંશત: ઉપર ઉતાર્યો છે તેનાથી આ મત વિરુદ્ધ છે. અને એને લઈને સ્વાભાવિક રીતે જ અમે ગભરાઈ ગયા છીએ. અહીં હિંદના શ્રેષ્ઠ ધારાશાસ્ત્રીઓ શો મત ધરાવે છે તે જાણવા અમે ઉત્સુક છીએ. છતાં એક વાત ફરી ફરીને કહેવી જોઈએ કે અમારે રાજકીય સત્તા જોઈએ છે એવું નથી, પણ આ મતાધિકાર બાબતનાં બિલો દ્વારા જે માનહાનિ થાય છે તેનો અમે વિરોધ કરીએ છીએ. જો કોઈ સંસ્થાનને કોઈ- એક બાબતમાં હિંદીઓ સાથે યુરોપિયનો કરતાં જુદા પાયા પર વર્તાવ રાખવા દેવામાં આવે, તો પછી એ માર્ગે આગળ વધવામાં કશી મુશ્કેલી નહીં રહે. તેમનું ધ્યેય માત્ર મતાધિકાર છીનવી લેવાનું નથી. એમનું ધ્યેય તો હિંદીઓની હસ્તી નાબૂદ કરવાનું છે. હિંદીઓને ત્યાં અસ્પૃશ્યો તરીકે, ગિરમીટિયા તરીકે, બહુ બહુ તો મુક્ત મજૂરો તરીકે રહેવા દઈ શકાય, પણ એથી વધારે મહત્ત્વાકાંક્ષા તેમણે રાખવી જ નહીં જોઈએ. હિંદીઓનો મ્યુનિસિપલ મતાધિકાર લઈ લેવાના બુમરાણના જવાબમાં પહેલું મતાધિકાર બિલ રજૂ કરતી વખતે ઍટર્ની જનરલે કહ્યું હતું કે એ બાબત નજીકના ભવિષ્યમાં હાથ ધરવામાં આવશે. લગભગ એક વરસ પહેલાં નાતાલ સરકાર એક કૉન્ફરન્સ બોલાવવા માગતી હતી, જેને “કલી કૉન્ફરન્સ” નામ આપવામાં આવ્યું હતું. એનો ઉદ્દેશ એ હતો કે આખાયે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને લગતા કાયદાઓમાં એકરૂપતા રહે. તે વખતે પણ ડરબન સુધરાઈના ઉપપ્રમુખે ઠરાવ આણ્યો હતો કે એશિયાવાસીઓને જુદાં લોકેશનોમાં રહેવા સમજાવવા જોઈએ. હવે સરકાર હિંદી વેપારીઓના ધસારાને સીધી અને અસર- કારક રીતે કેમ રોકી શકાય એનો રસ્તો શોધવાની મૂંઝવણમાં છે. મી. ચેમ્બરલેને તો એ વેપારી- ઓને “શાંતિપ્રિય, કાયદા પાળનાર, અને ગુણવાન વ્યક્તિઓનો સમુદાય” કહ્યો છે. તેમણે એવી આશા વ્યક્ત કરી છે કે તેમની “નિ:શંક ઉદ્યમશીલતા, બુદ્ધિચાતુરી અને અજેય ખંત તેમના વેપારધંધામાં આવનારાં તમામ વિઘ્નોને પહોંચી વળવા પૂરતાં થશે”. તેથી અમે નમ્રતાપૂર્વક માનીએ છીએ કે વર્તમાન બિલને આ હકીકતોના સંદર્ભમાં વિચારવું જોઈએ. લંડનના ટાન્ક્સ પત્રે મતાધિકારનો પ્રશ્ન નીચેના સ્વરૂપે રજૂ કર્યો છે: ૧. સપ્ટેમ્બર ૧૨, ૧૮૯૫ તારીખનું.