પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૧
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૫૧ ઊતરવા દેવામાં આવતા નથી. વસાહતી ખાતાના હુકમ અનુસાર તેમના પર સખત દેખરેખ રાખવામાં આવે છે, અને તેમનો સરસામાન ભંડકિયામાં મુકાવી દેવામાં આવે છે, જેથી તેઓ નજર ચુકાવીને કિનારે ઊતરી ન પડે. બીજા શબ્દોમાં કહીએ તો, બ્રિટિશ પ્રજાજનો સાથે, બ્રિટિશ ભૂમિ પર, તેઓ હિંદી છે તે કારણે, લગભગ કેદીની જેમ વર્તવામાં આવે છે, સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું છે કે કોઈ સરકાર આ કાયદા હિંદીઓની જેમ યુરો- પિયનોને લાગુ પાડવાનો સ્વપ્ને પણ ખ્યાલ કરશે નહીં. કલમ ૩ની, પેટાકલમ (F) જે હવે સુધારવામાં આવી છે, તે વિષે ચર્ચા કરતાં બિલના બીજા વાચન વખતે, વડા પ્રધાને નીચે મુજબ કહ્યું હતું : વસાહતીઓ પાસે પચીસ પાઉન્ડ હોવા જોઈએ એ બાબતમાં એ શબ્દો જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારે મને ખ્યાલ પણ નહીં આવેલો કે એ શબ્દો યુરોપિયનોને લાગુ પાડવામાં આવશે. સરકાર એટલી મૂરખ હોય તો તેને એવી રીતે લાગુ પાડી શકે. પરંતુ, તેનો હેતુ એશિયાઈ લોક સાથે કામ લેવાનો છે. કેટલાક લોક કહે છે કે અમને પ્રામાણિક અને સીધો સાદો માર્ગ પસંદ છે. વહાણ જ્યારે સામે પવને આગળ વધતું હોય ત્યારે તેને થોડા વખત માટે દિશા બદલવી પડે છે અને પછી તે ધીરે ધીરે પોતાના ધારેલા સ્થાને પહોંચી જાય છે. જયારે માણસને મુશ્કેલીઓ આવી પડે ત્યારે તે તેમની સાથે લડે છે, અને જો તેમને હઠાવી શકતો નથી તો ઈંટની દીવાલ સામે માથું પટકવાને બદલે ફંટાઈને બાજુએ નીકળી જાય છે. આ બિલ અંગે સીધાસાદાપણાના અભાવ બાબતમાં સંસ્થાનમાં લગભગ દરેક જણનું ધ્યાન ખેંચાયું છે. એ ગેરબ્રિટિશ છે એ કારણે સંસ્થાનની રાજધાની મેરિત્સબર્ગ ખાતે ખેડૂતોના સંમેલનમાં, બિલા વિષે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા મ્યુનિસિપલ સભ્યોને તક આપવા ડરબન ટાઉનહૉલમાં મળેલી સભામાં, અને અન્ય સભાઓમાં તે સામે વિરોધ કરવામાં આવ્યો છે. પાર્લમેન્ટના પણ કેટલાક સભ્યોએ પોતાનો વિરોધ ભારપૂર્વક વ્યક્ત કર્યો હતો. નીચલી ધારા- સભામાં રચાયા વિનાના વિરોધ પક્ષના નેતા મિ. બિન્સે કહ્યું હતું : આવા ગંભીર પ્રશ્નનો માત્ર સ્થાનિક દૃષ્ટિએ વિચાર ન કરવો જોઈએ. બિલ સીધુંસાદું નથી. એ મુદ્દાને સીધું સ્પર્શતું નથી. આજે બપોર બાદ જે વિનંતીપત્ર વાંચવામાં આવ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે એ ગેરબ્રિટિશ છે. આનાથી વધારે બંધબેસતી ટીકા બીજી ન હોઈ શકે. બિલ કોઈને ગમતું નથી. આખા નાતાલમાં એક પણ માણસ એવો નથી, જેને બિલ પસંદ હોય; અને વડા પ્રધાનને તો ખરેખર તે નથી ગમતું. એમને લાગ્યું હશે કે એની જરૂર છે, અને એને જે રૂપ અપાયું છે તે આપવું જોઈએ, પણ એમના ભાષણમાં જો કોઈ એક વાત સ્પષ્ટ હોય તો તે એમને બિલ ગમતું નથી એ છે. નીચલી ધારાસભાના બીજા સભ્ય મિ. મેડને પોતાનો અભિપ્રાય ભારપૂર્વક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, હું માનું છું કે નાતાલના મોટા ભાગના સાંસ્થાનિકો મારી સાથે સહમત છે કે આ બિલ સ્વીકારવા કરતાં એશિયાઈઓની ભરતીના કીચડમાં આળોટવું સારું. બીજા સભ્ય મિ. સાયમન્સે કહ્યું: આપણે હિંદીઓને આપણી વચ્ચેથી ખસેડી શકીએ નહીં, અને બ્રિટિશ રૈયત તરીકે તેમને મળેલા અધિકારો પણ ખેંચી લઈ શકીએ નહીં. પોતાને રાજનીતિજ્ઞ તરીકે