પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૧
હિંદીઓનો હુમલો”

‘‘હિંદીઓનો હુમલો” (૧) મદદ કરીશું. અને મારા જાણવામાં કોઈ એવો જવાબદાર હિંદી નથી કે જે પ્રસ્તુત વહાણમાલિકોએ ધારણ કરેલા વલણથી વિરુદ્ધ વર્ત્ય હોય. ખરેખર તો જ્યારે જ્યારે પ્રસંગ મળ્યો છે ત્યારે, કોંગ્રેસ હૉલની અંદર કે બહાર હિંદી કોમના નેતાઓએ હિંદીઓને કાયદાનું ઉલ્લંઘન ન કરવા સમજાવ- વાનો પ્રયાસ કર્યો છે. એથી બીજું કાંઈ થઈ જ કેમ શકે? જો એ કાયદો કદી પણ રદ કરાવવો હોય, તો તે માત્ર સમજાવટથી અને હિંદી કોમ પોતાનું વર્તન નિષ્કલંક રાખીને કરાવી શકે. કાયદા- માંથી છટકવાની નીતિ તો આત્મઘાતક છે એ તો ઉઘાડું છે, અને હું એ કહેવાની હિંમત કરું છું કે હિંદીઓનો ભૂતકાળનો ઇતિહાસ એવો નથી, જેથી એ કોમ કોઈ આત્મઘાતક પગલું ભરશે એવી માન્યતાને ટેકો મળે. આટલું કહ્યા પછી, શું હવે ‘ચંદ્રલોકના માનવી”ને ખાતરીની જરૂર છે કે હિંદીઓ, બીજા કોઈ કારણસર નહીં તો, તેમને તે પગલું ભરવું પાલવે એમ નથી તેથી સંસ્થાન જોડે રમત રમવા માગતા નથી? ૨૭૯ આમ છતાં પૂરી જાહેર તપાસ થવા દો, અને જો કાયદાની સામે થવા માટે કોઈ વ્યવસ્થિત સંસ્થાનું અસ્તિત્વ સાબિત થાય તો બધાં સાધનો વાપરીને એના ફુરચા ઉડાવી દો. પણ, બીજી બાજુથી, જો આવી સંસ્થા અગર “જથ્થાબંધ હુમલો” ન હોય તો તે જાહેર રીતે સ્વીકારી લો કે જેથી ઘર્ષણનાં કારણો દૂર થાય. સરકાર એ કરી શકે, ને તમે પણ કરી શકો. જાહેર બાબતોની તપાસ કરવા માટે વર્તમાનપત્રોએ આ પહેલાં ખાસ ખબરપત્રીઓ મોકલ્યા છે, અને જો તમે ખરેખર એમ માનતા હો કે હિંદીઓ, એક કોમ તરીકે, કાયદાથી છટકવાનો પ્રયાસ કરે છે તો તમે એક લોકસેવાનું કાર્ય કરો અને હિંદી કોમને તમારા ઊંડા ઉપકાર નીચે મૂકો. તમે જાહેર તપાસ કરો, જેથી સરકાર જાહેર તપાસ આદરવાનું માથે લઈ શકે, અને જો તે તપાસ કરવા તૈયાર જ ન હોય તો તેને તેમ કરવાની ફરજ પડે. ગમે તે હિસાબે, હિંદીઓ આવી તપાસ માગે છે. આ બાબત બહુ અગત્યની છે, તેથી હું બીજાં વર્તમાનપત્રોને પણ આ પત્ર પ્રસિદ્ધ કરવા વિનંતી કરું છું. [મૂળ અંગ્રેજી] વિનાતાજ મર્ક્યુરી, ૧૫-૧૧-૧૮૯૭ તમારો, મો. ક. ગાંધી