પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૨
ગાંધીજીનો અક્ષરદેહ.

'

ગાંધીજીનો અક્ષરદેહ ૨૨૪ વધારેપડતો ઉત્સાહ બતાવ્યો ત્યારે જ મુસીબત ઊભી થઈ.૧ આપના અરજદારો માને છે કે ૧૮૯૧ના કાયદા ૨૫ની કલમ ૩૧ો અમલ કરવા કર્મચારીઓને સૂચનાઓ આપી હોત તો તે પૂરતું થાત. ઊલટું, આ બિલ તો પોલીસને, શિક્ષાના ભય વિના પાસ વિનાના હિંદીઓને પકડવાની છૂટ આપે છે. આપના અરજદારો જણાવવા ઇચ્છે છે કે પાસ કઢાવવા માત્રથી પાસવાળો ત્રાસમાંથી છૂટતો નથી. પાસ સાથે લઈને ફરવાનું હંમેશ શકય નથી હોતું. થોડી વાર માટે વગર પાસે ઘર બહાર નીકળેલા હિંદીઓને, વધારેપડતો ઉત્સાહ બતાવનાર અમલદારોએ પકડથાના દાખલા નોંધાયેલા છે. આથી આપના અરજદારોનું નિવેદન છે કે આ બિલ હિંદી કોમને રક્ષણ આપવાને બદલે, તેની કલમ ૫મીને લીધે, તેમનું અપમાન થવાના હંમેશ કરતાં વધારે પ્રસંગો ઊભા કરશે. આથી આપના અરજદારો આશા રાખે છે કે આ માનનીય ધારાસભા એ બિલમાં એવા ફેરફારો અથવા સુધારા કરશે કે જેથી તે હિંદી લોકને માટે ખરેખર લાભદાયક નીવડે, જે કરવાનો બિલનો નિ:શંક ઉદ્દેશ છે. છેવટે, આપના અરજદારો ફરીથી કહેવાની રજા લે છે કે પહેલાં ત્રણ બિલો સામે અમારો મુખ્ય વાંધો એ છે કે જે અનિષ્ટ રોકવા માટે એમની યોજના થઈ છે તે અનિષ્ટ અસ્તિત્વમાં જ નથી, અને તેથી પ્રાર્થના કરે છે કે આ બિલો હાથ ધરતાં પહેલાં આ માનનીય ધારાસભા સંસ્થાનનિવાસી મુક્ત હિંદીઓની વસ્તીગણતરી કરવા, અમુક વર્ષો દરમિયાન થયેલા વાર્ષિક વધારાનો અંદાજ કાઢવા અને હિંદી વસ્તીની હાજરી સંસ્થાનના હિતને એકંદરે નુકસાનકારક છે કે કેમ તે નક્કી કરવા માટે તપાસ કરવા હુકમ કરે. અને પ્રાર્થના કરે છે કે સ્વતંત્ર હિંદીઓના રક્ષણ બાબતના બિલની કલમ ૫ તેમાંથી કાઢી નાખવામાં આવે અગર માનનીય ધારાસભાને યોગ્ય લાગે તેવી બીજી રાહત આપવામાં આવે. અને આ રહેમ તથા ન્યાયના કાર્ય માટે આપના અરજદારો પોતાની ફરજ સમજીને હંમેશ પ્રાર્થના કરશે, ઇત્યાદિ. (સહી) અબદુલ કરીમ દાદા ઍન્ડ કે, [મૂળ અંગ્રેજી] પિટરમેરિત્સબર્ગ દફ્તરખાનું, ઉલ્લેખ: એન.એન.પી. ગ્રંથ ૬૫૬, અરજ ૬. ૧. ઉપર પા. ૭ ઉપર હિંદી ખાઇના કેસ વળ્યા છે તેને આ સ્પષ્ટ ઉલ્લેખ લાગે છે. તેમાં એ બાઈને હાનિકર ખેાટી અટકાયત માટે કાર્ટે નુકસાની અપાવી હતી.