પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧
રાણી વિકટોરિયાને માનપત્ર

રાણી વિકટોરિયાને માનપત્ર પરમ કૃપાળુ સર્વસત્તાધીશ સમ્રાજ્ઞી અમે . . .” [મૂળ ગુજરાતી] એસ. એન. ૩૬૭૭ [મૂળ અંગ્રેજી] તેની નીચે “ડરબન, મે . . . ૧૮૯૭” એ પ્રમાણે લખવું. મિ. જોસેફ તથા લૉરેન્સ તરફથી બિલકુલ પત્ર નથી તેનું કારણ સમજાતું નથી. મારું ચાલવાનું બુધવારે થવા સંભવ છે. ૨૪૩ ૪૭. રાણી વિકટારિયાને માનપત્ર લિ. મો. ક. ગાંધીના પ્રણામ [મૂળ અંગ્રેજી ધિ નાતાજ મર્ક્યુરી, ૩-૬-૧૮૯૭ [જૂન ૩, ૧૮૯૭ પહેલાં] આપના જવલંત તથા કલ્યાણકારી રાજ્યનું ૬૦મું વર્ષ પૂરું થવાના નજીક આવતા પ્રસંગે અમને થતા હર્ષના ચિહ્નરૂપે, અમને એ વિચારથી ગૌરવ થાય છે જે અમે આપના પ્રજા- જેનો છીએ. વળી વિશેષ ગૌરવ તો એ જાણીને થાય છે કે અમારા એ (પ્રજાજન તરીકેના) સ્થાનને લીધે હિંદમાં અમે સુલેહશાંતિ માણીએ છીએ અને જાનમાલની સલામતી વિષે વિશ્વાસ રાખીને પરદેશ ખેડવાનું સાહસ કરી શકીએ છીએ, અને જયાં સૂર્ય કદી આથમતો નથી એવા આપના વિશાળ સામ્રાજ્યમાં સર્વત્ર, આપની સર્વે પ્રજાઓ જે વફાદારી તથા રાજભક્તિની ભાવનાઓ વ્યક્ત કરી રહી છે તેનો અમે પડઘો જ પાડીએ છીએ. અમારી હાર્દિક ઇચ્છા અને પ્રાર્થના છે કે સર્વશક્તિમાન પ્રભુ આપને અમારા પર રાજ્ય ચલાવવા માટે દીર્ઘકાળ સુધી તંદુરસ્ત અને સશક્ત રાખે. ૧. મિયાંખાન પર પાતે લખેલા પત્રમાં ગાંધીજીએ સૂચવેલું મથાળું વર્તમાનપત્રે માનપત્રના પા છાપતી વેળાએ ઢાડી દીધું હતું. ૨. પ્રાપ્ય કાગળપત્રામાં આ માનપત્ર અર્પણ કરવા માટે ચાક્કસ કઈ તારીખે મેાકલવામાં આવ્યું તેનો ઉલ્લેખ નથી.