પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રતિ શ્રી મંત્રી ધિ નાતાજી મર્ક્યુરી સાહેબ, ૫૦. હિંદી અને હીરક મહેાત્સવ ડરબન, જૂન ૨૪, ૧૮૯૭ ગ્રે સ્ટ્રીટમાં ‘હીરક મહોત્સવં પુસ્તકાલય’ના ઉદ્ઘાટન સંબંધમાં આપના આજના અંકમાં પ્રસિદ્ધ થયેલા હેવાલમાં કેટલીક અચોકસાઈ તેમ જ ભૂલો મારા જેવામાં આવી છે. ‘હીરક મહોત્સવ પુસ્તકાલય'ના ઉદ્ભવ વિષે નિવેદન મેં વાંચ્યું ન હતું, પરંતુ માનદ ગ્રંથપાલ મિ. બ્રાયન ગેબ્રિયલ, જેમણે પુસ્તકાલય ઊભું કરવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો, તેમણે વાંચ્યું હતું. પુસ્તકાલય સમિતિના અધ્યક્ષ રેલવે ઇન્ડિયન સ્કૂલવાળા મિ. જે. એસ. ડન છે. હેવાલ ઉપરથી એમ લાગે કે સરઘસમાં હિંદીઓ ગેરહાજર રહ્યા એ ખેદકારક બાબત માટે મેયરસાહેબે એ કોમને ઠપકાપાત્ર ગણી હતી. એ જાતનું એમણે કશું કહ્યું હોય અગર કહેવાનો ઇરાદો રાખ્યો હોય એમ હું માનતો નથી. આ ચૂક માટે જવાબદાર ગમે તે હોય, હું એટલું જાણું છું કે હિંદી કોમ નથી. [મૂળ અંગ્રેજી] ધ નાતાજી મર્ક્યુરી, ૨૫-૬-૧૮૯૭ આપનો, મો. ક. ગાંધી હીરક મહેાત્સવ પુસ્તકાલય માનદ મંત્રી શ્રી મો. ક. ગાંધીએ સભાને સંબોધતાં કહ્યું કે પ્રાચીન હિંદી રિવાજને અનુસરીને ઉદ્ઘાટનિધિ માટે નામદાર સમ્રાજ્ઞીના કોઈ પ્રતિનિધિને વિનંતી કરવી ઘટે એ કારણે મિ. વૉલરને નિમંત્રણ આપ્યું છે. પુસ્તકાલય ખોલવાનો વિચાર કંઈ નવો નથી. તેની જરૂર હતી, અને ‘નાતાલ હિંદી કેળવણી મંડળે’ એ દરખાસ્ત મૂકી, જે ઉપાડી લેવામાં આવી અને પુસ્ત- કાલય સમિતિ રચવામાં આવી. નામદાર સમ્રાજ્ઞીના હીરક મહોત્સવ ઊજવવાની દરખાસ્તોમાં એક દરખાસ્ત મોટું સરઘસ કાઢવાની હતી, અને [બીજી] દરખાસ્ત નાની સુઘડ ઇસ્પિતાલ ખોલવાની હતી. પણ બંને અમારી શક્તિ બહારની જણાઈ હતી. અમે જેટલી રકમ ઉઘરાવીને ૧. હીરક મહોત્સવ પુસ્તકાલય’ના ઉદ્ઘાટનવિધિ સ્થાનીય મૅજિસ્ટ્રેટ મિ. જે. પી. વૉલરને હસ્તે થયા હતા, અને તે પ્રસંગે અનેક ભાષણ થયાં હતાં. નાતાજ મર્ક્યુરીના હેવાલની ભૂલા સુધારવા ગાંધીજીએ આ પત્ર લખ્યો હતે. હેવાલના પ્રાસંગિક ભાગ આ લેખને અંતે આપ્યા છે.