પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૧
વડા પ્રધાનો સમક્ષ મિ. ચેમ્બરલેનનું વ્યાખ્યાન

વડા પ્રધાનો સમક્ષ મિ. ચેમ્બરલેનનું વ્યાખ્યાન ૨૭૧ વિનંતીપત્રમાં ટાંકેલાં અવતરણો પરથી એ સારી રીતે પુરવાર થાય છે. નાતાલના વડા પ્રધાન પરમ માનનીય મિ. એસ્કમ્બે વસાહતી બિલ રજૂ કરતી વખતે કહેલું કે ધારેલો હેતુ, અર્થાત્ મુક્ત હિંદીઓના પ્રવેશની બંધી, સીધી રીતે સિદ્ધ થાય એમ ન હોવાથી આ આડકતરી માર્ગ લેવો પડયો છે. આ બિલને લગભગ એકમતીથી ગેરબ્રિટિશ અને અપ્રામાણિક કહેવામાં આવ્યું હતું. ખરું જોતાં આ અંધારામા થયેસ્ટો ઘા હતો. આવા બિલ પર મિ. ચેમ્બરલેન પોતાની સંમતિની મહોર મારે છે, એ જોઈને અમે બહુ નિરાશ થયા છીએ. હવે અમે કઈ સ્થિતિમાં છીએ અને અમારે શું કરવું તે અમે જાણતા નથી. એ કાયદાની અસર અમને કયારની થવા લાગી છે. થોડા જ દિવસ પહેલાં નાતાલમાં રહેતા ૭૧ હિંદીઓ પોતાનો માલ વેચવા ટ્રાન્સવાલ ગયા હતા. ત્યાંથી પાછા આવતાં તેમને પકડવામાં આવ્યા. અને તેમનો કેસ ચાલ્યો તે દરમિયાન છ દિવસ સુધી તેમને પ્રતિબંધિત વસાહતીઓ તરીકે જેલમાં રાખવામાં આવ્યા હતા.૧ કેટલાક કાયદાની વિધિને લગતા વાંધાઓને કારણે એમને છોડી મૂકથા, પણ એમ ન થયું હોત તો મુકો કેટલાયે દિવસ ચાલ્યો હોત અને એમને બ્રિટિશ ભૂમિ પર રહેવાનો હક મળી શકે તે પહેલાં સેંકડો પાઉંડના ખર્ચમાં ઊતરવું પડયું હોત. સાત દિવસના મુકદ્દમા દરમિયાન પણ એમને કંઈ ઓછું ખર્ચ થયું ન હતું. વખતોવખત આવા કિસ્સા બનવાના જ, અને પછી જેઓ પહેલેથી નાતાલના વતની થઈ ચૂકથા હશે તેઓ જ આવી શકશે. મિ. ચેમ્બરલેન કહે છે કે કોઈ એક માણસ એ કારણે અનિચ્છનીય વસાહતી ગણાય ‘કારણ કે ગંદો હોય, અથવા અનીતિમય હોય, અથવા અકિંચન હોય અથવા પાર્લમેન્ટના કાયદામાં જેની વ્યાખ્યા કરી શકાય એવો બીજો કોઈ વાંધો તેની સામે હોય.” પણ નાતાલનો કાયદો જે હિંદી- ઓને નાતાલ આવતાં રોકે છે તેઓ તો, મિ. ચેમ્બરલેને ટ્રાન્સવાલ સરકારને પોતે મોકલેલા ખરીતામાં પોતે જ કબૂલ કર્યું છે તે પ્રમાણે, અનીતિમય કે ગંદા નથી. તેઓ અકિંચન તો નથી જ. નાતાલના કાયદામાં નબળામાં નબળો મુદ્દો એ છે કે, સમાજના નીચામાં નીચા થરમાંથી લેવાયેલા હોવાથી ને અનીતિમય જે. પંરા ઢોવાનો સમય લેવાન છે, તે જોવાને, અર્થાત્ fપરમીટિયા ટ્વિીઓને ટાવર વરવા માટે બાધવો લાસ નોવાર્ફ રે છે. કાયદો પસાર થયા પછી તરત જ હિંદી વસાહતી બોર્ડે ૪,૦૦૦ ગિરમીટિયા હિંદીઓ લાવવાની માગણી મંજૂર કરી હતી. કદાચ આજ લગીમાં એકી વખતે નોંધાયેલી આ મોટામાં મોટી માગણી હોય. આ હકીકતો મિ. ચેમ્બરલેને કેમ ધ્યાનમાં ન લીધી તે અમે જાણતા નથી. અમે અત્યાર સુધી કહેતા આવ્યા છીએ તેમ હજી પણ કહીએ છીએ કે હિંદીઓ સાથેની ચળવળનું કારણ રદ્વેષ અને વેપારી અવેલારૂં છે. અમે નિષ્પક્ષ તપાસની માગણી કરી છે, અને જો તે મંજૂર થાય તો અમને ચોક્કસ ખાતરી છે કે તપાસના પરિણામે જણાશે કે નાતાલમાં હિંદી લોકની હાજરી સંસ્થાનને લાભકારક નીવડી છે. બાર વરસ પહેલાં જે કિંમશનરોએ નાતાલમાં કેટલીક હિંદી બાબતોની તપાસ કરી હતી તેમણે લખ્યું હતું કે હિંદીઓની હાજરી સંસ્થાનને આશીર્વાદરૂપ નીવડી છે. સાચું કહીએ તો, મિ. ચેમ્બરલેને એ વાત લગભગ મંજૂર રાખી છે કે જેવો કોઈ હિંદી હિંદનો કિનારો છોડે છે કે તરત જ તે બ્રિટિશ પ્રજાજન મટી જાય છે, અને તેનું ભયંકર ૧. જીએ પા. ૨૬૯. ૨. હિંદી વસાહતીઓ ખાખત મિ. ચેમ્બરલેનના અભિપ્રાય માટે જીએ પા. ૧૨૦,