પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૩
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૫૩ એ કાયદાની અવગણના કરી સંસ્થાનમાં પ્રવેશ કરનાર પ્રતિબંધિત વસાહતી શી શી શિક્ષાને પાત્ર છે તે ચોથી કલમથી નક્કી કર્યું છે. અર્થાત્ દેશનકાલ અને/અથવા છ માસની કેદ. સંસ્થાનને તેના પોતાના લાભ માટે દેશપ્રવેશ ઉપર નિયંત્રણો લાદવાનું ગમે તેટલું આવશ્યક ભલે હોય, પરંતુ અમે માનીએ છીએ કે ઘણાખરા લોકો અમારી સાથે સંમત થશે કે દેશમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરવો તે કોઈને માટે ગુનો નથી. વ્યાવહારિક દૃષ્ટિએ પણ નક્કી છે કે જે વર્ગના લોકને આ બિલ લાગુ પડે છે તેઓ, સામાન્ય રીતે જાણતા નહીં હોય કે સંસ્થાનમાં પ્રવેશ કરવાથી તેઓ એના કોઈ કાયદાનો ભંગ કરે છે. દેશના સામાન્ય કાયદાઓ કરતાં આવા કાયદાની સ્થિતિ જુદી છે, કેમ કે જે લોક સંસ્થાનની હકૂમત તળે નથી અને જેમને દેશના કાયદાનો પરિચય મેળવવાની તક નથી તેમને આ કાયદો લાગુ પડે છે. તેથી કોઈ પ્રતિબંધિત વસાહતીઓ કિનારે ન ઊતરે એ જોવાની ફ્રજ, એ કામ માટે નિમાયેલા કર્મચારીઓની છે. એટલે આ સંજોગોમાં અમારું માનવું છે કે દેશનકાલની સજા પૂરતી છે, અને દંડ સંબંધી કલમો રદ કરવી જોઈએ. એવી જ ટીકા ૫મી કલમને લાગુ પડે છે. તેમાં વસાહતીએ જામીનગીરી તરીકે એક સો પાઉન્ડની રકમ અનામત મૂકવાની છે, જે જો વસાહતી “પ્રતિબંધિત વસાહતી’ની કક્ષામાં આવે છે એમ છેવટે સાબિત થાય તો જપ્ત થશે. અનામત જપ્ત કરવામાં અમે કોઈ ન્યાય જોતા નથી. જો તેને પ્રતિબંધિત વસાહતી ગણીને સંસ્થાન છોડી જવાની ફરજ પાડવામાં આવે, તો તેની રકમ તેને પાછી આપવી જોઈએ. વહાણના કપ્તાનો ઉપર ભારે દંડ લાદનાર કલમની ચોક્કસ જ ટીકા થશે. એ કલમથી તો વહાણના કપ્તાનો ઉપર ફરજ આવી પડે છે કે કોઈ બંદરેથી નીકળતાં પહેલાં તેમણે પોતાના એકેએક પ્રવાસીના સંજોગોની તથા સ્થિતિની ઝીણવટપૂર્વક તપાસ કરવી જોઈએ. આ કાયદાના અસરકારક અમલ માટે એ કદાચ જરૂરનું હોય, પરંતુ તેથી કપ્તાનો ભારે મુસીબતમાં મુકાય છે. આ બિલ સંસ્થાનમાં જમીનમાર્ગે તથા દરિયામાર્ગે આવનારાને લાગુ પડે છે. અમારો અભિપ્રાય છે કે જો એ માત્ર દરિયામાર્ગે આવનારાને લાગુ પડાય, તો બહુ ઓછું અળખામણું થાય અને વધારે સહેલાઈથી અમલમાં મૂકી શકાય. જમીનમાર્ગે એશિયાઈઓ મોટા પ્રમાણમાં આવવાનો ભય રાખવાને કંઈ કારણ નથી. અને બાકીના લોકો તો દક્ષિણ આફ્રિકાના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જનારા હશે, જેમને બને તેટલા નિયંત્રણમુક્ત રાખવા જોઈએ; તે ઉપરાંત આદિવાસીઓ હશે, જેમનો ઘણો મોટો ભાગ કેળવણીવિષયક કસોટીઓને લીધે બાકાત થશે અને એથી કદાચ આપણને જોઈતા મજૂરો નહીં મળે. — ત્રિ નાતાજ ઇવર્ટાક્ષર, ૨૪-૨-૯૭. “જો તમે (લોકોના) એક વર્ગને લેવા ન માગતા હો, તો બીજો વર્ગ તમને આપવામાં નહીં આવે,” એમ કહેવું એ શું વધારે વાજબી વલણ અખત્યાર કર્યું ન કહેવાય? આવું વલણ ધારણ કરવાનું અસંભવિત નથી એ હિંદી વર્તમાનપત્રોના સૂર પરથી જણાઈ આવે છે. થોડા દિવસ પર અમે fધ ટાસું ગૅદ ફન્ડિયા પત્રમાંથી એક લેખ છાપ્યો હતો, જે નાતાલને લગભગ એમ જણાવે છે કે ‘બેમાંથી એક પસંદ કરો: કાં તો અબાધિત દેશ- પ્રવેશ, અગર બિલકુલ નહીં.’ એ કદાચ સ્થાનિક દૃષ્ટિ હશે. પણ જો નાતાલ અને હિંદની સ્થિતિ પરસ્પર ઉલટાવવામાં આવે તો આપણે બરાબર એવો જ જવાબ વાળીએ, એમ કહેવામાં અમે બહુ ભૂલ કરતા હોઈએ એવું નથી લાગતું. જો પોતાના લાભ વાસ્તે જ