પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૭૮ ગાંધીજીનો અક્ષરદેહ ઠંડીવાળા માણસો પૈકી ત્રણ જણે ડરબન ખાતે સિટફિકેટ મેળવ્યાં એ સાચું છે. દફ્તરે ચઢેલા એકરારનામાના પુરાવાના આધારે સર્ટિફિકેટો આપવામાં આવ્યાં હતાં. પણ, ઠંડીના માણસો ડરબન ખાતે સર્ટિફિકેટ મેળવે, અને બીજા લોકો કાયદા વિરુદ્ધ સર્ટિફિકેટ મેળવે એ બે વચ્ચે આસમાન જમીનનું અંતર છે. ઉમ્પ્રીમકુલના એક જણે અને ડરબન બહારના બીજા જિલ્લાઓના માણસોએ ડરબન ખાતે સર્ટિફિકેટ મેળવ્યાં છે. આવાં સર્ટિફિકેટ કાઢી આપવાનો હુકમ થતાં અર્ગ ઉ મ. વૉલ્ટર સમક્ષ આ બાબત પૂરેપૂરી ચર્ચવામાં આવી હતી. ડેલાગોઆ બે ખાતે ઊતરનાર હિંદીઓ કાયદો તોડીને સંસ્થાનમાં પ્રવેશ કરે છે એવા ભયને માટે કશો આધાર નથી. એક પણ નવા માણસે ચાર્લ્સટાઉન ખાતે સરહદ ઓળંગવાનો પ્રયાસ કર્યો નથી એવું કહેવાની જવાબદારી તો હું નહીં લઉં, પણ હું જાણું છું ત્યાં સુધી ચાર્લ્સટાઉન આગળ સાર્જન્ટ એલનની તીક્ષ્ણ નજર ચુકાવવામાં હજી સુધી કોઈ સફળ થયું નથી. કાયદો અમલમાં આવ્યો તે પહેલાં, અને દેખાવો યોજનાર સમિતિ સ્થપાઈ તે વખતે, હિંદી કોમ તરફથી જાહેર રીતે કહેવામાં આવ્યું હતું કે મહિને મહિને ડરબન ખાતે ઊતરનાર હિંદીઓ પૈકી ઘણાખરા ટ્રાન્સવાલ જનારા ઉતારુઓ હોય છે. એ તો ખાસ કરીને કહેવામાં આવ્યું હતું કે અને આજ સુધી એ કથનનો વિરોધ કરવામાં આવ્યો નથી રહૅરુ અને નારી પરના ૬૦૦ ઉતારુ પૈકી ૧૦૦થી ઓછા નાતાલમાં નવા આવનાર હતા. એ સ્થિતિમાં હજી કંઈ ફેર નથી પડો, ને હું કહેવાની હિંમત કરું છું કે ડેલાગોઆ બે ખાતે ઊતરેલા કહેવાતા ૧,૦૦૦ વસાહતીઓમાંના ઘણા- ખરા ટ્રાન્સવાલ જનારા છે. જુદાં જુદાં રાષ્ટ્રોના નવા આગંતુકોની મોટી સંખ્યાને સમાવવાની તાકાત એ જ દેશમાં છે, અને જયાં સુધી ટ્રાન્સવાલ હિંદીઓને સમાવવાનું ચાલુ રાખશે અને સરકાર તેમને આવવા દેવાની ભલાઈ બતાવશે, ત્યાં સુધી મોટી સંખ્યામાં હિંદીઓને ડેલાગોઆ બે ખાતે આવતા તમે જોશો. હું એમ નથી કહેતો એ પૈકી કોઈ નાતાલ આવવા માગતા નથી. તેઓ પૈકી કેટલાકે તો પૂછ્યું હતું કે, કઈ શરતોએ નાતાલ આવી શકાય. અને તેમને કહેવામાં આવ્યું કે તેઓ તે શરતો પૂરી નહીં કરી શકે, એટલે તેઓ ટ્રાન્સવાલમાં જ રહી ગયા છે. તેઓ કંઈ દેવ નથી, અને દેખરેખ ન હોય તો તેમાંના કેટલાક કાયદામાંથી છટકવાનો પ્રયાસ કરે અને સંસ્થાનમાં આવે પણ ખરા. મારો મુદ્દો એ છે કે કાયદાનો ભંગ કરવાનો મોટા પાયા પર કોઈ પ્રયાસ થતો નથી. ‘ચંદ્રલોકનો માનવી’ પોતાની ફળદ્રુપ કલ્પનામાંથી ઉપજાવી કાઢે છે એવી કોઈ સંસ્થા અસ્તિત્વમાં નથી, કે નથી કોઈ કાયદો તોડીને પાછલે બારણેથી ઘૂસી જવાની સલાહ આપતું. ઘટતા માન સાથે અમારે કહેવું જોઈએ કે દેખાવો યોજનાર સમિતિને તેણે કરેલી અપીલ, અમલદારોને તેણે આપેલી સલાહ, તેની ઉશ્કેરણી આ બધું બહુ દુ:ખદ છે, કેમ કે એ બિનજરૂરી છે અને તેને હકીકતનો આધાર નથી. સામાન્ય રીતે કોઈને પણ એવો વિચાર સહેજે આવે કે બીજું કોઈ ગમે તેમ કરે પણ આ માણસ પોતે ઘણા જવાબદાર સ્થાને હોઈ, કલ્પિત વાતનો જાણે હકીકત હોય એમ પ્રચાર કરવા પહેલાં ખૂબ સાવધાની રાખશે. અટકચાળું એક વાર શરૂ થયું, પછી એને અટકાવવું અસંભવિત બને. કાયદો અમલમાં આવતાં, ડરબનમાં હિંદી વહાણ માલિકોને એક કાગળ મળ્યો હતો. તેમાં તેમને કાયદો પળાવવામાં સરકાર સાથે સહકાર કરવા વિનંતી કરવામાં આવી હતી. હું જાણું છું કે તેમણે જવાબમાં લખ્યું હતું કે જોકે અમને કાયદો નાપસંદ છે, તોપણ જ્યાં સુધી કાયદો ધારા- પોથી ઉપર રહેશે ત્યાં સુધી તેને અમે વફાદારીથી પાળીશું અને સરકારને અમારાથી થઈ શકે તેટલી