પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૬ ગાંધીજીનો અક્ષરદેહ ભલા પરગજુ માણસ વિહોણું નથી. એક વેસ્લિયન પંથના ધર્મોપદેશક સૉલિસિટરે પરોપકાર- બુદ્ધિથી એ માણસની નોકરી સ્વીકારી, અને એ રીતે આ દુ:ખદ નાટકનો છેલ્લો અંક સમાપ્ત થયો. સંરક્ષકે આ કામમાં જે રીત અખત્યાર કરી તે પર ટીકા કરવાની જરૂર નથી. ગિરમીટિયા ઓને માટે ન્યાય મેળવવાનું કેટલું મુશ્કેલ છે તેનો આ દાખલો એક નમૂનો છે. અમે અરજ કરીએ છીએ કે રાંરક્ષક ગમે તે હોય, પણ જેમ ન્યાયાધીશો, વકીલો, સૉલિ- સિટરો વગેરેની ફરજો સ્પષ્ટ રીતે નક્કી કરેલી હોય છે તેમ તેની પણ હોવી જોઈએ. પ્રલોભનો ટાળવા માટે, સંરક્ષક અમુક કાર્યો કરવા ઇચ્છતો હોય છતાં, તે કામો કરવાનો તેને અધિકાર ન હોવો જોઈએ. પોતાની આગળ જેનું કામ ચાલતું હોય એવા ગુનેગારનો કોઈ ન્યાયાધીશ મહેમાન થાય એનો જરા ખ્યાલ તો કરો. છતાં, જ્યારે ગિરમીટિયાઓની સ્થિતિની તપાસ કરવા તથા ફરિયાદો સાંભળવા માટે સંરક્ષક જાગીર (ઍસ્ટેટ) પર જાય છે ત્યારે માલિકનો મહેમાન બની શકે છે અને ઘણી વાર બને પણ છે. અમે નમ્રતાપૂર્વક કહીએ કે ભલે સંરક્ષક ગમે તેવો ઉદાત્ત મનનો હોય, પણ આવું વર્તન સિદ્ધાંત તરીકે ખોટું છે. વસાહતીઓના સર્જન સુપરિન્ટેન્ડેન્ટ એક વાર કહેલું તેમ, નાનામાં નાનો ગિરમીટિયો સંરક્ષકને સહેલાઈથી મળી શકે એવું હોવું જોઈએ પણ મોટામાં મોટા માલિક સંરક્ષક પાસે પહોંચી નહીં શકવો જોઈએ. એ નાતાલનો વતની ન હોવો જોઈએ. વળી, ગિરમીટિયા હિંદીઓ માટે વધારે સખત કાયદા પસાર કરવામાં હિંદ સરકારની સંમતિ મેળવવાના હેતુથી જે મિશન નીમવામાં આવ્યું હોય તેમાં સંરક્ષકને સભ્ય તરીકે નીમવો એ વિચિત્ર લાગે છે. જ્યાં સંરક્ષકને આવી પરસ્પર વિરહ ફરજ બજાવવાની હોય ત્યાં ગિરમીટિયાઓનું રક્ષણ કોણ કરે? ગિરમીટિયા માટે પોતાની ગિરમીટ બદલાવવાનું સરળ હોવું જોઈએ. પોતાના માલિકને ત્યાં જવાની ના પાડવા માટે કેટલાક હિંદીઓ વરસોથી જેલમાં છે. તેઓ કહે છે કે અમારી ફરિયાદો એવી છે, જે અમે વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયેલા હોઈ, સાબિત કરી શકતા નથી. એક મૅજિસ્ટ્રેટ આવા કામથી એવા કંટાળી ગયા હતા કે, મારે આવા કેસ ન ચલાવવા પડે તો સારું એમ બોલેલા. નાતાજી મર્ક્યુરી તા. ૧૩ જૂન, ૧૮૯૫ના અંકમાં આવા એક કેસ વિષે નીચે પ્રમાણે વિવેચન કરે છે: જ્યારે કોઈ માણસ, કુલી ગિરમીટિયો પણ, જે માલિક જોડે કરારથી બંધાર્યા છે તેને ત્યાં કામ કરવા કરતાં જેલ જવાનું પસંદ કરે છે ત્યારે સ્વાભાવિક અનુમાન એ જ નીકળે કે કથાંક કંઈક વાંકું છે, શનિવારે મિ. ડિલોન સમક્ષ ત્રણ કુલી રજૂ કરવામાં આવ્યા હતા, બધા ઉપર કામ કરવાની ના પાડવાનો એક જ આરોપ હતો; ને બધાએ એક જ કારણ આપ્યું કે માલિક અમારી સાથે નિર્દયપણે વર્તે છે. ત્યારે મિ. ડિલોને જે વચન ઉચ્ચાર્યાં તેથી અમને નવાઈ લાગતી નથી. અલબત્ત, એ સંભવિત છે કે આ ત્રણ કુલીઓને બગીચા પર કામ કરવા કરતાં જેલનું કામ પસંદ હોય. બીજી બાજ, એવો પણ સંભવ છે કે પોતા તરફના વર્તન બાબત આ કુલીઓને ફરિયાદનું કંઈ કારણ હોય; આ બાબત એવી છે જેની તપાસ થવી જોઈએ, અને કંઈ નહીં તો આ પ્રમાણે ફરિયાદ કરનાર આ માણસોની બીજા માલિકને ત્યાં બદલી કરવી જોઈએ અને તેઓ ફરીથી કામ કરવા ના પાડે તો તરત જ જાણી શકાશે કે એમને કામ કરવું જ નથી. જો કોઈ કુલી સાથે નિર્દય વર્તન રાખવામાં આવે તો એ મૅજિસ્ટ્રેટ પાસે ફરિયાદ કરી શકે છે, એમ ભલે કહેવાય. પણ આવા કેસ સાબિત કરવાનું કોઈ પણ કુલી માટે સહેલું