પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૪ ગાંધીજીનો અક્ષરદેહ સંબંધો બાંધે છે, જૂના સંબંધો કદાચ વીસરી જાય છે, અહીં જ ઘર માંડે છે. તેને, ખરાખોટાના મારા ખ્યાલ અનુસાર, હવે પાછો મોકલી શકાય નહીં. હિંદીઓ પાસેથી લેવાય તેટલું કામ લીધા પછી તેમને પાછા જવાનો હકમ કરવા કરતાં તો હિંદીઓની નવી ભરતી સદંતર બંધ કરવી એ વધારે સારું છે. પણ દસ વરસ પર જે વસ્તુ–અર્થાત્ જૂજ મહેનતાણું લઈને પાંચ વરસ સુધી વસા હતની સેવા કરવી — હિંદીઓમાં સદ્ગુણ ગણાતી હતી તે આજે એક ગુનો બની ગઈ છે અને જો હિંદની ને ઇંગ્લંડની સરકારો નાતાલના કાયદાપ્રધાન સાથે સંમત થાય તો, તે ગુના માટે તે દેશિનકાલની સજાને પાત્ર થાય. અહીં હું જણાવી દઉં કે ૧૮૯૩માં નાતાલથી જે એકપક્ષીય કમિશન` હિંદની મુલાકાતે આવ્યું હતું તેની વિનંતીથી હિંદ સરકારે ફરજિયાત ગિરમીટનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. પરંતુ અમે નિ:શંકપણે આશા રાખીએ છીએ કે ઇંગ્લેંડ અને હિંદની સરકારો સમક્ષ અમે રજૂ કરેલી અરજીઓમાં જે હકીકતો રજૂ કરી છે તે એ બંને સરકાર પાસે પોતાના અભિપ્રાય બદલાવવા માટે પૂરતી છે. હાલ ગિરમીટ હેઠળ કામ કરતા હિંદીઓને ખાસ લાગુ પડતી બાબતોમાં જોકે અમે કંઈ અવાજ ઉઠાવ્યો નથી, તોપણ એટલું તો જરૂર માની શકાય કે સંસ્થાનની જાગીરો ઉપર એમની દશા ખાસ સુખસગવડવાળી નહીં હોય. સામાન્ય હિંદી વસ્તી તરફ સંસ્થાનનું આ બદલાયેલું વલણ ગિરમીટિયા હિંદીઓના માલિકો ઉપર પણ અસર કરશે એમ અમે માનીએ છીએ. છતાં એક બે બાબતો વિષે અત્રે જાહેર જનતાનું ખાસ ધ્યાન દોરવાનું મને કહેવામાં આવ્યું છે. શ્રી હાજી મહમદ હાજી દાદાની આગેવાની નીચે હિંદીઓની એક સમિતિએ છેક ૧૮૯૧ની સાલમાં એક નિવેદન રજૂ કર્યું હતું, તેમાં પ્રથમ માગણી એ હતી કે વસાહતીઓનો સંરક્ષક અમલદાર તામિલ અને હિંદી ભાષા જાણનાર હોવો જોઈએ, અને શકય હોય તો હિંદી હોવો જોઈએ. એ સ્થિતિમાંથી અમે પાછા હઠયા નથી; ને વચ્ચે જે સમય વીત્યો તેમાં અમારો અભિ- પ્રાય વધારે દૃઢ થયો છે. વર્તમાન સંરક્ષક સજજન છે. પરંતુ તેમનું હિંદની ભાષાઓનું અજ્ઞાન એ એક ગંભીર ખામી છે. અમારો નમ્ર મત છે ક્ષકને સૂચના આપવી જોઈએ કે તમારે ગિરમીટિયા અને તેમના માલિકો વચ્ચે ન્યાય તોળનાર તરીકે વર્તવા કરતાં હિંદીઓના વકીલ તરીકે વર્તવું જોઈએ. એક દૃષ્ટાંત આપીને હું સમજાવું. બાલાસુંદરમ નામે એક હિંદીને ૧૮૯૪માં એના માલિકે એવો માર્યો કે એના બે દાંત લગભગ તૂટી ગયા. તે એનો ઉપલો હોઠ ફાડીને બહાર નીકળ્યા, જેથી એટલું લોહી નીકળ્યું કે એનો લાંબો ફ્રૂટો ભીંજાઈ ગયો. માલિકે હકીકતનો સ્વીકાર તો કર્યો પણ દલીલ કરી કે નોકરે તેને ગુસ્સે થવાનું કારણ આપ્યું હતું. નોકરે આવું કંઈ કારણ આપ્યું હોવાનો ઇન્કાર કર્યો. માર પડયા પછી તે માલિકની નજીકમાં જ સંરક્ષકનું નિવાસસ્થાન હતું ત્યાં ગયો લાગે છે. સંરક્ષકે તેને બીજે દિવસે પોતાની કચેરીમાં આવવા કહેવડાવ્યું. પછી તે માણસ મૅજિસ્ટ્રેટ પાસે ગયો. આખું દૃશ્ય જોઈને મૅજિસ્ટ્રેટને બહુ દયા આવી. તેને ફેંટો કોર્ટમાં મુકાવી, સારવાર માટે તરત જ દવાખાને મોકલવામાં આવ્યો. ત્યાં થોડા દિવસ રાખીને રજા આપવામાં આવી. એણે મારે વિષે સાંભળેલું એટલે એ મારી ઑફિસમાં ૧. ધિ બિન્સ–મેસન કમિશન. ૨. તુ પુસ્તક ૧, પા. ૧૬૫–૭૮.