પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૩. કૉલેાનિયલ સેક્રેટરીને પત્ર [ગાંધીજી તથા નાતાલ સરકાર વચ્ચે ચાલેલો પત્રવ્યવહાર એમણે એપ્રિલ ૬, ૧૮૯૭ના રોજ વર્તમાનપત્રોને પ્રસિદ્ધિ અર્થે મોકલ્યો હતો, આ પત્ર તેનો એક ભાગ છે. ] પ્રતિ માનનીય કૉોનિયલ સેક્રેટરી મેરિત્સબર્ગ સાહેબ, હું આપનું ધ્યાન, પરમ માનનીય સંસ્થાન મંત્રીને સંબોધીને નામદાર ગવર્નર સાહેબે મોકલેલા, એક ખરીતા` તરફ ખેંચું છું, જે આજના મર્ક્યુરીમાં છપાયો છે. તેમાં તેઓ નીચે પ્રમાણે જણાવે છે: ડરબન, માર્ચ ૨૬, ૧૮૯૭ “મને જાણવા મળ્યું છે કે, શ્રી ગાંધી, જ્યારે દેખાવોનો શાંતિપૂર્ણ અંત આવવાથી કેટલાક ખોટી સલાહે ચાલેલા લોકો ગુસ્સે ભરાયેલા હતા ત્યારે અને ઊકળેલી લાગણીઓ ઠંડી પડે તે પહેલાં, આવે કસમયે જે સલાહ માનીને કિનારે ઊતર્યા તે ખોટી હતી એમ હવે કબૂલ કરે છે.” હું હમેશાં માનતો આવ્યો છું, અને હજી પણ માનું છું કે જે સલાહ અનુસાર હું વ તે ઉત્તમ હતી; તેથી જો ગવર્નર સાહેબ, પોતે કયા આધારે ઉપરનું વિધાન કર્યું હતું તે મને જણાવશે તો હું ખુશી થઈશ. [મૂળ અંગ્રેજી] fધનાતાજ મર્ક્યુરી, ૮-૪-૧૮૯૭ ગાં. ૨૦૧૫ આપનો વગેરે મો. ક. ગાંધી ૧. અત્રે પા. ૧૨૭ અને ૫ા. ૧૫૪ પર જણાવેલા તા. ૧૩ જાન્યુઆરી, ૧૮૯૭ના પ્રસંગ સંબંધે પરીતામાં નીચે મુજબ ઉલ્લેખ હતા : શ્રી ગાંધી એક પારસી (મૂળ લખાણ પ્રમાણે શબ્દ રહેવા દીધેા છે) વકીલ, જેમણે તાજેતરના મતાધિકારના કાયદા ઘડવા સામે હિંદીઓમાં જે ચળવળ થયેલી તેમાં આગળ પડતે ભાગ લીધેલેા, તથા જેએ, જે ચેાપાનિયાનાં દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓને લગતાં કેટલાંક વિદ્યાના પર અત્રે લેાકમાં ભારે રોષ ફેલાયો છે, તેના લેખક છે, તેએ ઉતરાણના નિયત સ્થળે ન ઊતરતાં ડરબન નગરની હદમાં ઊતર્યાં અને કેટલાક તેાફાની લેાકાએ તેમને એળખી કાઢવા અને તેમને ઘેરી લઈને તેમના પ્રત્યે ગેરવર્તાવ કર્યો.” આ ઉલ્લેખ ખાદ ગાંધીજીએ ઉપર ટાંકેલા ફંકશ આવતા હતા, અને તેના અંતના શબ્દો હતા કે, “અને આ બાબતમાં પોતે લીધેલા પગલાની જવાબદારી સ્વીકારે છે.” (fધ નાતાજી મર્ક્યુરી, ૨૬-૩-૧૮૯૭). ૨. જીએ પા. ૧૫૪. વહાણની કંપનીના કાચદા વિષયક સલાહકાર મિ. લૅૉટન, જે પછી સાથે રહીને ગાંધીજીને કિનારે લઈ ગયેલા, તેમણે આપેલી સલાહ ખરાખર આ પ્રમાણે હતી: “મને લાગે છે કે તમારા વાળ સરખા વાંકા નથી થવાના. હવે તેા બધું શાંત છે, ગેારાએ ખધા વીખરાઈ ગયા છે. પણ ગમે તેમ હોય તૈયે તમારાથી છૂપી રીતે તે પ્રવેશ ન જ થાય એવા મારા અભિપ્રાય છે.’ (બામા, પા. ૧૮૯.) ૩. તુએ પા. ૨૩૩.