પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૬
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૨૮ ગાંધીજીનો અક્ષરદેહ તો કેટલી હદ સુધી? તેથી નાતાલમાં અમારી જે સ્થિતિ છે તે ટૂંકમાં આપની સમક્ષ મૂકવાનું જરૂરી થઈ પડયું છે. આ વસાહતમાં હિંદીઓ અત્યારે જે કાયદેસર ગેરલાયકાતો ભોગવે છે તે પૈકી કેટલીક નીચે મુજબ છે: ૧. હિંદીઓ રાત્રે નવ વાગ્યા પછી બહાર નીકળી શકે નહીં, સિવાય કે તેઓ ખરેખર પાસ બતાવી શકે એમ હોય.૧ યુરોપિયનોને આ કાયદો લાગુ પડતો નથી. ૨. દિવસે કોઈ પણ સમયે હરકોઈ હિંદી અટકાયતને પાત્ર છે, સિવાય કે પોતે મુક્ત હિંદી છે એ મતલબનો પાસ બતાવી શકે. (આ બાબતમાં ફરિયાદ ખાસ તો જે રીતે કાયદાનો અમલ થાય છે તે સામે છે.) ૩. જ્યારે હિંદીઓ ઢોર હાંકી જતા હોય ત્યારે તેમની પાસે અમુક પ્રકારના પાસ રાખવા પડે છે. યુરોપિયનોને આવો કોઈ પાસ નથી રાખવો પડતો. ૪. ડરબનના એક પેટા-કાયદા મુજબ આદિવાસી નોકરી તથા હિંદી નોકરોની નોંધણી કરાવવી પડે છે, ને આ પેટા કાયદામાં હિંદીઓનું વર્ણન “એશિયાની અસંસ્કૃત જાતિઓના બીજા લોકો” એ રીતે કરેલું છે. ૫. ગિરમીટિયો હિંદી જ્યારે કરાર પૂરો કરી મુક્ત થાય ત્યારે તેણે કાં તો પોતાના વળતા પ્રવાસનું ભાડું લઈને હિંદ પાછા જવું જોઈએ, અથવા તો કંઈક અંશે મુક્ત જન તરીકે સંસ્થાનમાં વસવાની પરવાનગીની કિંમત તરીકે વાર્ષિક ૩ પાઉન્ડ માથાવેરો ભરવા જોઈએ. આ સ્થિતિને લંડન ટામ્પ પત્ર “ગુલામીની જોખમભરેલી રીતે નજીક” તરીકે વર્ણવે છે.) ૬. યુરોપિયનોથી ઊલટું, હિંદીઓએ મતાધિકારનો હક પ્રાપ્ત કરવા માટે એ સાબિત કરવું જોઈએ કે અમે એવા દેશના લોક છીએ, જ્યાં “પાર્લમેન્ટની પદ્ધતિના મતાધિકારના પાયા પર ચૂંટણી દ્વારા રચાયેલી પ્રતિનિધિ સંસ્થાઓ” છે, અથવા એમણે આ નિયમમાંથી મુક્ત થવા ગવર્નર-ઇન-કાઉન્સિલનો હુકમ મેળવવો જોઈએ. (આ કાયદો હિંદીઓ માટે ગયે વરસે કરવામાં આવ્યો છે. તે પહેલાં સંસ્થાનના સામાન્ય મતાધિકાર કાયદા મુજબ હિંદીઓને મતાધિકાર હતો. તે કાયદા મુજબ મતાધિકારનો ઉમેદવાર પુખ્ત ઉંમરનો પુરુષ હોવો જોઈએ – દક્ષિણ આફ્રિકાનો આદિવાસી ન હોવો જોઈએ – અને તેની પાસે ૫૦ પાઉંડની સ્થાવર મિલકત હોવી જોઈએ, અથવા એ ૧૦ પાઉંડનું વાર્ષિક ભાડું ભરતો હોવો જોઈએ.) – ૭. હિંદી વિદ્યાર્થીઓની શક્તિ, ચારિત્ર્ય તથા સામાજિક સ્થાન ગમે તે હોય, તેમને માટે સરકારી હાઈસ્કૂલોનાં દ્વારા બંધ કરવામાં આવેલાં છે. સ્થાનિક પાર્લમેન્ટની ચાલુ બેઠકમાં જે ધારાઓ પસાર કરવાના છે તેમની યાદી નીચે મુજબ છે: ૧. પાસના કાયદા અને તેમને અમલ કરવાની રીત ખાખત જીએ પા. ૬-૯, તથા પુસ્તક ૧, યા. ૨૨૯-૩૧. ૨. તુએ પુસ્તક ૧ પા. ૧૬૩, અને કાયદાની વિગતવાર ચર્ચા માટે, એજન પા. ૧૬૩-૭૮. ૩. એજન પા. ૨૪૨ અને યા. ૨૫૧. ૪. એજન પા. ૨૫૫ અને ૨૫૬.