પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આમુખ આ ગ્રંથ ગાંધીજીના જીવનની એક મહત્ત્વની મજલ સાથે સંબંધ ધરાવે છે. છેક ૧૮૯૬ની સાલથી તેમની અને દક્ષિણ આફ્રિકાની સરકાર વચ્ચે ભાવિ સંઘર્ષનાં ચિહ્ન જણાવા લાગ્યાં હતાં. વાચકો સમક્ષ જે દસ્તાવેજો અહીં રજૂ કરવામાં આવે છે તેમાં એ ચિહ્નો નજરે પડે છે. વળી, જાહેર કાર્યમાં તેમણે પ્રથમ વાર જીવનું જોખમ ખેડયું તે પ્રસંગની પરિસ્થિતિનું વર્ણન પણ આ ગ્રંથમાં વિગતવાર કરવામાં આવ્યું છે. ૧૮૯૬માં ગાંધીજી પોતાને વતન પાછા ફર્યા ત્યારે તેમની ઉંમર ૨૬ વર્ષની હતી. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ તરફ જે વર્તન રાખવામાં આવતું હતું તે બાબત હિંદમાં લોકમત કેળવવા તથા અધિકારીઓને માહિતગાર કરવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું. હિંદમાં રાજકારણ સાથે સંબંધ ધરાવનાર મુખ્ય મુખ્ય કેન્દ્રોની તેમણે મુલાકાત લીધી, નેતાઓને મળ્યા, અને મોટી જાહેર સભાઓમાં વ્યાખ્યાનો આપ્યાં. અને એ પ્રશ્ન સંબંધી કેટલાંક ચોપાનિયાં પણ પ્રગટ કર્યાં. આ ચેાપાનિયાં પૈકી એક લીલા ચોપાનિયા તરીકે પ્રસિદ્ધિ પામ્યું. એના લખાણનો ખોટો હેવાલ દક્ષિણ આફ્રિકાનાં છાપાંમાં પ્રગટ થયો, હિંદમાંથી એક ખબરપત્રીએ લંડન ખાતે આ ચોપાનિયાનો ટૂંક સાર તથા પાયોનિયર અને વિટાફમ્સ ઑાદ ફન્ડિયાએ આ વિષે કરેલી ટીકા તારથી મોકલી આપ્યાં. આ સારના સારરૂપે રૂટરની લંડન ઑફિસેથી ત્રણ લીટીનો તાર દક્ષિણ આફ્રિકા પહોંચ્યો અને તેનાથી ત્યાં મહાન બનાવો બનવા શરૂ થયા. ગાંધીજીએ હિંદમાં જે કહેલું તેના ગેરરસ્તે દોરનારા હેવાલથી ડરબનના નાગરિકો રોષે ભરાયા. ડિસેમ્બરના બીજા પખવાડિયાના દિવસો હતા. ગાંધીજીને આફ્રિકા લઈ આવનાર સ્ટીમર બંદરમાં દાખલ થવાની પરવાનગીની રાહ જોઈ રહી હતી, ત્યારે તેમની સામે ચાલતી ઉગ્ર ચળવળ પરાકાષ્ઠાએ પહોંચી. જાન્યુઆરી ૧૩, ૧૮૯૭ની સાંજે તેઓ ડરબનમાં દાખલ થયા ત્યારે, બંદર પર એકઠા થયેલા ટોળાના એક ભાગે તેમના પર જીવલેણ હુમલો કર્યો. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને તેમનાં પત્નીની કુનેહ તથા હિંમતને પ્રતાપે જ એમની જિંદગી બચી ગઈ. લીલા ચોપાનિયાથી આ ગ્રંથનો આભય છે. એમાં હિંદીઓ પ્રત્યે દક્ષિણ આફ્રિકા- માં જે વર્તાવ રાખવામાં આવે છે તેનું તાદૃશ ચિત્ર દોરવામાં આવ્યું છે. ત્યાં, ગાંધીજીના શબ્દોમાં, “ધિક્કારની લાગણીએ કાયદાનું રૂપ લીધું હતું” અને કેટલેક સ્થળે ‘પ્રતિષ્ઠિત હિંદીને માટે રહેવું અશકય કરી મૂકયું હતું. લીબું ચોપાનિયું એક પ્રમાણભૂત દસ્તાવેજ હતો. તેમાં ઉપરોક્ત પરિસ્થિતિમાં રહેલા જાતિઓને લગતી (રમિલ) તથા સામ્રાજ્યને લગતા મુદ્દા સ્પષ્ટ કરવામાં આવ્યા હતા. હિંદીઓના કેસની રજૂઆત કરતી વખતે તેમણે સત્ય વિષે ખૂબ કાળજી રાખી હતી. નાતાલમાં હિંદીઓ સાથે થતા વર્તાવના વર્ણન સંબંધે પોતે કહે છે, “હું જે હમણાં કહેવા માગું છું તે દરેક નિવેદનનો દરેક શબ્દ નિ:સંદેહપણે સાબિત કરી શકાય એમ છે.” હિંદના રાજકીય ઇતિહાસના આ કાળમાં લીલા ચોપાનિયાનું જેટલું વેચાણ થયું તેટલું કદાચ જાહેર પ્રશ્નના કોઈ પ્રચાર સાહિત્યનું નહીં થયું હોય. મદ્રાસ સભામાં અને અન્યત્ર લોકોની