પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ આપ અમારી સાથે વિનયપૂર્વક વર્ત્યા અને અમને ધીરજથી ને સહાનુભૂતિથી સાંભળ્યા તેને માટે હું મારા તરફથી તેમ જ જે પ્રતિનિધિમંડળને આપે મહેરબાની કરીને મુલાકાત આપી, તેના તરફથી, આપનો ફરીથી આભાર માનું છું. પ્રતિનિધિ મંડળ તરફથી, ૨૪૨ આપનો, ઇત્યાદિ, મો. ક. ગાંધી [મૂળ અંગ્રેજી] કેપટાઉનમાંના હાઈ કમિશનર તરફથી સંસ્થાન મંત્રીને મોકલેલા તા. ૨૫ મે, ૧૮૯૭ના ખરીતા સાથેનું બિડાણ. કૉલોનિયલ ઑફિસનાં કાગળપત્રો: દક્ષિણ આફ્રિકા, સામાન્ય, ૧૮૯૭. ૪૬. આદમજી મિયાંખાનને પત્ર ! રાણી વિકટોરિયાનો હીરક મહોત્સવ તા. ૨૨ જૂન, ૧૮૯૭ના રોજ આવતો હતો. નાતાલ તથા ટ્રાન્સવાલના હિંદીઓએ પોતાની વફાદારી તથા રાજભક્તિ દર્શાવતું માનપત્ર રાણીને મોકલવાનો નિર્ણય કર્યો. નાતાલનું માનપત્ર ચાંદીની ઢાલ પર કોતરેલું હતું અને તે પર એકવીસ સહીઓ હતી. એમાં છેલ્લી સહી ગાંધીજીની હતી. માનપત્રનો મુસદ્દો તેમણે જ ઘડયો હતો. રાણીને મોકલવા વાસ્તે એ નાતાલના ગવર્નરને સુપરત કરવામાં આવ્યું હતું. આદમજી મિયાંખાન પર લખેલા નીચે આપેલા પત્રમાં એ માનપત્ર પર કોતરાવવાના લખાણ બાબત ગાંધીજીની સૂચનાઓ આવે છે. માનપત્રનો મૂળ પાઠ નાતાજ મર્ક્યુરીની એક કાપલી દ્વારા જ પ્રાપ્ય છે, ને તે પા. ૨૪૩ ઉપર છાપ્યો છે. તેવી જ ભાષામાં લખાયેલું માનપત્ર ટ્રાન્સવાલના હિંદીઓએ પણ રાણીને મોકલ્યું હતું. ] ‘પ્રતિ ટ્રાન્સવાલ હોટેલ, પ્રિટોરિયા, મે ૨૧, ૧૮૯૭ રા. રા. આદમજી મિયાંખાન↑, રાણી સરકારના માનપત્રની તજવીજ કરી હશે. માનપત્ર કોતરાઈ કે છપાઈ ન ગયું હોય તો તેના માળામાં નીચે પ્રમાણે લખાવજો. આ તુરત કરવાનું છે. [મૂળ ગુજરાતી] નેક નામદાર વિકટોરિયા, ઈશ્વરકૃપાથી ઇંગ્લંડ તથા આયર્લૅન્ડનાં રાણી, ધર્મપ્રતિપાલક, હિંદનાં સામ્રાજ્ઞી, ૧. ૧૮૯૬ના જૂન માસમાં ગાંધીજી હિંદ આવવા નીકળ્યા ત્યારે આદમજી મિયાંખાને નાતાલ ઇન્ડિયન કોંગ્રેસનું માનદ મંત્રીનું પદ સંભાળ્યું હતું. એ પદે તેએ ૧૮૯૭ના જૂન સુધી ચાલુ રહ્યા હતા.