પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૪. હિંદ તથા ઇંગ્લંડના લાકસેવકાને ૫૩એ, ફિલ્ડ સ્ટ્રીટ, ડરબન, (નાતાલ), જુલાઈ ૧૦, ૧૮૯૭ સાહેબ, નાતાલ પાર્લમેન્ટની છેલ્લી બેઠકમાં પસાર થયેલાં હિંદી-વિરોધી બિલો બાબત મિ. ચેમ્બર- લેનને હિંદીઓએ મોકલેલા વિનંતીપત્રની નકલ આપને મોકલી છે તે તરફ આપનું ધ્યાન દોર- વાની રજા લઉં છું. બિલોને ગવર્નરની સંમતિ મળી છે અને તે કાયદા તરીકે અમલમાં છે. સાંસ્થા- નિકધારાસભાઓના કોઈ પણ કાયદાઓને તે પસાર થયા બાદ બે વરસની અંદર નામંજૂર કરવાની તાજને સત્તા છે, અને એ જોગવાઈના જોરે અરજદારો મિ. ચેમ્બરલેનની દરમિયાન- ગિરી માટે વિશ્વાસ રાખે છે. મારો નમ્ર અભિપ્રાય છે કે, આ બિલોને વખોડી કાઢવા માટે તેને વાંચવાં એટલું જ પૂરતું છે, તેના ઉપર ટીકા કરવી નકામી જણાય છે. નાતાલમાં હિંદીઓ પર જે નિયંત્રણો લાદવાનું ચાલી રહ્યું છે તેની સામે સબળ લોકમત નહીં હોય તો હવે અહીં અમારા દહાડા ગણાઈ ગયા સમજો. હિંદીઓને ઇરાદાપૂર્વક અપાતા અન્યાયી ત્રાસ બાબતમાં નાતાલ બંને પ્રજાસત્તાક રાજ્યોને ટપી જાય છે, અને નાતાલ જ એક એવું છે જેને હિંદીઓ વિના બિલકુલ ચાલી શકે એમ નથી. તેને ગિરમીટ કરાર હેઠળ હિંદીઓ જોઈએ છે. મુક્ત મનુષ્યો તરીકે એને હિંદીઓ રાખવા જ નથી. ઇંગ્લેન્ડની અને હિંદની સરકારો શું . આ અન્યાયી યોજના નહીં અટકાવે? શું તેઓ ગિરમીટિયા મજૂરોને નાતાલ મોકલવાનું બંધ નહીં કરે? અમારે આપને કેવળ એટલી વિનંતી કરવાની કે આપ અમારે માટે આપના પ્રયત્નો બેવડાવો. અમે હજી પણ ન્યાય મેળવવાની આશા રાખીશું. આપનો આજ્ઞાંકિત સેવક, મો. ક. ગાંધી [મૂળ અંગ્રેજી] ગાંધીજીની સહીવાળી દફતરનકલની છબી પરથી. એસ. એન. ૨૪૪૮ ૧. જીઆ પા. ૨૪૮. ર. ટ્રાન્સવાલ અને રેન્જ ફ્રી સ્ટેટનાં ખાઅર ગણતંત્ર રાજ્યે; ત્યાંના ભેદભાવમૂલક કાયદાઓની વિગતે માટે તુએ પા. ૨૦-૨૩ અને પા. ૪૫–૪૯,