પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૫
નાતાલમાં હિંદીઓની સ્થિતિ

નાતાલમાં હિંદીઓની સ્થિતિ ૨૨૭ આવે. અને આ રહેમ તથા ન્યાયના કાર્ય માટે આપના અરજદારો પોતાની ફરજ સમજીને હંમેશ પ્રાર્થના કરશે, ઇત્યાદિ. [મૂળ અંગ્રેજી] નાતાલની ઉપલી ધારાસભાના તા. ૩૦ માર્ચ, ૧૮૯૭ના કામકાજની નોંધમાંથી ઉતારો. વસાહતી કચેરીનાં દફતરો: નં. ૧૮૧, ગ્રંથ ૪૨; તથા પિટરમેરિત્સબર્ગ દફ્તરખાના, એન. પી. પી. ગ્રંથ ૬૫૬, અરજપત્ર ૬, ૩૫. નાતાલમાં હિંદીઓની સ્થિતિ [મિ. ચેમ્બરલેનને મોકલાયેલા પોતાના મહત્ત્વના તા. ૧૫ માર્ચ, ૧૮૯૭ના વિનંતીપત્રની નકલો ગાંધીજીએ, નીચે આપેલા પત્ર સહિત ઇંગ્લંડમાં સંખ્યાબંધ આગળપડતા નેતા- ઓને મોકલી હતી. દક્ષિણ આફ્રિકાના હિંદીઓની તરફેણમાં જાહેર લોકમત વાળવાના પ્રયત્ન ઉપરાંત, સ્પષ્ટ રીતે તેમના મનમાં સંસ્થાનોના વડા પ્રધાનોની પરિષદ હતી જે પાછળથી લંડન ખાતે મળવાની હતી.] વેસ્ટ સ્ટ્રીટ, ડરબન (નાતાલ), માર્ચ ૨૭, ૧૮૯૭૨ સાહેબ, અમે નીચે સહી કરનાર નાતાલવાસી હિંદી કોમના પ્રતિનિધિઓ આથી વિનંતી કરીએ છીએ કે આપ કૃપા કરીને પરમ માનનીય મિ. જૉસેફ ચેમ્બરલેનને લખેલા આ સાથે બીડેલા, વિનંતીપત્ર પર ધ્યાન આપશો. એ વિનંતીપત્રમાં હાલ હિંદીઓનું સમગ્ર ધ્યાન રોકી રહેલો નાતાલમાંના હિંદીઓનો પ્રશ્ન ચર્ચેલો છે. પત્ર લાંબો છે, પણ વિષયની અગત્ય જોતાં, આપ એ પૂરેપૂરો વાંચી જશો, એવી આશા રાખીએ છીએ. આ સંસ્થાનમાં હિંદીઓનો પ્રશ્ન કટોકટીની સ્થિતિએ પહોંચ્યો છે. એની અસર સંસ્થાનમાં વસતી નામદાર સમ્રાજ્ઞીની હિંદી રૈયત પર જ નહીં, પણ હિંદની સમગ્ર વસ્તી પર પડે છે. પ્રશ્નનું સ્વરૂપ મુખ્યત્વે સામ્રાજ્યવ્યાપી છે. દારૂમ્સ પત્રના શબ્દોમાં, “તેઓ બ્રિટિશ હકૂમતના એક પ્રદેશથી બીજામાં છૂટથી જઈ શકે કે નહીં, અને મિત્ર રાજ્યોમાં બ્રિટિશ રૈયતના અધિ- કારોનો દાવો કરી શકે કે નહીં?" નાતાલના યુરોપિયનો કહે છે કે અમારા દેશમાં તો તેઓ તેમ કરી શકશે નહીં. નાતાલે ધારણ કરેલી આ વૃત્તિને કારણે હિંદીઓ પર થતા જુલમની દુ:ખદાયક કહાણી આ વિનંતીપત્રમાં કહેવામાં આવી છે. થોડા વખતમાં લંડન ખાતે બ્રિટિશ સંસ્થાોના વડા પ્રધાનોનું સંમેલન થવાનું છે, ત્યારે મિ. ચેમ્બરલેન વડા પ્રધાનો સાથે એ પ્રશ્નની ચર્ચા કરનાર છે કે સંસ્થાનોને હિંદીઓ વિરુદ્ધ એવા કાયદા કરવા દેવાય, જે હિંદીઓને જ લાગુ પડે, યુરોપિયનોને ન પડે? અને કરવા દેવાય ૧. કોલેનિયલ (વસાહતી) ઓફિસના દફતરમાંની છાપેલી નકલ પર કાઈની સહી નથી. ૨. આ તારીખે પત્ર લખીને વિનંતીપત્ર સાથે મેકલવા તૈયાર રાખવામાં આવેલે, વિનંતીપત્ર નાતાલના ગવર્નરને એપ્રિલ ૬, ૧૮૯૭ના રોજ પેશ કરવામાં આવ્યું હતું. જીએ પાદટીપ, પા. ૧૩૫.