પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૧
નાતાલની નીચલી ધારાસભાને અરજી

નાતાલની નીચલી ધારાસભાને અરજી ૨૨૩ ઊંચામાં ઊંચી અદાલતને અપીલ કરવાનો હક કોઈ પ્રજાજનને આપવાની ના પાડવી એ સુધરેલી દુનિયાના કોઈ પણ ભાગમાં આપખુદ ગણાશે, અને બ્રિટિશ સંસ્થાનોમાં બ્રિટિશ નામને તથા તેના બંધારણને અપમાનિત કરશે. અને બ્રિટિશ બંધારણ તો આખી દુનિયામાં સૌથી શુદ્ધ માનવામાં આવે છે અને તે તદ્દન સાચું છે. આપના અરજદારોની નમ્રતાપૂર્વક રજૂઆત છે કે, જે બ્રિટિશ સંસ્થાનોમાં જે અદાલતોએ કપરામાં કપરી કસોટી વખતે પણ, તદ્દન નિષ્પક્ષપાતી વલણ માટેની પોતાની કીતિ સાચવી છે તે સંસ્થાનોમાં ન્યાયની ઊંચામાં ઊંચી અદાલતો આગળ પોતાની માની લીધેલી કે સાચી ફરિયાદ સંભળાવવાનો હક લઈ લેવામાં આવે તેના કરતાં બ્રિટિશ રાજ્યશાસનની સ્થિરતાને માટે, તેમ જ નામદાર સમ્રાજ્ઞીના તુચ્છમાં તુચ્છ પ્રજાજનો જે સલામતી અનુભવે છે તેને માટે, વધારે આફતકારક બીજું કાંઈ ન હોઈ શકે. આથી આ માનનીય ધારાસભા પ્રસ્તુત બિલો વિષે ભલે ગમે તે નિર્ણય પર આવે, પણ તે પ્રસ્તુત કલમને સર્વાનુમતે નામંજૂર કરશે એવી આપના અરજદારો નમ્રતાપૂર્વક વિનંતી કરે છે. વસાહતીઓના પ્રતિબંધને લગતા બિલમાં યુરોપીય ભાષામાં ફૉર્મ ભરવા બાબત જે કલમ છે તેને લીધે બિલ અમુક એક વર્ગને અનુકૂળતા આપનારું બને છે, અને આપના અરજદારોના નમ્ર અભિપ્રાય મુજબ એ હિંદી કોમને અન્યાયકર્તા છે. વર્તમાન હિંદી વસ્તીના હિત અર્થે એ કલમમાં સુધારો કરવાની જરૂર છે, એવી આપના અરજદારોની રજૂઆત છે, કેમ કે ઘણાખરા સારી સ્થિતિના હિંદીઓ ઘરકામના નોકરો મેળવવા માટે હિંદ ઉપર આધાર રાખે છે; અને તેઓ અમુક વરસની નોકરી બાદ નિવૃત્ત થતાં તેમને સ્થાને બીજા લાવે છે. આ પ્રથા સંસ્થાનની હિંદી વસ્તીની સંખ્યામાં વધારો કરતી નથી અને છતાં હિંદી લોકને લાભકર્તા છે. આવા નોકરો અંગ્રેજી અગર કોઈ બીજી યુરોપીય ભાષા જાણતા હોય એ અશકય છે. તેઓ કોઈ રીતે યુરો- પિયનો સાથે હરીફાઈમાં આવતા નથી. તેથી આપના અરજદારોની વિનંતી છે કે બીજા કોઈ કારણે નહીં તો આ કારણે એ કલમ એ વર્ગના હિંદીઓને અસર ન કરે તે રીતે ફેરવવી જોઈએ. એ જ સિદ્ધાંત મુજબ ૨૫ પાઉન્ડવાળી કલમ પણ વાંધાજનક છે. આપના અરજદારોની વિનંતી છે કે, સંસ્થાનનિવાસી વર્તમાન હિંદી વસ્તીનાં હિતોનો વિચાર, કંઈ નહીં તો આવી બાબતોમાં, સમભાવપૂર્વક થવો જોઈએ. સ્વતંત્ર હિંદીઓના રક્ષણ બાબતના બિલ અંગે આપના અરજદારો સરકારના શુભ ઇરાદાઓ માટે તેનો અંતરથી આભાર માને છે, ખાસ તો એ કારણે કે આ સંબંધે સરકાર તથા હિંદી કોમના કેટલાક સભ્યો વચ્ચે ચાલેલા પત્રવ્યવહારમાંથી આ બિલનો ઉદ્ભવ કેટલેક અંશે થયેલો છે. પરંતુ સરકારે કરેલી રહેમની અસર તેની ૫મી કલમથી૪ તદ્દન નકામી બની જશે, કેમ કે એ કલમ મુજબ, કલમ ૨ હેઠળ દર્શાવેલો પાસ ન ધરાવનાર મુક્ત હિંદીઓની ગેરકાયદેસર ધરપકડ કરનારાઓ સામે નુકસાનીનો દાવો ન કરી શકાય. ધરપકડો માટે એક અમલદારે ૧. જી કલમ ૩ (ક), પા. ૨૬૦; અને ફાર્મ માટે, પત્રક, રૂ પા. ૨૬૩, ર. કલમ ૩ (F) પા. ૧૮૧ દર્શાવેલ સંપત્તિવિષયક લાયકાત પાછળથી અકિંચન લેકને લાગુ પડે તે રીતે બદલી હતી, જીએ પા. ૨૬૦. ૩. જીએ પા. ૨૬, ૨૮-૫૯; અને પસાર થયા મુજબના વિધેયકના પાડ માટે જીએ ૨૬૫-૬૬ ૫. ૪. અત્રે ઉલ્લેખેલી વ્હેગવાઈઓ કાયદાની ચાથી કલમમાં આપેલી છે; જીએ પા. ૨૬૫.