પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિલિયમ કાલે, અસ્કવાયર (ટાઉન કલાર્ક) ડરબન સાહેબ, ૫૫. ટાઉન ક્લાર્કને પત્ર ૫૩એ, ફિલ્ડ સ્ટ્રીટ, ડરબન સપ્ટેમ્બર ૩, ૧૮૯૭ મિ. વી. લૉરેન્સ નામે મારી ઑફિસમાં કારકુન છે. તેમને ઘણી વાર સાંજે સભાઓમાં હાજરી આપવા અગર તામિલ ભાષા શીખવવા બહાર જવું પડે છે, અને તે કામ રાત્રે નવ વાગ્યા પહેલાં પૂરું થતું નથી. બે કે ત્રણ વાર અને પોલીસે રોકેલા અને પાસ બતાવવા કહેલું. મેં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના ધ્યાન પર આ વાત આણી ત્યારે એમણે મને સલાહ આપી કે અગવડમાંથી બચવા માટે મારે મિ. લૉરેન્સ વાસ્તે મેયરનો પાસ મેળવવા અરજી કરવી જોઈએ. મારા અભિપ્રાય મુજબ મિ. લૉરેન્સને વિભાગ પીનો પેટાકાયદો નં. ૧૦૬ લાગુ નથી પડતો તેથી એ પગલું લેવાની મારી મરજી ન હતી. પરંતુ ત્રણ દિવસ ઉપર મિ. લૉરેન્સ પાસે ફરીથી પાસ માગવામાં આવ્યો, જોકે પોતે કયાં ગયા હતા તે તેમણે સમજાવ્યું એટલે તેમને જવા દેવામાં આવ્યા હતા. જોકે મારો અભિપ્રાય હજી પણ કાયમ છે કે પ્રસ્તુત કાયદો મિ. લૉરેન્સને લાગુ પડતો નથી, છતાં મને લાગે છે કે અગવડથી બચવા માટે મિ. લૉરેન્સને પાસની જરૂર છે. આથી હું તેમને માટે આવા પાસ વાસ્તે વિનંતી કરું છું. આપનો આજ્ઞાંકિત સેવક, મો. ક. ગાંધી [મૂળ અંગ્રેજી] ડરબન ટાઉન કાઉન્સિલના કાગળપત્રો : ગ્રંથ ૧૩૪, નં. ૨૩૪૪૬. ૧. સરકારી દફતરમાં મળતા મૂળ પત્રના હાંસિયામાં શેર છે; ભલામણ કરું છું’— (સહી) આર. સી. ઍલેકઝાન્ડર, સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પેાલીસ.