પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૬૦ ગાંધીજીનો અક્ષરદેહ વ્યક્તિ આ રીતે કિનારે ઊતરેલ હોય તેને સંસ્થાનમાંથી બહાર લઈ જવાની જોગવાઈ ન કરવામાં આવે ત્યાં સુધી વહાણને રવાના થવાની અનુમતિ આપવાની ના પાડી શકાશે. ૬. આ કાયદો ૧૮૫૮નો કાયદો નં. ૩ તથા ૧૮૮૨નો કાયદો નં. ૪ સાથે મળીને એક કાયદો ગણાશે. નં. ૧, ૧૮૯૭ પરિશિષ્ટ ૨ વૉલ્ટર હેલી હચિન્સન ગવર્નર કાયદો “વસાહતીઓ ઉપર અમુક નિયંત્રણો મૂકવા બાબત” વસાહતીઓ ઉપર અમુક નિયંત્રણો મૂકવાનું ઇચ્છનીય છે, તેથી : નેક નામદાર સમ્રાજ્ઞી, નાતાલની રાજસભા તથા ધારાસભાની સલાહ અને સંમતિ અનુ સારુ નીચેનો કાયદો કરે છે: ૧. આ કાયદો “વસાહતી પ્રતિબંધક કાયદો, ૧૮૯૭” એ નામે ઓળખાશે. ૨. આ કાયદો નીચે જણાવેલાઓને લાગુ પડશે નહીં; (૧) આ કાયદા સાથે જોડેલા પત્રક માં દર્શાવેલા ફૉર્મમાં, કૉલોનિયલ સેક્ર ટરીની અથવા નાતાલના એજન્ટ-જનરલની અથવા નાતાલમાં કે નાતાલ બહાર આ કાયદાના હેતુઓ માટે નાતાલ સરકારે નીમેલા અમલદારની સહીવાળું પ્રમાણપત્ર ધરાવનાર હરકોઈ વ્યક્તિને. (F) જે વર્ગના લોકોને નાતાલમાં આવીને વસવાની કાયદાથી અથવા નાતાલ સરકારે મંજૂર કરેલી કોઈ યોજના દ્વારા જોગવાઈ કરેલી હોય તે વર્ગના ઇસમને. (T) કૉલોનિયલ સેક્રેટરીની સહીથી લખેલ આજ્ઞા દ્વારા આ કાયદાના અમલમાંથી જેને ખાસ મુક્તિ આપવામાં આવી હોય તેવી વ્યક્તિને. (૧) નામદાર સમ્રાજ્ઞીના ભૂમિદળ તથા નૌકાદળને. (૩) કોઈ પણ સરકારના યુદ્ધજહાજના અમલદારો તથા ખલાસીઓને. (૪) સામ્રાજ્ય અગર બીજી કોઈ સરકાર દ્વારા કે તેની સત્તા હેઠળ યોગ્ય રીતે નાતાલમાં નિયુક્ત કરેલ હરકોઈ વ્યક્તિને. ૩. ભૂમિ અગર સમુદ્ર દ્વારા નાતાલમાં આવીને વસવા માટે, નીચે પેટાકલમોમાં નિર્મીત કરેલા કોઈ પણ વર્ગોની કોઈ પણ વ્યક્તિ જેનો ‘પ્રતિબંધિત વસાહતી’ નામથી ઉલ્લેખ હવે પછી, કરવામાં આવશે તેને – મના કરવામાં આવે છે, એટલે કે: (૧) હરકોઈ માણસ, જેને આ કાયદા હેઠળ નિમાયેલા અમલદાર તરફથી જણાવવા- માં આવે ત્યારે આ કાયદાના પત્રક માં દર્શાવેલા ફૉર્મમાં કૉોનિયલ સેક્રેટરીને યુરોપની કોઈ ભાષાની લિપિમાં અરજી લખીને ન આપી શકે તથા સહી ન કરી શકે. (૬) કોઈ પણ માણસ જે અકિંચન હોય, અગર જાહેર પ્રજા કે સરકાર પર ભારરૂપ થાય એમ હોય તે