પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૨
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૭૨ ગાંધીજીનો અક્ષરદેહ પરિણામ એ આવે છે કે આપણને રોજે રોજ એવું દુ:ખદ દૃશ્ય જોવા મળે છે જેમાં કાં તો ભારતીય બ્રિટિશ પ્રજાજનોને બ્રિટિશ ભૂમિનાતાલમાંથી દેશનકાલ કરવામાં આવે છે, અગર તો તેમને આવતા રોકવામાં આવે છે, અને ટ્રાન્સવાલ કે ડેલાગોઆ બે જેવા વિદેશી પ્રદેશોમાં ધકેલી મૂકવામાં આવે છે. આની સરખામણીમાં ટ્રાન્સવાલનો પરદેશી કાયદો (ટ્રાન્સવાલ એલિયન ઍકટ) વરદાન સો હતો. એ કાયદો અમલમાં હતો ત્યારે નાતાલ, ડેલાગોઆ બે અગર હિંદથી પાસપોર્ટ લઈને આવનાર હિંદી અથવા તો ટ્રાન્સવાલમાં અગાઉથી નોકરી મેળવનાર હિંદી ત્યાં દાખલ થઈ શકતો હતો. વળી, એ કાયદો ખાસ કરીને હિંદીઓને જ નહોતો લાગુ પડતો. એટલે જે હિંદી સાવ અકિંચન ન હોય તે ટ્રાન્સવાલમાં દાખલ થઈ શકતો; પરંતુ ડાઉનિંગ સ્ટ્રીટ (બ્રિટિશ સરકાર)ના દબાણથી, એ કાયદો રદ કરવામાં આવ્યો કારણ કે તે ઑઇટલૅન્ડરો (ગોરા વિદેશીઓ, સામાન્ય રીતે બ્રિટિશ પ્રજાજનો)ને સખત અસર કરતો હતો. અમારું કમભાગ્ય છે કે અમે બ્રિટિશ પ્રજાજનો છીએ છતાં તે જ દબાણ બ્રિટિશ ભૂમિ પર અમારે માટે કરવામાં આવતું નથી. યુરોપીય ભાષાઓ પૈકી એક વાંચી લખી શકતો ન હોય તેવા કોઈ પણ હિંદીને નાતાલનો કાયદો નાતાલમાં પ્રવેશ કરતાં રોકે છે, સિવાય કે અગાઉથી એ નાતાલનો વતની બની ચૂકો હોય. પરિણામે, મુસલમાન કોમ કોઈ મોલવીને, અગર હિંદી કોમ કોઈ શાસ્ત્રીને, તેઓ અંગ્રેજી ન જાણતા હોવાને કારણે, નાતાલ બોલાવી નહીં શકે, પછી ભલે ને તેઓ પોતપોતાના વિષયમાં ગમે તેવા પ્રવીણ હોય. નાતાલનો વતની બનેલો હિંદી વેપારી સંસ્થાનમાં પાછો આવી શકે, પણ સાથે કોઈ નવો નોકર ન લાવી શકે. આમ હિંદીઓ નવા નોકરો અને ગુમાસ્તા લાવી શકતા નથી તેથી તેમને ઘણી અગવડ પડે છે. નાતાલની ધારાપોથીમાં વસાહતી કાયદો જો સદાને માટે રહેવાનો હોય અને મિ. ચેમ્બર- લેન અને નામંજૂર કરવાની ના પાડે, તોપણ યુરોપીય ભાષાઓ બાબતની કલમ એવી રીતે સુધારવાની જરૂર છે કે જેથી, જેઓ પોતપોતાની ભાષા લખી-વાંચી જાણતા હોય અને બીજી રીતે આ કાયદા હેઠળ પ્રવેશ મેળવવાના અધિકારી હોય તે સૌ દેશમાં દાખલ થઈ શકે. અમને ખાતરી છે કે ઓછામાં ઓછું આટલું તો અમારે માટે થઈ શકશે. અને બીજું કંઈ નહીં તો આટલો ફેરફાર કરાવવા માટે આપની લાગવગ વાપરવા અમે આપને વિનંતી કરીએ છીએ. મિ. ચેમ્બરલેનના ભાષણથી જણાય છે કે અત્રે ઉલ્લેખેલા વિનંતીપત્રમાં નિર્દેશેલાં બીજાં એશિયાઈ- વિરોધી બિલો પણ એ નામંજૂર નહીં કરે. જો એમ થાય તો, નાતાલવાસી મુક્ત હિંદીઓને સંસ્થાન ખાલી કરવાની એ લગભગ નોટિસ જ છે, કેમ કે વેપારી પરવાના કાયદો સખતાઈથી અમલમાં મૂકવામાં આવે તો પરિણામ એ જ આવવાનું; અને એ કાયદાનો અમલ સખતાઈથી કરવામાં આવે એવા સંભવ છે કેમ કે હવે સાંસ્થાનિકો જાણે છે કે તેઓ જે કાંઈ કરવા માગતા હોય તે આડકતરી અમે તો કહીશું કે અન્યાયી — રીતે કરે તો, તેમને જે જોઈએ તે મિ. ચેમ્બરલેન પાસે માત્ર માગણી કરવાથી મળશે. નેક નામદાર સમ્રાજ્ઞીના સાંસ્થાનિક ખાતાના મુખ્ય સચિવ કોઈ ગેરવાજબી રીત પસંદ કરે એ વિચારથી અમને અત્યંત દુ:ખ થાય છે, છતાં બધા યુરોપિયનો તથા હિંદીઓનો એ સર્વસંમત અભિપ્રાય છે. જે યુરોપિયનો હિંદીઓના મુક્ત પ્રવેશના કટ્ટરમાં કટ્ટર વિરોધી છે તેઓ પણ જોકે તેઓ તેની પરવા નથી કરતા — માને છે અને કબૂલ કરે છે કે હિંદીઓના મુક્ત પ્રવેશને નિયંત્રિત કરવાની ઉપરની રીતો ગેરવાજબી છે. -