પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૩૬ ગાંધીજીનો અક્ષરદેહ આ પેઢીઓ સેંકડો યુરોપિયન કારકુનો અને હિસાબનીશાને નોકરી આપી શકે છે. હિંદી વેપારીઓ વચલા દલાલનું કામ કરે છે. યુરોપિયનો જ્યાં છોડે છે ત્યાંથી તેઓ પોતાનું કામ શરૂ કરે છે. યુરોપિયનો કરતાં એ લોક છે ખર્ચ જીવનનિર્વાહ કરી શકે છે તેની ના નથી; પણ તે તો સંસ્થાનને લાભકારક છે. યુરોપિયન દુકાનો પરથી તેઓ જથાબંધ માલ ખરીદ કરે છે, અને જથાબંધ ભાવમાં નજીવો ઉમેરો કરી વેચી શકે છે. તેથી તેઓ ગરીબ યુરોપિયનોને લાભ- કર્તા છે. આના જવાબમાં કહી શકાય કે, હિંદી દુકાનદારો હાલ જે કામ કરે છે તે યુરોપિયનો કરી શકત. પણ એ ભૂલભરેલી દલીલ છે. હિંદી દુકાનદારો ન હોત તો આજે જે યુરોપિયન જથાબંધ વેપારી છે તે જ, કેટલાક અપવાદ બાદ કરતાં છૂટક વેપારી હોત. આથી હિંદી દુકાન- દારોએ યુરોપિયનોને એટલા ઊંચી પાયરીએ ચડાવ્યા છે. વળી એમ પણ કહેવાયું છે કે ભિવ- ષ્યમાં હિંદીઓ યુરોપિયનો પાસેથી જથાબંધ વેપાર પણ પચાવી પાડશે. આ ધારણાને હકીકતોનો ટેકો નથી, કેમ કે હિંદી તથા યુરોપિયન દુકાનોમાં જથાબંધ ભાવો તદ્દન સરખા નહીં તો લગભગ સરખા તો છે જ. એ બતાવે છે કે જથાબંધ ક્ષેત્રોમાં હરીફાઈ કરવી એ કોઈ રીતે અયોગ્ય ન કહેવાય. જથાબંધ ભાવો નક્કી કરવામાં હિંદીઓની ઓછી ખર્ચાળ રહેણીકરણી અગત્યનું અંગ નથી, કારણ કે એની કરકસરવાળી રહેણીકરણીથી એકને જે ફાયદો થાય છે તે બીજાને પતિસર કામકાજની રીતિ અને સ્વદેશ સાથેના વેપારી સંબંધોને કારણે થાય છે. એક બાજુ એવો વાંધો ઉઠાવવામાં આવે છે કે હિંદીઓ નાતાલમાં સ્થાવર મિલકત ખરીદે છે; અને બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે હિંદીઓનું ધન વપરાતું નથી, હિંદ ચાલ્યું જાય છે, કેમ કે “તેઓ બૂટ પહેરતા નથી, યુરોપમાં બનેલું કાપડ પહેરતા નથી અને રળેલાં નાણાં હિંદ મોકલી દે છે.” આ બંને વાંધા એકબીજાને પૂરેપૂરો જવાબ આપી દે છે. હિંદીઓ બૂટ પહેરતા નથી, યુરોપમાં બનેલું કાપડ પહેરતા નથી, એ માની લઈએ તોપણ એ રીતે બચાવેલો પૈસો તેઓ હિંદ નથી મોકલતા પણ સ્થાવર મિલકત ખરીદવામાં રોકે છે, અર્થાત્ સંસ્થાનમાં એક હાથે તેઓ જે રળે છે તે બીજે હાથે ખર્ચે છે. આથી હિંદીઓ હિંદમાં વધારેમાં વધારે જે મોકલી શકે તે માત્ર આવી મિલકતનાં ભાડાં તરીકે મળેલા વ્યાજનો અમુક અંશ જ હોય છે. હિંદીઓ સ્થાવર મિલકત ખરીદે છે એ બે રીતે લાભકારી છે. એથી એક તો જમીનની કિંમત વધે છે, અને બીજું યુરોપિયન કડિયા, સુથાર આદિ કારીગરોને કામ મળે છે. હિંદી કોમ તરફથી યુરોપિયન કામદારોને કંઈ પણ ભય છે એમ કહેવું એ માત્ર ભ્રમણા છે. હિંદી કારીગરો બહુ જૂજ છે, ને જે છે તે પણ સામાન્ય કોટિના છે, એટલે યુરોપિયન અને હિંદી કારીગરો વચ્ચે જરાયે હરીફાઈ નથી. ડરબનમાં એક હિંદીનું મકાન બાંધવા વાસ્તે હિંદથી કારીગરોને લાવવાની યોજના ઘડવામાં આવી હતી, પણ તે બર ન આવી. કોઈ સારા હિંદી કારીગરો સંસ્થાન સુધી આવવા તૈયાર નથી. હિંદી કારીગરોએ બાંધેલાં હિંદીઓનાં મકાનો બહુ હોય એમ મારા જાણવામાં નથી. એકના કાર્યક્ષેત્રમાં બીજાનો પગપેસારો થવા ન પામે, એવું સ્વાભાવિક શ્રમવિભાજન સંસ્થાનમાં થયેલું છે. ઉપર દર્શાવેલા વિચારોમાં જો કંઈ પણ વજૂદ હોય તો, હું નમ્રતાપૂર્વક કહું કે કાનૂની દખલ કરવી ન્યાયસંગત નથી. મુકત હિંદીઓના આગમનનું નિયમન કુદરતી રીતે છત અને માંગનો કાયદો આપોઆપ કરશે. છેવટે એટલું તો સ્વીકારી લેવામાં આવ્યું છે કે યુરોપિયનોના ટેકાને લીધે હિંદીઓ આબાદ થઈ શકે છે તો પછી જો હિંદીઓ ખરેખર કોરી ખાનાર કીડારૂપ હોય તો વધારે ગૌરવવાળો માર્ગ એ છે કે એ ટેકો પાછો ખેંચી લેવો જોઈએ. પછી થોડો વખત હિંદીઓ ખીજવાશે, પણ ન્યાયની દૃષ્ટિએ તેઓ ફરિયાદ નહીં કરી શકે. પરંતુ ટેકો આપનારની ફ્રરિયાદ