પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૧
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર (૪) કોઈ પણ ગાંડો અગર પાગલ માણસ. (૬) ધૃણાજનક અગર ભયંકર ચેપી રોગથી પીડાતો કોઈ પણ માણસ. (૬) કોઈ પણ વ્યક્તિ જેને છેલ્લાં બે વરસ દરમ્યાન મહા અપરાધ માટે અથવા નૈતિક ગુના માટે સજા થઈ હોય, અને જેને માફી આપીને દોષમુક્ત કરવામાં ન આવ્યો હોય, અને જેનો ગુનો કેવળ રાજકીય ન હોય તે. ૨૬૧ (૪) કોઈ પણ વેશ્યા, અને બીજાઓની વેશ્યાવૃત્તિ ઉપર ગુજારો કરનાર. ૪. કોઈ પણ પ્રતિબંધિત વસાહતી જે, આ કાયદાની કલમોની અવગણના કરીને, નાતા- લમાં દાખલ થતો અથવા દાખલ થયેલો મળી આવશે તેણે આ કાયદાનો ભંગ કર્યો ગણાશે ને તે બીજી કોઈ શિક્ષા ઉપરાંત નાતાલ સંસ્થાનમાંથી દેશનિકાલને પાત્ર થશે, અને તેનો ગુનો સાબિત થતાં, તેને છ માસથી વધારે નહીં તેવી મુદતની સાદી કેદની શિક્ષા થઈ શકશે: શરત એટલી કે ગુનેગારને દેશિનકાલ કરવાના હેતુ માટે, અગર ગુનેગાર પોતે એક માસની અંદર સંસ્થાન છોડી જશે એ બાબત દરેક પચાસ પચાસ પાઉંડના, બે જામીન લાવી આપશે તો, આવી કેદ રદ કરવામાં આવશે. ૫. આ કાયદાની કલમ ૩ના અર્થમાં પ્રતિબંધિત વસાહતી લાગતો હોય અને ઉપરોક્ત કલમ ૩ની પેટાકલમ (૪), (૬), (૨), (૪)માં ન આવતો હોય તેવા કોઈ પણ મનુષ્યને નાતાલમાં, નીચેની શરતો અનુસાર પ્રવેશ કરવા દેવામાં આવશે: (7) ઊતરતા પહેલાં, તેણે આ કાયદા હેઠળ નિમાયેલા અમલદાર પાસે ૧૦૦ પાઉંડની રકમ અનામત મૂકવી પડશે. (૬) જો આવો માણસ, નાતાલ પ્રવેશ કર્યા પછી એક અઠવાડિયાની અંદર કૉલો- નિયલ સેક્રેટરી અગર કોઈ મૅજિસ્ટ્રેટ પાસેથી એવી મતલબનું સર્ટિફિકેટ મેળવી લે કે પોતે આ કાયદા મુજબના પ્રતિબંધિત વર્ગમાં આવતો નથી તો તેની ૧૦૦ પાઉંડની અનામત પરત કરવામાં આવશે. (T) જો આવો માણસ એક અઠવાડિયાની અંદર આવું સર્ટિફિકેટ મેળવી ન શકે તો તેની ૧૦૦ પાઉંડની અનામત જપ્ત કરી શકાશે અને તેને પ્રતિબંધિત વસાહતી તરીકે ગણી શકાશે : શરત એટલી કે આ કલમ હેઠળ નાતાલમાં પ્રવેશ કરનાર કોઈ પણ માણસ નાતાલના કોઈ પણ બંદરે જે વહાણમાં આવ્યો હોય તે વહાણને અથવા વહાણના માલિકોને માથે કશી જવાબદારી રહેશે નહીં. ૬. આ કાયદા હેઠળ નિમાયેલા અમલદારને જે કોઈ મનુષ્ય ખાતરી કરાવી શકશે કે પોતે પહેલાં નાતાલમાં રહેતો હતો અને આ કાયદાની કલમ ૩ની પેટાકલમ (T), (૬), (૬), (છ)ના અર્થની મર્યાદામાં આવતો નથી, તે મનુષ્ય પ્રતિબંધિત વસાહતી ગણાશે નહીં. ૭. પોતે પ્રતિબંધિત વસાહતી ન હોય તેવા મનુષ્યની પત્ની તથા સગીર બાળક આ કાયદાથી આવતા પ્રતિબંધથી મુક્ત ગણાશે. ૮. જે કોઈ વહાણમાંથી કોઈ પ્રતિબંધિત વસાહતી ઉતારવામાં આવશે તેના કપ્તાન તથા માલિકો સંયુક્ત તેમ જ વ્યક્તિગત રીતે ઓછામાં ઓછા ૧૦૦ પાઉંડ સ્ટર્લિંગના દંડને પાત્ર થશે, અને આવા દંડ પહેલા પાંચ વસાહતી પછી દરેક પાંચ પાંચ દીઠ ૧૦૦-૧૦૦ પાઉંડ પ્રમાણે ૫,૦૦૦ પાઉંડ સુધી વધારી શકાશે, તથા આવો દંડ સુપ્રિમ કોર્ટનો હુકમ મેળવીને