પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૪
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ ૨. આ કાયદાને માટે “છૂટક વેપારીઓ” અને “છૂટક પરવાના”એ શબ્દો દરેક પ્રકારના, ફેરિયાઓ અને ફેરિયાઓના પરવાના સુધ્ધાં છૂટક વેપારીઓ અને છૂટક પરવાનાઓને લાગુ પડશે. પરંતુ તેમાં ૧૮૯૬ના કાયદા નં. ૩૮ હેઠળ આપવામાં આવેલા પરવાનાનો સમાવેશ નહીં થાય. ૩. હરેક ટાઉન કાઉન્સિલ અથવા ટાઉન બોર્ડ એક અમલદારને વખતોવખત નીમી શકશે. એ અધિકારી નગરમાં અગર ગામના જથાબંધ અગર છૂટક વેપાર કરનારાઓને માટે આવશ્યક (૧૮૯૬ના કાયદા નં. ૩૮ હેઠળ ન હોય તેવા) વાર્ષિક પરવાના આપશે. ૪, ૧૯૮૪ના કાયદા નં. ૩૮ હેઠળ, અથવા સ્ટૅમ્પ ઍકટ જેવા કાયદા હેઠળ, અથવા આ કાયદા હેઠળ જથાબંધ અથવા છૂટક વેપારીઓને પરવાના કાઢી આપવા નિમાયેલ હરકોઈ જણને આ કાયદાના અર્થમાં “પરવાના અમલદાર” ગણવામાં આવશે. ૫. પરવાના અમલદારને ૧૮૯૬ના કાયદા નં. ૩૮ હેઠળ આપવામાં આવતા પરવાના સિવાયના જથાબંધ કે છૂટક વેપારી પરવાના આપવા અગર ન આપવાની મુનસફી રહેશે અને પરવાના અમલદારે પરવાના કાઢી આપવા કે ન કાઢી આપવા બાબત લીધેલો નિર્ણય કોઈ પણ અદાલતમાં પુનરવલોકનને, ઉલટાવવાને કે ફેરફારને પાત્ર થઈ શકશે નહીં. પરંતુ આ પછી તરત આવતી કલમમાં આપેલો અપવાદ રહેશે. ૨૬૪ ૬. જો પરવાનો નગર અગર કસબા માટે માગેલો હોય તો અરજદારને અગર તે બાબ- તમાં હિત ધરાવનાર હરકોઈ જણને પરવાના અમલદારના નિર્ણય ઉપર નગર કાઉન્સિલ અગર નગર બોર્ડની સમક્ષ અપીલ કરવાનો હક રહેશે; જો પરવાનો નગર કે કસબા સિવાય બીજા કોઈ સ્થાન માટે માગેલો હોય તો ૧૮૯૬ના દારૂના કાયદા હેઠળ રચાયેલા જે તે વિભાગના પરવાના બોર્ડ સમક્ષ અપીલ લઈ જવાનો હક રહેશે; અને ટાઉન કાઉન્સિલ, ટાઉન બોર્ડ અગર પરવાના બોર્ડ, પરવાનો આપવાનો કે નામંજૂર કરવાનો હુકમ આપી શકશે. ૭. પોતે જે વેપારધંધો કરવા ઇચ્છતો હોય તેને માટે જરૂરી હિસાબી ચોપડા અંગ્રેજી ભાષા- માં રાખવાની બાબતમાં ૧૮૮૭ના નાદારીના કાયદા નં. ૪૭, કલમ ૧૮૦, ઉપખંડ (૧)માં જણાવેલી શરતો પાળવા માટે પોતે શક્તિમાન છે એવી ખાતરી ટાઉન કાઉન્સિલ, ટાઉન બોર્ડ અથવા પરવાના બોર્ડના પરવાના અમલદારને નહીં આપી શકે તેને કોઈ પરવાનો આપવામાં નહીં આવે. ૮. જે વેપારધંધો કરવાનો હોય તેને લાયકનું મકાન નહીં હોય, અગર તે મકાનમાં યોગ્ય અને પૂરતી આરોગ્યકારક જોગવાઈઓ નહીં હોય, અગર, જો તે મકાન રહેવાના અને માલ ભરવાના બંને ઉપયોગમાં આવતું હોય તો માલસામાન રાખવાના કોઠારો કે ઓરડાઓથી અલગ, ગુમાસ્તા કારકુનો તથા નોકરો માટે રહેવાની પૂરતી અને યોગ્ય વ્યવસ્થા નહીં હોય ત્યાં વેપાર- ધંધા માટે પરવાનો આપવામાં આવશે નહીં. ૯. જે વ્યક્તિ વગર પરવાને જથાબંધ કે છૂટક વેપાર કરશે અથવા જે પરવાનાવાળા મકાનને પરવાનો ન આપવા લાયક સ્થિતિમાં રાખશે તેણે આ કાયદાનો ભંગ કર્યા ગણાશે અને તે દરેક ગુના માટે ૨૦ પાઉંડ સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે, જે દંડ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં ‘કલાર્ક ઑફ ધિ પીસ' વસૂલ કરી શકશે; અને જો કાયદાનો ભંગ નગર કે કસબામાં થયો હોય તો ટાઉન કાઉન્સિલ કે ટાઉનબોર્ડે નીમેલો અમલદાર (મૅજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા) વસૂલ કરી શકશે. ૧૦. કોઈ પણ નગર અથવા કસબામાં કોઈ પણ વેપાર કે મકાનને લગતો દંડ પૂર્વોક્ત કલમ મુજબ વસૂલ કરવામાં આવ્યો હોય તે બધો તે નગર કે કસબાની તિજોરીમાં જમા કરાવ- વામાં આવશે.