પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ.

' ||* * દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ નથી. આવા કામની તપાસ કરવાનું ને શકય હોય તે ઉપાય કરવાનું કામ સંપૂર્ણપણે વસાહતીઓના સંરક્ષકનું છે. ૧૭ હિંદી મજૂરોના માલિકોનું એક ઇમિગ્રેશન ટ્રસ્ટ બોર્ડ છે. તેને હાલમાં બહુ વિશાળ સત્તાઓ મળી છે. તેઓ જે દરજ્જો ધરાવે છે તે જોતાં લાગે છે કે હિંદ સરકારે એમના કામકાજ પર કડકાઈ- થી નજર રાખવી પડશે. કામ છોડીને ભાગી જવા માટે કાયદામાં દર્શાવેલી સજા પૂરતી આકરી છે, છતાં તેઓ હવે ગંભીરપણે એ વિચાર કરે છે કે આવા કેસ જોડે કામ પાડવા હજી પણ સખત રસ્તા યોજી શકાય એમ છે કે કેમ. પરંતુ, એ યાદ રાખવું જોઈએ કે આ કહેવાતા ભાગેડુ પૈકી દસમાંથી ઓછામાં ઓછા નવ જણ નિર્દય વર્તનની ફરિયાદ કરે છે, અને આ પ્રકારના ભાગેડુ- ને સજા કરવા સામે કાયદાથી રક્ષણ આપવામાં આવેલું છે. પણ એ બિચારા પોતાની ફરિયાદ સાબિત કરી શકતા નથી એટલે એમને સાચા ભાગેડ ગણીને સંરક્ષક એમને સજા કરવા મૅજિ- સ્ટ્રેટ સમક્ષ મોકલી આપે છે. આ સંજોગોમાં અમે નમ્રતાપૂર્વક કહીએ છીએ કે ભાગી છૂટવા સંબંધી કાયદામાં, તેને વધારે સખત બનાવે એવો ફેરફાર કરતાં પહેલાં સાવધાનીપૂર્વક વિચાર કરવો જોઈએ. આ લોકોમાં આઘાતથી નીપજતાં મરણની સંખ્યા પણ દુ:ખ થાય એટલી છે. એવા મરણનો સંતોષકારક હેવાલ મળતો નથી. આ બાબતમાં વધારે કંઈ કહેવા કરતાં ૧૫મી મે, ૧૮૯૬ના gવાસરમાંથી આવતરણ આપી દેવું એ સારામાં સારું છે: ગાં.૨–૨ બગીચાઓમાં ગિરમીટિયા મજૂરોમાં દર વરસે થતા આપઘાતની સંખ્યા એ વસા- હતીઓના સંરક્ષકના વાર્ષિક નિવેદનનું એક એવું અંગ છે કે જેના પર જાહેર જનતાએ અપાય છે તે કરતાં વધારે ધ્યાન આપવું જોઈએ. આ વરસે કુલ ૮૮૨૮ની વસ્તીમાં ૬ આપઘાત નોંધાયા છે. ૧૮૯૪માં સંખ્યા મોટી હતી. ગમે તેમ, પણ એ ટકાવારી ભારે છે, અને તે એવી શંકા જન્માવે છે કે કેટલાક બગીચાઓમાં ગિરમીટિયા મજૂર પ્રત્યે તે ગુલામ હોય તેવું વર્તન રાખવામાં આવે છે. અમુક બગીચાઓમાં જ આટલા બધા આપ- ઘાતના કિસ્સા બને છે એ વસ્તુ અત્યંત સૂચક છે. આ બાબતમાં તપાસ થવી જરૂરી છે. દેખીતી રીતે જ આ કમનસીબ દુખિયારા, જેઓ જીવવા કરતાં મરવું પસંદ કરે છે તેમની સાથે જે વર્તાવ કરવામાં આવે છે તે તેમને માટે જીવવાનું જ અસહ્ય દુ:ખરૂપ થાય એવો હોય છે કે કેમ, તેની કશી તપાસ કરવામાં આવતી નથી. આ બાબત ધ્યાન બહાર જાય એવી છે. પણ તેમ થવું ન જોઈએ. દક્ષિણના એક બગીચા પરથી કેટલાક મજૂરો ભાગી જવાનો દાખલો હમણાં બન્યો હતો. તેમાં કેદ પકડાયેલા મજૂરોએ કોર્ટમાં ખુલ્લે- ખુલ્લું જાહેર કર્યું હતું કે અમારા માલિકને ત્યાં પાછા જવા કરતાં અમે આપઘાત કરવાનું પસંદ કરીશું. મૅજિસ્ટ્રેટે કહ્યું કે, મારી પાસે તેમને ગિરમીટની મુદત પૂરી કરવા પાછા મોકલવાનો હુકમ આપવા સિવાય બીજો વિકલ્પ નથી. આવા ફરિયાદીઓને કોઈ તપાસ પંચ અને જાહેર જનતા સમક્ષ પોતાની ફરિયાદોને લગતી હકીકતો મૂકવાની તક આપવા માટે સંસ્થાને પગલાં લેવાનો સમય પાકી ગયો છે. વળી, પ્રધાનમંડળમાં હિંદી બાબતો માટે એક અલગ પ્રધાન હોય એ ઇચ્છનીય વર્તમાન સ્થિતિમાં, ગિરમીટિયા હિંદી પર બગીચાઓમાં ગમે તેવો અત્યાચાર કરવામાં આવે તોપણ તેની સામે દાદ માગવાનો તેની પાસે કોઈ અસરકારક માર્ગ નથી.

  • PERENCE COOK