પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૬
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ ચર્ચા એશિયાઈઓને દબાવી દેનાર બિલ તરીકે એની શી અસર હશે એ દૃષ્ટિએ નથી કરતો, પણ જે દૃષ્ટિએ એ સભા સમક્ષ રજૂ થયું છે તે દૃષ્ટિએ કરું છું. યુરોપિયન કે એશિયાટિક, સમાજના સર્વ વર્ગોને આ બિલ આવરી લે છે, અને એમાં ભયંકર સ્વરૂપની જોગવાઈઓનો સમાવેશ થયેલો છે. એક જોગવાઈ એવી છે કે પરવાના કાઢી આપવાનું કામ એક વ્યક્તિ કરશે, અને જે ચાલુ હોય તે પરવાના લઈ લેવાની પણ એ જ વ્યક્તિને સત્તા છે. આ વસ્તુ ગામડાંઓના વિભાગોને લાગુ પડે. નગરોમાં અને મ્યુનિસિપલ કસબાઓમાં એ કેવી રીતે લાગુ પડે? હું ડરબનનો દાખલો આપું. ટાઉન કાઉન્સિલમાં મોટા ભાગના સભ્યો એવા હોય કે જેઓ સમાજના હિતનો વિચાર કરવાને બદલે પહેલાં પોતાના હિતનો વિચાર કરે, અને તે નગરમાં વેપાર કરવાના પરવાના આપવાની ના પણ પાડે. વડા પ્રધાન ભલે એમ કહે કે આ લોક ઉપર જનતાના મતાધિકાર દ્વારા કાબૂ રહે છે, પરંતુ સવાલ એ છે કે એક વ્યક્તિ સામે આખી સંસ્થાનો સવાલ હોય ત્યાં જનતાનો મતાધિકાર કેવી રીતે કામમાં આવવાનો છે? ખુદ વડા પ્રધાનને પણ બિલનું વાજબીપણું સિદ્ધ કરવાનું બહુ મુશ્કેલ લાગ્યું હતું, અને એ પસાર થવું જોઈએ એવી ઉત્સુકતા એમણે બતાવી ન હતી. તેમણે કહ્યું : અમારી માગણી એ છે કે દરેક મ્યુનિસિપાલિટીને હાલ જે સત્તાઓ છે તે ઉપરાંત પરવાના કાઢી આપવાની બાબત પર કાબૂ રાખવાની સત્તા આપવી. અને અમારો હેતુ શો છે તે કહેવામાં સંકોચ રાખવાની જરૂર નથી. હેતુ, યુરોપિયનોને જે પરવાના કઢાવવા પડે છે તે પરવાના યુરોપિયનો સાથે હરીફાઈમાં ઊતરનાર લોકને મળતા અટકાવવાનો છે. બિલનો આશય આ છે, અને જો તે આશય સ્વીકારવામાં આવે તો પછી બીજું વાચન પસાર થશે અને ત્યારે આપણે વિગતોનું કામ હાથ ધરવાનું રહેશે. આ બિલ પસાર કરવામાં આવે તો, પ્રજાની સ્વતંત્રતાનો કંઈક અંશ લઈ લેવાય છે એમ જણાયા વિના રહેતું નથી. કારણ કે વેપારી પરવાનો મેળવવાનો પ્રજાને સ્વાભાવિક રીતે જે હક છે, તે જો આ બિલ પસાર થઈને કાયદો બને તો રહેશે નહીં. પછી તો પરવાના અમલદાર એ હક પ્રજાને આપવાનું યોગ્ય માને તો જ તેને તે હક મળશે. ન્યાયના માર્ગમાં આ બિલ આડે આવે છે કેમ કે જો ન્યાયાલયોને અધિકાર આપવામાં આવે તો બિલના હેતુઓ બર નહીં આવે. ટાઉન કાઉન્સિલ તેને ચૂંટનારાઓને જવાબદાર રહેશે, અને પરવાના મંજૂર કરવાની બાબતમાં ટાઉન કાઉન્સિલના નિર્ણય ઉપર ન્યાયાલયને અપીલ થઈ શકશે નહીં. રાજ્યના કાયદાને પોતાનો સ્વાભાવિક ક્રમ લેવા દેવામાં આ બિલ આડે આવે છે એવો વાંધો ઉઠાવવામાં આવ્યો છે, પણ એ વાંધા મંજૂર રાખવામાં આવે તો આ બિલ પસાર જ શા માટે કરવું? પણ આ બિલ મુજબ તો પરવાના આપવા ન આપવાની સત્તા એકલા અધિકારીઓ પાસે રહેશે. (સાંભળો, સાંભળો.) આ બિલ મુજબ અદાલતોને વેપારી પરવાના સંબંધે કશી સત્તા રહેશે નહીં, એ હકીકત પર હું માનું છું કે, ભાર મૂકવો જોઈએ. એ સત્તાનો ઉપયોગ પરવાના અધિકારીઓ કરશે. જો આ સભા ધારતી હોય કે બિલનું બીજું વાચન પસાર કરવું જોઈએ, તો વિગતો વિષે વિચાર કમિટીમાં થશે. બિલ હું સભા સમક્ષ રજૂ કરું છું અને જણાવવા ઇચ્છું છું કે તેનો મુખ્ય ઉદ્દેશ વસાહતી બિલ અનુસાર જેમની જોડે કામ પાડવાનું છે તેમને અસર પહોંચાડવાનો છે. વહાણો- વાળાને જો ખબર પડે કે એ લોકને કિનારે નહીં ઉતારી શકાય તો તેઓ તેમને અહીં ૫૬