પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૦
ગાંધીજીનો અક્ષરદેહ.

'

૨૨૨ ગાંધીજીનો અક્ષરદેહ છે કે, આ ૬૬૬ હિંદીઓ પૈકી સઘળા નહીં તો ઘણાખરા આગળ ટ્રાન્સવાલમાં ગયા હોવા જોઈએ, એ હકીકતની આ માનનીય ધારાસભા અવગણના નહીં કરે. પરંતુ, આપના અરજદારો, ઉપર કરેલાં વિધાનોને વગર તપાસે સ્વીકારી લેવામાં આવે, એવું કહેવા ઇચ્છતા નથી; પરંતુ આપના અરજદારોનું નમ્રતાપૂર્વક નિવેદન છે કે એ વિધાનોથી આ બાબતની તપાસ કરવાની આવશ્યકતા ઊભી થાય છે. આપના અરજદારોને દહેશત છે કે આ બિલો લોકોના પૂર્વગ્રહને સંતોષવા માટે લાવવામાં આવ્યાં છે. અમારું સાદર નિવેદન છે કે, માનનીય ધારાસભાએ આ બિલોની વિચારણા હાથ ધરતાં પહેલાં પ્રસ્તુત અનિષ્ટ અસ્તિત્વ ધરાવે છે કે નહીં તેની પાકે પાયે ખાતરી કરી લેવી જોઈએ. આપના અરજદારો નમ્રતાપૂર્વક સૂચવે છે કે આ માનનીય ધારાસભા પ્રસ્તુત બિલો સંબંધે ખરા નિર્ણય પર આવી શકે તે માટે બે વસ્તુ તદ્દન આવશ્યક છે: મુક્ત હિંદી વસ્તીની ગણતરી, અને હિંદીઓની હાજરી અનિરૂપ હોવાના પ્રશ્નની બારીક તપાસ. આ કામમાં કાંઈ એટલો બો લાંબો સમય જાય એમ નથી, કે જેથી તપાસ પછી ઘડવામાં આવતા કાયદા નકામા નીવડે. આપના અરજદારો નમ્રતાપૂર્વક જણાવે છે કે આ બિલોનો છૂપો ઉદ્દેશ અને તેને રજૂ કરવાનો ખોટો સમય એ બંને વસ્તુને સ્પર્યા વિના તેમની ચકાસણી કરતાં જણાઈ આવે છે કે એ બિલો અન્યાયી અને આપખુદ છે. = કવૉટૅન્ટીન બિલની બાબતમાં, આપના અરજદારો માનનીય ધારાસભાને ખાતરી આપે છે કે તેની ટીકા કરવામાં તેઓ, સમાજના આરોગ્યને અર્થે જે કાંઈ આવશ્યક હોય — પછી ભલે ગમે તેટલું સખત હોય – તેનો વિરોધ કરવા ઇચ્છતા નથી. ચેપી રોગોને સંસ્થાનમાં દાખલ થતા અટકાવવા માટે તેઓ કવૉરેન્ટીનનાં જે કોઈ પગલાં લેવામાં આવે તેને આવકારશે તથા તેનો અમલ કરવામાં પોતાની શક્તિ મુજબ અધિકારીઓ સાથે સહકાર કરશે. પરંતુ તેઓ નમ્રતાપૂર્વક જણાવવાની હિંમત કરે છે કે પ્રસ્તુત બિલ હિંદી-વિરોધી નીતિનો ભાગ છે, અને તે સંદર્ભમાં તેની વિરુદ્ધ આદર સાથે પોતાનો વિરોધ નોંધાવવાની તેમને પોતાની ફરજ લાગે છે. બ્રિટિશ સંસ્થાનમાં ભરાતાં આવાં પગલાંથી બ્રિટિશ સત્તા તથા તેના વેપારની ઈર્ષા કરતી સત્તાઓને પોતાના દેશમાં કવૉરૅન્ટીન બાબતમાં લેવાતાં ત્રાસદાયક પગલાં ન્યાયસર ઠરાવવાની તક મળશે. વેપારી પરવાના બિલની બાબતમાં જેટલે અંશે એનો ઉદ્દેશ સંસ્થાનનિવાસી કોમોને પોતાનાં કામકાજનાં સ્થળ સારી આરોગ્યદાયી સ્થિતિમાં રાખવાનું તથા પોતાના ગુમાસ્તા તથા નોકરોને માટે યોગ્ય મકાનોની વ્યવસ્થા કરવાનું શીખવવાનો છે, તેટલે અંશે આપના અરજદારો અને આવકારે છે. પરંતુ, પરવાના અમલદારને “પોતાની મરજી મુજબ” પરવાના આપવા-ન આપવાની સત્તા આપવામાં આવે છે તે સામે, અને ખાસ કરીને જે કલમ અનુસાર કૉલોનિયલ સેક્રેટરીને, ટાઉન કાઉન્સિલોને કે ટાઉન બોર્ડોને છેવટની સત્તા આપવામાં આવે છે તેની સામે આપના અરજદારો માનપૂર્વક પણ ગંભીરતાપૂર્વક વિરોધ કરે છે. આ કલોથી તદ્દન સ્પષ્ટ થાય છે કે આ બિલ માત્ર હિંદી કોમ સામે અમલમાં મૂકવાનું છે. જે વ્યક્તિઓ કે મંડળો, જેઓ ઘણી વાર સામાન્ય લોકોની લાગણીઓ અગર પૂર્વગ્રહોથી દોરવાઈ જાય છે તેમના નિર્ણયો સામે ન્યાયની ૧. જીએ પા. ૧૪૫-૪૭, ૧૭૯ અને પા. ૨૪૯-૫૦.