પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૯
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૫૯ અંતમાં, આપના અરજદારોની પ્રાર્થના છે જે, કોઈ પણ કાયદો જાહેર થયા બાદ બે વરસની અંદર તે નામંજૂર કરવાની સત્તા બંધારણ કાયદા દ્વારા તાજ માટે અનામત રાખેલી છે તે સત્તા અનુસાર, ઉપર જણાવેલાં બિલો નામંજૂર કરવામાં આવે; અગર તો, આ બિલ અગર તેનો કોઈ ભાગ નામંજૂર કરવાની ના પાડતા પહેલાં, સમ્રાજ્ઞીની સરકાર તરફથી ઉપર દર્શાવેલા પ્રકારની તપાસ કરવાનો હુકમ આપવામાં આવે; હિંદ બહાર હિંદીઓના દરજ્જા બાબત નિશ્ચિત સ્વરૂપની જાહેરાત કરવામાં આવે; તથા જો ઉપરના કાયદા નામંજૂર કરવાનું સંભવિત ન ગણવામાં આવે તો ગિરમીટિયા હિંદીઓને નાતાલ મોકલવાનું બંધ કરવામાં આવે; અગર તો નામદાર સમ્રાજ્ઞીની સરકારને બીજી જે કંઈ રાહત યોગ્ય લાગે તે આપવામાં આવે. અને આ ન્યાય તથા દયાના કાર્ય માટે આપના અરજદારો, પોતાની ફરજ સમજીને, હંમેશ પ્રાર્થના કરશે, ઇત્યાદિ, ઇત્યાદિ. નં. ૧, ૧૮૯૭ પરિશિષ્ટ ૧ (સહી) અબદુલ કરીમ હાજી આદમ તથા બીજા કાયદો “કવૉરૅન્ટીનને લગતા કાયદા સુધારવા માટે” નેક નામદાર સમ્રાસી, નાતાલની રાજસભા તથા ધારાસભાની સલાહ અને સંમતિ અનુ- સાર નીચેનો કાયદો કરે છે: ૧. જ્યારે જ્યારે, ૧૮૮૨ના કાયદા નં. ૪ હેઠળ, કોઈ સ્થળને રોગગ્રસ્ત તરીકે જાહેર કરવામાં આવ્યું હોય ત્યારે, ગવર્નર-ઈન-કાઉન્સિલ ખાસ જાહેરનામા દ્વારા હુકમ કરી શકશે કે આવા સ્થળેથી આવનાર કોઈ પણ વહાણ પરથી કોઈ પણ વ્યક્તિને કિનારે ઉતારી શકાશે નહીં. ૨. આવો કોઈ પણ હુકમ જે વહાણો પર રોગગ્રસ્ત સ્થળેથી આવેલા ઉતારુઓ હશે તેને લાગુ પડશે… ભલે પછી તે ઉતારુઓ બીજે સ્થળેથી વહાણ પર ચડયા હોય અગર વહાણે જાહેર કરવામાં આવેલા સ્થળે બંદર કર્યું ન હોય. ૩. ઉપર જણાવ્યા પ્રમાણેનો કોઈ પણ હુકમ, જ્યાં સુધી બીજું જાહેરનામું બહાર પાડીને પાછો ખેંચવામાં ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે. ૪: આ કાયદાનો ભંગ કરીને જે કોઈ વ્યક્તિ કિનારે ઊતરશે તેને, જો શકય હશે તો તરત જ, જે વહાણમાં તે નાતાલ આવી હશે તે જ વહાણમાં પાછી મોકલવામાં આવશે અને આવા વહાણનો કપ્તાન આવી વ્યક્તિઓને વહાણ પર પાછી લેવા તથા વહાણમાલિકોને ખર્ચે સંસ્થાનમાંથી લઈ જવા બંધાયેલો ગણાશે. ૫. આ કાયદાનો ભંગ કરીને જે કોઈ વહાણ પરથી જે કોઈ વ્યક્તિને કિનારે ઉતારવામાં આવશે તે વહાણના કપ્તાન તથા માલિકો આ રીતે ઉતારવામાં આવેલી દરેક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા એકસો પાઉંડના દંડની શિક્ષાને પાત્ર થશે, તથા આવો કોઈ પણ દંડ સુપ્રિમ કોર્ટનો હુકમ મેળવીને વહાણ પાસેથી વસૂલ કરી શકાશે. અને જ્યાં સુધી દંડની રકમ ભરવામાં ન આવે તથા વહાણના કપ્તાન તરફથી જ્યાં સુધી જે કોઈ