પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૫૪ ગાંધીજીનો અક્ષરદેહ નાતાલને અમુક વર્ગના હિંદી વસાહતીઓને બાકાત રાખવાની જરૂર જણાય, તો પછી જ્યારે નાતાલ બીજા વર્ગના હિંદી વસાહતીઓને લાવવા ઇચ્છે ત્યારે જો હિંદ સરકાર પોતાના લાભ માટે તેમ કરવા દેવા ના પાડે તો નાતાલ ફરિયાદ ન કરી શકે, આ પ્રકારની દલીલ કરવાનું ગેરવાજબી નથી. —fધ નાતાજી જુડવર્ટાફ્સર, ૫-૪-’૯૭. અમે પૂછીએ છીએ કે કોઈ પણ બ્રિટિશ સંસ્થાને આટલો કઠોર અને વ્યાપક કાયો પસાર કર્યો છે? પ્રગતિ અને મુક્તિના ભક્ત હોવાનો દાવો કરનારું આપણા જેવું સંસ્થાન પોતાની ધારાપોથીમાં એવો કાયદો દાખલ કરવામાં પહેલ કરે તેમાં તેને કાંઈ ગૌરવ નથી. — વિ નાતાજી વાક્ષર, ૨૬-૨-’૯૭. બિલનો હેતુ શ્વેતાં, સિદ્ધાંતની દૃષ્ટિએ એ અપ્રામાણિક અને ઢોંગી છે, એવી દલીલ ઉચિત ગણાય. કેમ કે એનો દેખીતો હેતુ તે એનો સાચો હેતુ નથી. એ સર્વ- સામાન્ય રીતે વસાહતીઓનું નિયંત્રણ કરનાર પગલું હોવાનો દેખાડો કરે છે, પણ સૌ કોઈ જાણે છે કે એનો સાચો ઇરાદો એશિયાઈ લોકનો દેશપ્રવેશ અટકાવી દેવાનો છે. -ધિ નાતાજી ડવર્ટાસર, ૨૬-૨-'૯૭. આપણે જે જોઈતું હોય તે પ્રામાણિક, યોગ્ય અને શંકાથી પર એવો કાયદો કરીને લઈએ, – જે કાયદો અસ્પષ્ટ, અવહેવારુ અને ગેરબ્રિટિશ નિયંત્રણોના બુરખા પાછળ ખરા મુદ્દાઓને છુપાવવાનો પ્રયત્ન ન કરતો હોય. આપણે એમ ન કરી શકીએ ત્યાં સુધી, સરકાર અને સાંસ્થાનિક સુધરાઈઓને સ્થાનિક નિયમનોનો અમલ કરવા માટે પૂરતો અવકાશ છે. એનાથી જે અનિષ્ટની ફરિયાદ કરવામાં આવે છે તેને ઘણું ઓછું કરી શકાશે. — વિ નાતાજ઼ ઇવટfસર, ૧૨-૩-’૯૭. કોઈ સરકાર અને ધારાસભા જે અત્યંત ધૃણાપાત્ર યુક્તિઓ લડાવવામાં સામેલ થઈ શકે તેમાંની જ એક યુક્તિ આ નાતાલ વસાહતી કાયા છે.—ધિ સ્ટાર, ૨૦-૫-'૯૭. હવે પછી ૧૮૯૭નું અધિવેશન અત્યંત વાંધાજનક કાયદાને જન્મ આપનાર તરીકે ઓળખાશે; જે કેટલીક બાબતમાં ટ્રાન્સવાલની ફૉકસરાડે એવા જ હેતુથી ગઈ સાલ પસાર કરેલા કાયદાથી પણ ખરાબ છે. સૌ જાણે છે કે મિ. ચેમ્બરલેને એની સામે વાંધો ઉઠાવ્યો હતો અને ફૉકસરાડે એ તરત જ રદ કર્યો હતો. પણ એટલું ચોક્કસ છે કે જો એ કાયદો નાતાલ માટે સારો હોય તો તે ટ્રાન્સવાલ માટે ભાગ્યે જ ખોટો હોઈ શકે. –ધિ ટ્રાન્સવાજ gવîફ્લર, ૨૨-૫-'૯૭. પણ નાતાલનો નવો કાયદો આ સામાન્ય સિદ્ધાંતનો ભંગ કરનારો છે, એટલું જ નહીં એથી વધારે છે. તે ઉપરાંત, એ કાયદો પસાર કરવા માટે જે દલીલ આગળ કરવામાં આવે છે તે જો સ્વીકારીએ તો એ, અપ્રામાણિક કાયદો છે. એના શબ્દો જોતાં તો તે સૌને લાગુ પડે છે, પણ સરકારે ધારાસભામાં ખુલ્લેખુલ્લું કબૂલ કર્યું છે, કે એ અમુક વર્ગાને જ લાગુ પાડવામાં આવશે. અમુક એક વર્ગને અનુકૂળતા આપનારા કાયદા ધારાપોથી પર લાવવાની આ રીત અત્યંત હાનિકારક છે. આવા વર્ગભેદવાળા કાયદા ઘડવા એ સામાન્ય રીતે ખોટું કે અનિચ્છનીય છે; પરંતુ જ્યારે કોઈ વર્ગભેદવાળો કાયદો એવા રૂપમાં પસાર કરવામાં આવે, જેથી તે સમાજના અમુક વર્ગને માટે જ છે એવું માલૂમ ન પડે ૧. ટ્રાન્સવાલ વિદેશીએ ખાબત કાયદો’—એને આ ઉલ્લેખ છે; જીએ પાદટીપ, પા. પર.