પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૫૦ ગાંધીજીનો અક્ષરદેહ આવશ્યક છે. ભયંકર રોગોમાંથી આપણે બચવું હોય તો સામાન્ય પગલાંથી કંઈક વધારે કરવું જરૂરી છે. વસાહતીઓ પર પ્રતિબંધ મૂકતા બિલ સામેના વાંધાઓનો જવાબ આપતાં એ જ છાપું પોતાના ૩૦ માર્ચ, ૧૮૯૭ના એક અગ્રલેખમાં કહે છે: આ બિલ (વસાહતીઓ પર પ્રતિબંધ મૂકનું બિલ) સીધુંસાદું ન હોવાથી તે વાંધાપાત્ર છે એવું માનનારા લોકો ભારપૂર્વક જણાવે છે કે એ કાયદો ખાસ કરીને એશિયાઈઓ સામે કરવો જોઈએ, આપણે “લાંબા કાળનું બંધારણીય યુદ્ધ” આદરવું જોઈએ, અને તે દરમિયાન કૉરૅન્ટીનના કાયદાથી આપણું રક્ષણ કરવું જોઈએ. આવો માર્ગ લેવામાં રહેલી અસંગતિ દેખીતી છે. એનો અર્થ તો એ થાય કે આપણે એવા ઉન્નત માનસવાળા છીએ કે વસાહતીઓ પર પ્રતિબંધ મૂકતા બિલ બાબત આપણે અપ્રામાણિક થવું નથી, પણ કૉરૅન્ટીન બિલની જોગવાઈઓનો નીચ લાભ લેવામાં આપણને જરા પણ વાંધો નથી. હિંદી વસાહતીઓ જ્યાંથી આવતા હોય તે જિલ્લાના હજાર માઈલ ફરતો દેશ ભયંકર ચેપી રોગથી દૂષિત છે એમ કહીને નાતાલમાં તેમને ઊતરતા રોકવા એ તેટલે જ અંશે હીન છે, જેટલે અંશે વસાહતીઓ પર પ્રતિબંધ મૂકતા બિલ મુજબ કારવાઈ કરવી એ છે. આમ આડકતરી રીતે કવૉરૅન્ટીન બિલનો ઇરાદો નાતાલમાં હિંદીઓનો પ્રવેશ અટકાવવાનો છે, તેથી આપના અરજદારોને માનપૂર્વક તેની સામે વિરોધ નોંધાવવાનું આવશ્યક જણાય છે. જે નાતાલ આવતા જર્મન વહાણમાંથી બીજા પ્રવાસીઓ વગર મુશ્કેલીએ કિનારે ઊતરી શકે, તો ઝાંઝીબાર ખાતે વહાણ બદલીને તેમાં આવનાર હિંદીને ઊતરતાં શા માટે અટકાવવો જોઈએ? જો કોઈ હિંદી સંસ્થાનમાં પોતાની સાથે ચેપી રોગ લાવી શકતો હોય તો, તેના સંપર્કમાં આવેલા બીજા પ્રવાસીઓ પણ લાવી શકે. વસાહતીઓ પર પ્રતિબંધ મૂકતા બિલમાં, બીજી બાબતો સાથે એક એવી જોગવાઈ છે કે જે કોઈ મનુષ્ય અકિંચન હોય અને સમાજ પર અથવા સરકાર પર બોજો થઈ પડે એવો હોય, તથા આ બિલ સાથે જોડેલા પત્રક તરીકે આપેલા ફૉર્મ મુજબ કૉલોનિયલ સેક્રેટરીને અરજી લખી શકે એમ ન હોય તેને પ્રતિબંધિત વસાહતી ગણવામાં આવશે. આમ જે કોઈ હિંદી ભારતની ભાષાઓ પૈકી કોઈ એકનો પંડિત હોય પણ કોઈ યુરોપીય ભાષા ન જાણતો હોય તો તે નાતાલમાં થોડાક મર્યાદિત સમય માટે પણ ઊતરી શકે નહીં. આવો હિંદી ટ્રાન્સવાલના પરદેશી પ્રદેશમાં તો જઈ શકે, પણ નાતાલની ભૂમિ પર પગ ન મૂકી શકે. ઑરેન્જ ફ્રી સ્ટેટમાં પણ કોઈ હિંદી કશો વિધિ કરવાની અગવડ વેઠયા વિના બે માસ રહી શકે, પણ નાતાલના બ્રિટિશ સંસ્થાનમાં ન રહી શકે. ઉપરનાં બંને સ્વતંત્ર રાજ્યોથી પણ આ તો વધારે આગળ જાય છે. જો કોઈ હિંદી રાજા જગતનો પ્રવાસ કરવા માગતો હોય અને તે નાતાલ આવી પહોંચે તો તે પણ ખાસ પરવાનગી મેળવ્યા વિના કિનારે ન ઊતરી શકે. હિંદી પ્રવાસીઓ લઈને મોરિશિયસ જતાં વહાણ અત્રે થોભે છે, પણ વસાહતી પ્રતિબંધક કાયદો અમલમાં આવ્યા બાદ, વહાણે લંગર નાખ્યું હોય તે દરમિયાન હિંદી પ્રવાસીઓને કિનારે સહેલ કરવા અગર તાજી હવા ખાવા ૧. જુઓ પા. ૨૬૦-૬૩. આ પા. ૨૬૩. ૨.