પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૩. મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર પ્રતિ પરમ માનનીય જૉસેફ ચેમ્બરલેન, નેક નામદાર સમ્રાજ્ઞીના સાંસ્થાનિક પોતાના મુખ્ય પ્રધાન, લંડન ડરબન, જુલાઈ ૨, ૧૮૯૭ વિનંતીપત્ર—નીચે સહી કરનાર, નાતાનિવાસી હિંદી કોમના પ્રતિનિધિ, બ્રિટિશ હિંદી પ્રજાજનોનો નમ્રતાપૂર્વક દર્શાવે છે: નાતાલની માનનીય નીચલી ધારાસભા અને માનનીય ઉપલી ધારાસભાએ પસાર કરેલાં, હિંદીઓને લગતાં બિલો, જેમને ગવર્નરની સંમતિ મળવાથી કાયદા તરીકે ગૅઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે, તે બાબત અમે આપના અરજદારો માનપૂર્વક આપની હજૂરમાં આવવાની હિંમત કરીએ છીએ. આ બિલોને જે ક્રમમાં પસાર કરવામાં આવ્યાં તે ક્રમે નીચે મુજબ છે: કૉરૅન્ટીન બિલ, વસાહતીઓના દેશપ્રવેશ પર નિયંત્રણ મૂકનું બિલ, વેપારી પરવાના બિલ, અને સ્વતંત્ર હિંદીઓને અટકાયતપાત્ર થતાં રક્ષણ આપનાર બિલ. આપના અરજદારોએ એમના છેલ્લા વિનંતીપત્રમાં પ્રથમ ત્રણ બિલોનો ઉલ્લેખ કર્યો હતો, અને ત્યારે કહ્યું હતું કે જે આ બિલો નાતાલની ધારાસભાઓમાં પસાર થશે તો અમારે ખાસ તે સંબંધમાં આપ સમક્ષ ફરીથી આવવું પડશે. એમ કરવાની હવે આપના અરજદારોને માથે કમનસીબ ફરજ આવી પડી છે, અને તેઓને પૂરો વિશ્વાસ છે કે આપને આપવી પડતી તસ્દી માટે એમને દરગુજર કરવામાં આવશે, કેમ કે આ બિલોના મૂળમાં રહેલો પ્રશ્ન નાતાલવાસી હિંદી કોમના ખુદ અસ્તિત્વને સ્પર્શે છે. આ બિલો પૈકી છેલ્લાં બે કાયદા તરીકે ગૅઝેટમાં પ્રસિદ્ધ થયાં કે તરત જ આપના અરજદારોએ માનનીય કૉલોનિયલ રોક્રેટરીને લખીને યાચના કરી હતી જે આ વિનંતીપત્ર મળતાં સુધી બિલો નામદાર સમ્રાજ્ઞીની સરકારને મોકલવાનું મુલતવી રાખશો. નામદાર કૉોનિયલ સેક્રેટરી તરફથી ઉત્તર મળ્યો હતો કે બિલો કથારનાં રવાના થઈ ગયાં છે. આ ઉપરથી આપની તરફ નીચેનો નમ્રતાર મોકલવામાં આવ્યો હતો : છેલ્લા વિનંતીપત્રમાં જણાવેલાં હિંદીઓ બાબત બિલો કાયદા તરીકે ગૅઝેટમાં પ્રસિદ્ધ થયાં છે. અમારી નમ્ર વિનંતી : વિચારણા મુલતવી રાખશો. વિનંતીપત્ર તૈયાર કરી રહ્યા છીએ. ૧. જીએ પા. ૧૭૯-૮૧ ૨. ન્નુએ પા. ૨૪૪. ૩. જીએ પા. ૨૪૪.