પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૩. ફ્રાન્સિસ ડબલ્યુ. મૈકલીનને પત્ર પ્રતિ માનનીય સરફ઼ાન્સિસ ડબલ્યુ. મૅકલીન, નાઈટ અધ્યક્ષ, કેન્દ્રીય દુકાળ રાહત સમિતિ કલકત્તા સાહેબ, વેસ્ટ સ્ટ્રીટ, ડરબન, મે ૭, ૧૮૯૭ દુકાળ ફંડ માટે નાણાં ઉઘરાવવા સંબંધી ડરબનના મેયર પર કરવામાં આવેલો આપનો તાર છાપામાં પ્રસિદ્ધ થયો કે તરત જ ડરબનની હિંદી કોમે પોતાની ફરજ ગણીને, ઉઘરાણાની યાદી કરવા માંડી, અને અંગ્રેજી, ગુજરાતી હિંદી તથા તામિલ ભાષામાં પરિપત્રો બહાર પાડયા. પરિપત્રોની નકલ આ સાથે બીડીએ છીએ. પરંતુ જ્યારે ડરબનના મેયર સાહેબે સર્વસામાન્ય ઉઘરાણું શરૂ કર્યું, ત્યારે અમે ઉઘરા- વેલો ફાળો તેમાં મોકલવા ઠરાવ્યું. ફાળો એકઠો કરવાનું કામ નાતાલના બધા ભાગોમાં અને કવિચત નાતાલ બહાર રહેતા ખાસ કાર્યકરોએ કર્યું છે. મેયર પાસે એકત્ર થયેલું કુલ ઉઘરાણું પાઉંડ ૧૫૩૫–૧–૯ છે, જેમાં પાઉંડ ૧૧૯૪ ઉપરાંત રકમ હિંદીઓ તરફથી મળી છે. ૧૦ શિલિંગથી વધારે ભરનારનાં નામની યાદી અમે સાથે બીડીએ છીએ, અને સૂચવીએ છીએ કે હિંદનાં મુખ્ય દૈનિકોમાં એ પ્રસિદ્ધ કરવી જોઈએ. ડરબનના મેયર મારફત મળેલા આભારદર્શક તાર વાસ્તે અમે ઋણી છીએ. અમે અમારી ફરજ કરતાં કંઈ વિશેષ કર્યું નથી એમ અમને લાગે છે. આથી વધારે ન કરી શકયા એનો માત્ર અમને અફસોસ છે. ૧. તુ પા. ૧૩૦-૩૧.. આપના દાદા અબદુલ્લા ઍન્ડ કું, હિંદી કોમ વતી [મૂળ અંગ્રેજી] ગાંધીજીના હસ્તાક્ષરમાં અંગ્રેજી નકલની છબી ઉપરથી: એસ. એન. ૨૩૧૭