પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૫
હિંદીઓનો પ્રશ્ન

હિંદીઓનો પ્રશ્ન પરથી કાયદો ટેકો મેળવનારાઓના જીવનમાં દખલ કરે એ હરકોઈને ગેરવાજબી લાગવું જોઈએ. ઉપરની દલીલને આધારે મારો તો દાવો છે કે ઉપર સૂચવેલી તપાસને વાજબી ઠરાવવા માટે એમાં પૂરનું તથ્ય છે. બેશક પ્રશ્નની બીજી બાજુ પણ હશે જ. જો તપાસ કરવામાં આવે તો બંને બાજુ બરાબર સ્પષ્ટ થશે અને નિષ્પક્ષ નિર્ણય પર આવી શકાશે. પછી આગળ ચાલવાને આપણા ધારાસભ્યોને, અને માર્ગદર્શન મેળવવા વાસ્તે મિ. ચેમ્બરલેનને કંઈક નક્કર માહિતી મળી જશે. સર વૉલ્ટર રંગ અને બીજા સભ્યોના તપાસ કકિંમશને દસ વરસ પર જ અભિપ્રાય આપ્યો હતો તે એવો હતો કે મુક્ત હિંદીઓ સંસ્થાનને લાભકર્તા છે. ધારાસભ્યો સમક્ષ અત્યારે આ એક આધારપાત્ર સામગ્રી છે, સિવાય કે એમ સાબિત કરવામાં આવે કે છેલ્લાં દસ વરસમાં આ અભિપ્રાયને સ્વીકારતાં અટકાવે એટલે દરબ્જે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પણ આ બધી વિચારણા તો સ્થાનિક દૃષ્ટિએ થઈ. સાંસ્થાનિકોએ સામ્રાજ્યવ્યાપી દૃષ્ટિએ પણ કેમ ન જોવું જોઈએ? અને જો જોવું જોઈએ તો કાયદાની દૃષ્ટિએ હિંદીને એ બધા અધિકારો મળવા જોઈએ જે બીજા બ્રિટિશ પ્રજાજનો ભોગવે છે. હિંદ દ્વારા લાખો યુરોપિયનોને લાભ થાય છે; હિંદ વડે બ્રિટિશ સામ્રાજ્ય છે; હિંદે ઇંગ્લંડને અજોડ પ્રતિષ્ઠા આપી છે; હિંદ ઈંગ્લંડ માટે વારંવાર લડાઈમાં ઊતર્યું છે. એ સામ્રાજ્યના આ સંસ્થાનમાં વસતા યુરોપિયન પ્રજાજનો, જે પોતે હિંદી મજૂરો દ્વારા ઘણો લાભ ઉઠાવે છે તે, સંસ્થાનમાં રહીને હિંદીઓ પ્રામાણિક ગુજારો કરે તેની સામે વાંધો લે એ શું ઉચિત છે? આપે કહ્યું છે કે હિંદીઓને યુરોપિયન સાથે સામાજિક સમાનતા જોઈએ છે; હું કબૂલ કરું કે એ વાકય હું પૂરેપૂરું સમજી શકયો નથી; પણ હું એટલું તો જાણું છું કે બે કોમ વચ્ચેના સામાજિક સંબંધોનું નિયમન કરવા હિંદીઓએ મિ. ચેમ્બરલેનને કદી કહ્યું નથી; અને જ્યાં સુધી એ બે કોમના રીતરિવાજ, રહેણીકરણી, આદતો અને ધર્મ જુદા હશે ત્યાં સુધી સામાજિક ભેદ સ્વાભાવિક રીતે રહેવાના. હિંદીઓ જે નથી સમજી શકતા તે આ છે: કાયદાની દૃષ્ટિએ હિંદીઓને નીચો દરજ્જો સ્વીકારવાની ફરજ પાડયા સિવાય, રાજીખુશીથી અને સલાહ- સંપથી બે કોમને દુનિયાના કોઈ પણ ભાગમાં રહેવામાં એ સામાજિક ભેદ શા માટે આડે આવવો જોઈએ? હિંદીઓની આરોગ્ય વિષયક ટેવો જોઈએ તેવી ન હોય તો આરોગ્ય ખાતું સખત ચોકસાઈ રાખીને તેમની પાસે જોઈતો સુધારો કરાવી શકે. જો હિંદી લોકની દુકાનોનો દેખાવ સુંદર ન હોય તો પરવાના કાઢી આપનાર અધિકારીઓ તેમને થોડા જ વખતમાં સુંદર દેખાવ- વાળી કરાવી શકે છે. આ ત્યારે જ બની શકે જ્યારે ઈશુ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે યુરો- પિયન સાંસ્થાનિકો હિંદીઓને પોતાના ભાઈ સમજે, અથવા બ્રિટિશ પ્રજાજન તરીકે તેમને • બંધુ-પ્રજાજન માને. ત્યારે તેઓ આજની પેઠે હિંદીઓને શાપ નહીં આપે, ગાળો નહીં આપે, પણ તેમનામાં જે કાંઈ ખામીઓ હશે તે દૂર કરવામાં મદદ કરશે અને એ રીતે તેમને અને પોતાને દુનિયાની નજરમાં ઊંચે ચડાવશે. હું દેખાવો યોજનાર સમિતિને અપીલ કરું છું જે ખાસ કરીને મજૂરોની પ્રતિનિધિ ગણાય છે. હવે તો તેઓ જાણે છે કે ગુરલૅન્ડ અને નાવરીમાં નાતાલના ૮૦૦ પ્રવાસી નથી આવ્યા, અને જે આવ્યા તેમાં એક પણ હિંદી કારીગર ન હતો. “ઘરનો વહીવટ પોતે સંભાળવાનો ને યુરોપિયનોને ૧. કમિશને લીધેલા નિર્ણય માટે નુએ પુસ્તક ૧, પા. ૧૭૧–ર, ૨૧૨-૪, અને ૨૧૫-૬; વળી આ પુસ્તકનું પા. ૧૭૫-૭૭. ર. તુએ પાદટીપ ૨, પા. ૧૧૩ તથા પા. ૧૪૮ અને ૧૫૩, ૩. જીએ પા. ૧૧૯,