પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૬. સમ્રાજ્ઞી વિપીતાંબર અને બીજા [ સરહદ ઓળંગીને કેટલાક હિંદીઓ પોતાનો માલ વેચલા ટ્રાન્સવાલ ગયા હતા. ત્યાંથી નાતાલ પોતાને ઘેર પાછા ફરતાં એમને વસાહતી પ્રતિબંધક કાયદાનો ભંગ કરવા માટે પકડવામાં આવ્યા હતા. એમનો મુકદ્દમો ડંડી ખાતે કેટલાક દિવસ સુધી ચાલ્યો હતો. મુકમાના સપ્ટેમ્બર ૧૩ના કામકાજની અદાલતના કારકુને લીધેલી નોંધમાંથી નીચેનો ઉતારો લીધો છે. પકડાયેલા હિંદીઓને ગાંધીજીએ છોડાવ્યા હતા.] તા. ૧૧થી આગળ કામ ચાલ્યું. મેસર્સ ઍન્ડર્સન, સ્મિથ, અને ગાંધી, પ્રતિવાદીઓ તરફથી હાજર. ફરિયાદીએ અદાલત સમક્ષ દલીલો રજૂ કરી. મિ. ગાંધીએ જવાબ આપ્યો અને નીચેના વાંધા રજૂ કર્યા સપ્ટેમ્બર ૧૩, ૧૮૯૭ ૧. સંમતિ મેળવ્યા વિના, ‘ઝડપી’ મુકદ્દમો ચલાવ્યો છે. ૨. કેસ મૂકનાર તરફથી મુકો ચલાવવા માટે ફરિયાદીનું અધિકારપત્ર રજૂ કરવામાં નથી આવ્યું. ૩. બધા આરોપીઓ પર એકસાથે કામ ચાલ્યું છે. ૪. આરોપીઓ ‘પ્રતિબંધિત વસાહતીઓ’૧ હોવા બાબત કોઈ પુરાવો નથી. ૫. તેઓ અકિંચન છે અગર અંગ્રેજી નથી જાણતા એવી દલીલ આરોપમાં નથી. ૬. નાતાલમાં કયારે દાખલ થયા તેનો પુરાવો નથી. મિ. ઍટર્ની સ્મિથ જણાવે છે કે કાયદો પસાર થતા પહેલાં તેઓ નાતાલમાં હતા. હું પહેલો વાંધો મંજૂર રાખું છું. આરોપીઓને છોડી મૂકવામાં આવે (સહી) એલેકસ ડી. ગિલ્સન (રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટ) [મૂળ અંગ્રેજી] સમ્રાજ્ઞીના સાંસ્થાનિક ખાતાના મુખ્ય સચિવ, લંડન, ને નાતાલના ગવર્નર તરફથી ૨૮ ફેબ્રુઆરી ૧૮૯૮ના સંદેશપત્ર નં. ૨૭ સાથેનું બિડાણ કૉલોનિયલ ઑફિસનાં કાગળપત્રો, દક્ષિણ આફ્રિકા જનરલ, ૧૮૯૭. ૧. આ પદની મર્યાદામાં સમાવેલા જુદી જુદી કક્ષાના મનુષ્ય સંબંધમાં જુએ, પા. ૨૬૦-૬૧. ૨. એજન.