પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ.

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ ૧૩ મિ. ચેમ્બરલેન સમક્ષ અત્યારે જે પ્રશ્ન છે, તે સૈદ્ધાંતિક નથી, એ સવાલ દલીલોનો નહીં, પણ કોમી કે જાતિવિષયક ભાવનાઓનો છે. આપણી પોતાની જ પ્રજાઓમાં જાતિ જાતિ વચ્ચે લડાઈ જામે તે આપણને પરવડે નહીં. નાતાલ જતા મજૂરોને અટકાવી દઈ નાતાલના વિકાસને એકદમ અટકાવી દેવાનું હિંદ સરકાર માટે જેટલું ખોટું ગણાય તેટલું જ ખોટું નાતાલ સરકાર માટે બ્રિટિશ હિંદના પ્રજાજનોને નાગરિક હક આપવાનો ઇન્કાર કરવાનું પણ ગણાય. તેઓ (બ્રિટિશ હિંદના પ્રજાજનો) તો સંસ્થાનમાં વરસોની કરકસર તથા સારાં કામ વડે નાગરિકતાના દરજ્જા સુધી પહોંચી ગયા છે. નાતાલ ધારાસભાએ જે બીજું બિલ પસાર કર્યું છે તેનો ઉદ્દેશ ગિરમીટિયા હિંદીઓને કાયમને માટે ગિરમીટિયા રાખવાનો છે. અગર, જો તેમને એ ન ગમતું હોય તો, પહેલાં પાંચ વરસના કરારની મુદત પૂરી થતાં તેમને હિંદ પાછા મોકલી દેવાના છે; અથવા જો તેઓ પાછા ન જાય તો તેમને દર વરસે ત્રણ પાઉન્ડનો કર ભરવાની ફરજ પાડવાનો છે.૧ અમારા સમજવામાં નથી આવતું કે કોઈ બ્રિટિશ સંસ્થાનમાં આવાં પગલાંનો વિચાર પણ કેમ થઈ શકે. નાતાલના લગભગ બધા જાહેર કાર્યમાં રસ ધરાવતા લોકો એક વાત પર સંમત છે કે સંસ્થાનની આબાદી હિંદી મજૂરો પર નિર્ભર છે. ધારાસભાના એક ચાલુ સભ્યના કહેવા પ્રમાણે “જયારે હિંદીઓને લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે આ સંસ્થાનો વિકાસ અને તેનું લગભગ અસ્તિત્વ ડામાડોળ હતું!” પણ બીજા એક પ્રતિષ્ઠિત નાતાલવાસીના શબ્દોમાં, હિંદીઓના આગમનથી આબાદી આવી, ચીજવસ્તુના ભાવ વધ્યા, લોકો હવે નામની કિંમતે વેચાઈ જાય એવા પાક ઉગાડી કે વેચી સંતોષ માનતા નથી. તેઓ કંઈક વધારે સારી કમાણી કરી શકતા હતા. ૧૮૫૯ના વરસ તરફ નજર કરતાં આપણને જણાશે કે હિંદી મજૂરી મળી શકવાની ખાતરીને પરિણામે તરત જ રાજ્યની મહેસૂલની આવકમાં વધારો થયો ને થોડાં વરસમાં તે ચાર ગણી થઈ. જે કારીગરોને કામ મળતું ન હતું ને જેમને રોજ પાંચ શિલિંગ કે તેથી ઓછી કમાણી હતી તેમની રોજી બમણાથી પણ વધારે થઈ ગઈ. આ પ્રગતિએ નગરથી માંડી દરિયા લગી સર્વત્ર દરેકને પ્રોત્સાહન આપ્યું. છતાં એમને આ ઉદ્યમી ને અનિવાર્ય મનુષ્યો પર, જેઓ નાતાલના વડા ન્યાયાધીશના શબ્દોમાં કહીએ તો, “વિશ્વાસપાત્ર તથા ઉપયોગી ઘરકામ કરનારા નોકરો” નીવડેલા છે તેમના પર તેમના જીવનના રસકસ ચૂસી લીધા પછી કર નાખવો છે. આજના ઍટર્ની જનરલ દસ વરસ પહેલાં જે અભિપ્રાય ધરાવતા હતા તે નીચે આપવામાં આવ્યો છે. હવે તેમણે જ આ બિલ ઘડયું છે જેને લંડનનું એક ઉદ્દામવાદી વર્તમાનપત્ર ‘‘હડહડતો અન્યાય, બ્રિટિશ પ્રજાનું અપમાન, બિલના ઘડનારાઓને માટે કલંક, ને આપણા પોતાને માટે લાંછનરૂપ” કહે છે. ગિરમીટમુક્ત હિંદીઓની બાબતમાં, હું નથી માનતો કે તેમને દુનિયાના કોઈ પણ ભાગમાં જવાની ફરજ પાડવી જોઈએ, સિવાય કે કોઈ ગુના માટે તેમને દેશનિકાલની સજા કરવામાં આવી હોય. આ પ્રશ્ન વિશે મેં ઘણું સાંભળ્યું છે. મને મારો અભિપ્રાય બદલવા વારંવાર કહેવામાં આવ્યું છે. પણ મારાથી તેમ થઈ શકયું નથી. એક માણસને સિદ્ધાંતની દૃષ્ટિએ તેની સંમતિથી, પણ વાસ્તવમાં ઘણી વાર સંમતિ વગર, અહીં લાવવામાં આવે છે, તે તેની જિંદગીનાં પાંચ ઉત્તમ વરસ અહીં આપે છે, નવા ૧. જીએ પુસ્તક ૧, પા. ૧૬૩-૬૪ તથા પા. ૧૬૫–૭૫.