પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માનનીય કૉલોનિયલ સેક્રેટરી મેરિત્સબર્ગ સાહેબ, ૬૧. કૉલેાનિયલ સેક્રેટરીને પત્ર હું આ સાથે મર્ક્યુરી પત્રમાંથી એક કાપલી બીડું છું. કેટલાક વખતથી છાપાંમાં એવા સમાચાર આવ્યા કરે છે કે, હિંદીઓ ડેલાગોઆ બે અને ચાર્લ્સટાઉન મારફતે સંસ્થાનમાં પ્રવેશ કરીને અથવા પ્રવેશવાને યત્ન કરીને વસાહતી કાયદાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજ સુધી એવા અહેવાલો તરફ ધ્યાન આપવાનું આવશ્યક લાગ્યું ન હતું, પણ પ્રસ્તુત કાપલી આ બાબતને વધારે ગંભીર સ્વરૂપમાં રજૂ કરે છે, અને એથી યુરોપિયનોનો રોષ ભભૂકી ઊઠે એવો સંભવ છે. તેથી નાતાલના આગળપડતા હિંદીઓ તરફથી હું સૂચવું છું સરકાર મહેરબાની કરીને એ સમાચારનો રદિયો આપે. મારે એ કહેવું છે કે એ કાયદાનું ઉલ્લંઘન કરવા માટે નાતાલમાં કે અન્યત્ર કોઈ વ્યવસ્થિત મંડળ નથી, કાયદો પસાર થયો ત્યારથી નાતાલવાસી જવાબદાર હિંદીઓએ વફાદારીથી કાયદાનું પાલન કર્યું છે અને બીજાઓને તે પાળવાની આવશ્યકતા સમજાવી છે. તેમ છતાં, જો સરકારનો ખ્યાલ જુદો હોય તો આ બાબતમાં હું જાહેર તપાસની માગણી કરું છું. [મૂળ અંગ્રેજી] ધિ નાતાજ મર્ક્યુરી, ૨૦-૧૧-૧૮૯૭ પ્રતિ શ્રી મંત્રી વિનાતાજી મર્ક્યુરી સાહેબ, ૧. તુએ પા. ૨૭૬. ડરબન, નવેમ્બર ૧૩, ૧૮૯૭ ૬૨. હિંદીઆના હુમલા’’ (૨) આપનો, મો. ક. ગાંધી વસાહતી કાયદામાંથી છટકવાના હેતુથી સ્થપાયેલા કહેવાતા મંડળ સંબંધે મેં લખેલા પત્ર બાબત આપના આજના અંકમાં આપે કેટલીક ટીકા કરી છે. મને આશા છે કે ન્યાયને ખાતર આપ એ ટીકા વિશે મને થોડા શબ્દ કહેવાની રજા આપશો. મને શંકા છે કે મારા પત્રનો ખોટો અર્થ ઘટાવવામાં આવ્યો છે. નાતાલમાં હિંદીઓ પ્રત્યે રાખવામાં આવતા ડરબન, નવેમ્બર ૧૫, ૧૮૯૭