પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૭. વડા પ્રધાનેા સમક્ષ મિ. ચેમ્બરલેનનું વ્યાખ્યાન [લંડનમાં સંસ્થાનોના વડા પ્રધાનોની પરિષદમાં મિ. ચેમ્બરલેને કરેલા ભાષણમાં સામ્રાજય સરકાર તરફથી નાતાલ વસાહતી પ્રતિબંધક કાયદાને હકીકતમાં મંજૂરી મળેલી જણાતી હતી. બીજાં એશિયાઈ વિરોધી બિલો સંબંધે સામ્રાજ્ય સરકારની નીતિ તરફ પણ એમાં અંગુલિ- નિર્દેશ હતો. ભેદભાવમૂલક કાયદાઓ વિરુદ્ધના એક અંતિમ પ્રયાસ તરીકે ગાંધીજીએ ઇંગ્લંડ તથા હિંદમાં લાગવગ ધરાવનાર વ્યક્તિઓ તથા મંડળોને ઉદ્દેશી નીચેનો પત્ર લખ્યો હતો. ] [સપ્ટેમ્બર ૧૮, ૧૮૯૭]º સાહેબ, અમને ખ્યાલ છે કે હિંદને લગતી બાબતોમાં રસ ધરાવનાર લોકસેવકોનું ધ્યાન પૂના ખાતેની તેમ જ હિંદના અન્ય ભાગોમાંની વર્તમાન મુસીબતો પર ઘણે મોટે ભાગે રોકાયેલું છે, અને નાતાલમાં હિંદીઓને લગતી પરિસ્થિતિ ઘણી ગંભીર ન થઈ હોત તો અમે આપનાં સમય તથા ધ્યાનમાં દખલ ન કરત. હીરક મહોત્સવને પ્રસંગે લંડન ખાતે મળેલા સંસ્થાનોના વડા પ્રધાનો સમક્ષ મિ. ચેમ્બરલેને આપેલું વ્યાખ્યાન આ અઠવાડિયે નાતાજી ગવર્નમેન્ટ રૉલેટમાં પ્રસિદ્ધ થયું છે. એ વ્યાખ્યાનમાં તેમણે આ સંસ્થાન તથા બ્રિટિશ સામ્રાજ્યના અન્ય ભાગોમાં હિંદીઓના પ્રવેશ બાબત ધારા ઘડવા સંબંધે નીચે પ્રમાણે કહ્યું છે. . . . બ્રિટિશ તાજ પ્રત્યેની હિંદીઓની વફાદારીની તથા તેમની સંસ્કારિતાની મિ. ચેમ્બરલેને છટાદાર ભાષામાં પ્રશંસા કરી છે, તેમ છતાં અમે એ નિર્ણય પર આવ્યા વિના રહી શકતા નથી કે એ પરમ માનનીય સજ્જને ીિઓના હિતાર્યને સદંતર તની વાયું છે અને જુદાં જુદાં સંસ્થાનોના એશિયાઈ વિરોધી બુમાટાને એ વશ થઈ ગયા છે. અલબત્ત, એમણે એટલું સ્વીકાર્યું છે કે બ્રિટિશ સામ્રાજ્યની પ્રણાલિકાઓ “જાતિ અથવા રંગની તરફેણમાં કે વિરુદ્ધમાં કોઈ ભેદ કરતી નથી,” પરંતુ તે કહેતી વખતે જ, હિંદીઓ બાબત સંસ્થાનોએ ધારણ કરેલી વૃત્તિ તેઓ સ્વીકારી લે છે અને નાતાલ વસાહતી પ્રતિબંધક કાયદો લગભગ પૂરેપૂરો મંજૂર કરે છે. આ કાયદાની નકલ અને તે બાબતનું વિનંતીપત્ર કેટલાક માસ ઉપર આપને મોકલવામાં આવ્યું હતું. નાતાલનો કાયદો જાણી જોઈને મન કા હિંદીઓને જ લાગુ પાડવાના ઇરાદાથી પસાર કરવામાં આવેલો એ હકીકતથી મિ. ચેમ્બરલેન અજાણ હોય એ શકય નથી. અમારા ૧. દફ્તર નકલ પર તારીખ નથી: દાદાભાઈ નવરોજીને ઉદ્દેશીને લખેલા આવા જ પત્ર (ન્નુએ પા. ૨૭૫) પર તા. સપ્ટેમ્બર ૧૯, ૧૮૯૭ છે. ૨. દુકાળ, પ્લેગ, અને પ્લેગ સંબંધી વહીવટને લગતી મુસીબતે. ૩. પ્રાપ્ય નકલમાં આ અવતરણ નથી. કોલેનિયલ ઑફિસનાં દફતરામાં મળતા મિ. ચેમ્બરલેનના ભાષણમાંથી લઈને પ્રસ્તુત ભાગ પરિશિષ્ટ તરીકે પા. ર૭૩-૭૪ પર આપ્યા છે, ૪. જીએ પા. ૨૪૮.