પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૦. કાલાનિયલ સેક્રેટરીને પત્ર પ્રતિ માનનીય કૉલોનિયલ સેક્રેટરી મેરિત્સબર્ગ સાહેબ, ગયા માસની તા. ૩૧નો તમારો પત્ર મળ્યો. તેમાં તમે મને લખો છો કે ગવર્નરના ખરીતાના જે ફકરાનો મેં ઉલ્લેખ કર્યો છે તે કયા અધિકાર નીચે લખાયો હતે તેની માહિતી મને આપી શકાશે નહીં, પરંતુ મારા પત્રની અને તમારા જવાબની નકલો નામદાર ગવર્નર સાહેબ, પરમ માનનીય સંસ્થાન ખાતાના પ્રધાનને માહિતી માટે મોકલશે. જવાબમાં, હું માનું છું કે જે મારા કોઈ વક્તવ્ય પરથી એ માહિતી પ્રાપ્ત થઈ હોય તો તેમને જણાવવું જોઈએ. આવી માહિતીના ખરાપણા વિષે મને પૂછયા વિના નામદાર ગવર્નરે પરમ માનનીય મંત્રીને એ મોકલી આપી તે બાબત હું, અત્યંત માનપૂર્વક, ચિંતા વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી. આ પત્રવ્યવહારની નકલ હું વર્તમાનપત્રોને મોકલું છું. [મૂળ અંગ્રેજી] ત્રિ નાતાજ મર્ક્યુરી, ૮-૪-૧૮૯૭ પ્રતિ મિ. ડબલ્યુ ઈ. પીચી, મંત્રી, બુલૅન્ડ પિટરમેરિત્સબર્ગ ‘સાહેબ, ડરબન, એપ્રિલ ૬, ૧૮૯૭ ૪૧. ઝૂલુલૅન્ડ ખાતાના મંત્રીને પત્ર આપનો, મો. ક. ગાંધી ડરબન, એપ્રિલ ૭, ૧૮૯૭ તમારા દી તારીખના પત્રની પહોંચ સ્વીકારું છું. એમાં તમે જણાવો છો જે સંસ્થાન ખાતાના મંત્રી તરફથી નામદાર ગવર્નરને ઝૂકુલૅન્ડનાં મકાનોની જમીનના વેચાણ સંબંધી અમુક સુધારેલાં નિયમનો બહાર પાડવા સૂચનાઓ મળી છે. હું છું, વગેરે (સહી) મો. ક. ગાંધી [મૂળ અંગ્રેજી ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરી, જુઓ: જ્યુડિશિયલ ઍન્ડ પબ્લિક ફાઈલ્સ ૧૮૯૭, ગ્રંથ ૪૬૭ નં. ૨૫૩૬/૧૯૧૭૭. ૧, ગાંધીજીના જે પુત્રને આ જવાબ હતેા તે પત્ર માટે, જીએ પા. ૨૨૫.