પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રતિ શ્રી મંત્રી ધિ નાતાજી મર્ક્યુરી સાહેબ, ૨. હિંદીઆના પ્રશ્ન ડરબન, એપ્રિલ ૧૩, ૧૮૯૭ હિંદથી પાછા ફર્યા પછી, હિંદીઓના પ્રશ્ન વિષે લખવાનો આ પહેલો પ્રસંગ છે, અને મારે વિષે ઘણું ઘણું કહેવામાં આવ્યું છે એટલે, જોકે મને પોતાને ટાળવાનું ગમે છતાં, એ બાબત થોડા શબ્દ કહેવા આવશ્યક લાગે છે. મારી સામે નીચેના આરોપ મૂકવામાં આવ્યા છે: (૧) હિંદમાં મેં વસાહતીઓના ચારિત્ર્યને કાળું ચીતર્યું હતું, અને ઘણી ખોટી વાતો કરી હતી; (૨) સંસ્થાનને હિંદીઓથી ભરી દબાવી દેવા માટે મારા નેતૃત્વ નીચે કોઈ વ્યવસ્થિત સંસ્થા ચાલે છે;૩ (૩) પુર૩ અને નવરી સ્ટીમરો પરના મુસાફરોને ગેરકાયદે અટકાયત માટે સરકાર સામે નુકસાનીનો દાવો માંડવા મેં ઉશ્કેર્યા હતા;૪ (૪) મને રાજકીય મહત્ત્વાકાંક્ષા છે, અને હું જે કામ કરું છું તે મારાં ગજવાં ભરવા માટે છે. હું માનું છું કે પ્રથમ આરોપ માટે મારે કાંઈ કહેવાની જરૂર નથી, કેમ કે આપે મને એ આરોપમાંથી મુક્ત કર્યો છે.' છતાં, રીતસર એનો ઇનકાર કરવા પૂરતું કહી દઉં કે એ આરોપને લાયક ઠરું એવું કશું જ મેં કર્યું નથી. બીજા આરોપ બાબત મેં અન્યત્ર જે કહેલું છે તે ફરી કહું છું, કે હિંદીઓથી સંસ્થાનને ભરી તેને દબાવી દેવા ઇચ્છતી કોઈ સંસ્થા સાથે મારે કોઈ સંબંધ નથી, અને હું જાણું છું ત્યાં લગી એવી કોઈ સંસ્થા અસ્તિત્વમાં નથી. ત્રીજા આરોપ બાબત મેં ઇનકાર કરેલો છે અને ફરી અત્યંત ભારપૂર્વક કહું છું કે મેં એક પણ પ્રવાસીને સરકાર સામે નુકસાનીનો દાવો માંડવા ઉશ્કેરણી કરી નથી. ચોથા આરોપ બાબત મને કહેવા દો કે હું કોઈ જાતની રાજકીય મહત્ત્વાકાંક્ષા રાખતો નથી. જેઓ મને અંગત રીતે ઓળખે છે તેઓ મારી મહત્ત્વાકાંક્ષા કઈ દિશામાં છે તે સારી પેઠે જાણે છે. કોઈ રીતે પાર્લમેન્ટની બેઠકનું માન મેળવવાની મને ઇચ્છા નથી, અને ત્રણ તક આવી છતાં મતદારોની યાદીમાં મેં મારું નામ જાણીબૂજીને દાખલ કરાવ્યું નથી. હું જાહેર કાર્ય કરું છું તેને માટે કશું મહેનતાણું લેતો નથી. યુરોપિયન સાંસ્થાનિકો જો મારું માને તો હું એમને નમ્રતાપૂર્વક ખાતરી આપવા માગું છું કે હું બે કોમો વચ્ચે તકરારનાં બીજ વાવવા નહીં, પણ તેમની વચ્ચે માનભર્યો મેળ કરાવવાનો પ્રયત્ન કરવા અહીં આવેલા છું. મારા નમ્ર અભિપ્રાય મુજબ, બે કોમો વચ્ચે જે કડવાશ છે તે ઘણીખરી ૧. આ ઉલ્લેખ છાપાં Àગ લખાણ વિષે છે. ૨. આ ઉલ્લેઅ લીલા ચાપાનિયા’માં કરેલાં, કહેવાતાં ખાટા વિધાનાના છે. ૩. જી પા. ૨૭૬-૭૭ અને ર૮૦, ૨૮૨. ૪. જીએ પા. ૧૧૯, ૧૫૫ અને ૧૫૭. ૫. ન્નુએ પા. ૨૧૬.