પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૬
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૪૬ ગાંધીજીનો અક્ષરદેહ એકઠી કરીએ તેટલી બીજી રકમ નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસે દાન તરીકે આપવા વચન આપ્યું હતું. ફાળામાં ૩૦ પાઉંડ થયા એટલે અમે ૬૦ પાઉંડના ફંડથી આરંભ કર્યો છે. વફાદારીના ચિહ્ન તરીકે પુસ્તકાલય રાણીને ગમશે, ને તેની ઉપયોગિતાનું ક્ષેત્ર પણ વિશાળ હશે. ભેટ તરીકે મળેલાં, અંગ્રેજી સાહિત્યની દરેક શાખાને આવરી લેતાં, અંગ્રેજી ભાષાનાં આશરે ૨૦૦ પુસ્તકો પુસ્તકાલયમાં હશે, અને વધારામાં સંસ્થા બધાં મુખ્ય હિંદનાં તથા દક્ષિણ આફ્રિકાનાં વર્તમાનપત્રો લવાજમ ભરી મંગાવશે, પુસ્તકાલય રવિવાર સિવાયના દિવસોએ સવારે સાતથી રાત્રે નવ સુધી ખુલ્લું રહેશે. . . . મિ. વૉલર તથા મિ. પેઈનને તેમની હાજરી માટે હિંદી કોમ તરફથી આભારની લાગણી દર્શાવીને એમણે વક્તવ્ય પૂરું કર્યું. મિ. પેઈને કહ્યું હતું કે આ (પુસ્તકાલય સ્થાપવાની) પ્રવૃત્તિ વિષે જાણીને તથા મને હાજર રહેવા નિમંત્રણ આપ્યું તેથી મને સંતોષ થયો છે. કોમી ભેદો વિષે ઘણુ’ સાંભળવા મળે છે, પણ ડરબનના મેયર તરીકે હું કોઈ ભેદ જાણતો નથી. (હર્ષના પોકારો). મને જેટલું બીજાઓ માટે માન છે તેટલું જ હિંદીઓ માટે છે. પુસ્તકાલયનો ખ્યાલ બહુ સુખદ છે, અને આરંભ કરનારા તથા સહાય કરનારાને શોભારૂપ છે. આ અનોખા અને અજોડ પ્રસંગે આપણી રાણીનું બહુમાન કરવામાં હિંદીઓ એમનો હિસ્સો આપે છે તે જોઈ હું સંતોષ અનુભવું છું. મહોત્સવ દિનના સરઘસમાં હિંદીઓએ લીધેલા ભાગ વિષે મેં ડૉ. બૂથ અને બીજાઓ સાથે વાતચીત કરી હતી, ને તેમણે કશો ભાગ લીધો ન હતો તે જાણીને મને નિરાશા થયા વિના ન રહી. હિંદીઓ ભાગ લે એ બાબત [ટાઉન] કાઉન્સિલના સભ્યોએ સંપૂર્ણ ઇચ્છા તથા આશા દર્શાવી હતી. એટલું કહ્યા બાદ તેમને મળેલા નિમંત્રણ માટે સભાનો આભાર માની મેયર સાહેબે વક્તવ્ય સમાપ્ત કર્યું. . શ્રી મો. ક. ગાંધીએ, પોતે મિ. વૉલર, મિ. પેઈન અને અન્ય યુરોપિયનો પાસે સભામાં હાજર રહેવાનું સ્વીકારાવી શકયા તે બદલ ફરીથી સંતોષ વ્યક્ત કર્યા. ... [મૂળ અંગ્રેજી] fધ નાતાજ મર્ક્યુરી, ૨૪-૬-૧૮૯૭ ૫૧. હિંદીઆનું ‘હીરક મહેાત્સવ પુસ્તકાલય’ પ્રતિ શ્રી મંત્રી ધિનાતાજ મર્ક્યુરી સાહેબ, જૂન ૨૫, ૧૮૯૭ ડરબનવાસી હિંદી કોમના ઘણા સહાનુભૂતિ ધરાવનારાઓએ તથા મિત્રોએ તે કોમના નેતાઓને લખીને ‘હીરક મહોત્સવ પુસ્તકાલય’ના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવા પોતાને નિમંત્રણ ન મળવા બદલ અણગમો દર્શાવ્યો છે. નિયંત્રણો ન મોકલવા માટેની જવાબદારી મારી છે. છતાં મને વિશ્વાસ છે કે નિમંત્રણો કાઢવાનું જે સંજોગોમાં બનેલું તે જોતાં, થયેલી કોઈ પણ ચૂક ક્ષમાપાત્ર ગણાશે. સોમવારે સાંજના પાંચ વાગ્યા પહેલાં નિયંત્રણો કાઢવાનું શકય ન હતું. નામોની યાદી ઉતાવળમાં બનાવવામાં આવી હતી. બધા અગ્રગણ્ય સભ્યોને તે બતાવવાનો