પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૩
હિંદીઓનો હુમલો”

“હિંદીઓનો હુમલો” (૨) ૨૮૧ વર્તન વિશે મેં એમાં લખ્યું નથી. મેં તો માત્ર, બિનજરૂરી ગભરાટ ટાળવાના આશયથી છાપામાં આવેલી કેટલીક બાબતો જેવી કે, તાજેતરમાં ડેલાગોઆ બેમાં ઊતરેલા હિંદીઓ નાતાલ આવી રહ્યા છે તો ઇન્કાર કર્યો છે. “ગઈ બેઠકવાળા કાયદાનું ઉલ્લંઘન કરવામાં ન આવે તે માટે તકેદારી રાખવાના” યુરોપિયન કોમના હક સાથે મારે તકરાર નથી. ઊલટું, હું તો એમ કહું છું કે જ્યાં સુધી એ કાયદો ધારાપોથીમાં છે ત્યાં સુધી, જવાબદાર હિંદીઓનો ઇરાદો તે વફાદારીથી પાળવાનો અને સત્તાવાળાઓને પોતાથી બને તેટલી સહાય કરવાનો છે. હું તો બેચેની ઉત્પન્ન કરે અને યુરોપિયનોના મનની સમતુલાને ધોકો પહોંચાડે એવી જૂઠી અફવાઓ અને તે પરથી બંધાતી ધારણાઓના પ્રચાર સામે માનપૂર્વક વાંધો ઉઠાવું છું. મેં જે તપાસ કરવાનું સૂચવ્યું છે તે, આપના અભિપ્રાય માટે પૂરતું માન ધરાવવા છતાં સ્પષ્ટપણે આવશ્યક છે. જનતા સમક્ષ બે પરસ્પરવિરોધી નો છે. એક, એ કે વસાહતી કાયદાની સામૂ- હિક અવગણના કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે, જેને, ‘ચંદ્રલોકના માનવી”ના અભિપ્રાય મુજબ કોઈ સંસ્થાનો ટેકો છે. બીજી બાજુ આ વિધાનનો સદંતર ઇન્કાર કરવામાં આવ્યો છે. જનતાએ બેમાંથી કયું માનવું? બેમાંથી કઈ વાત માનવાલાયક છે એ સંબંધે કોઈ સત્તાવાર વિધાન પ્રસિદ્ધ થાય એ શું સૌ લાગતાવળગતાના હિતમાં વધારે સારું નથી? હિંદમાં મેં જે કહ્યું હતું તે બાબત આપે મને વાજબી ઠરાવ્યો હતો. જ્યારે એ બાબત લોકના ધ્યાનમાં મોજૂદ હતી ત્યારે આપે ભલાઈ દાખવીને કહ્યું હતું કે હિંદીઓની દૃષ્ટિએ, મેં (શ્રી ગાંધીએ) એવું કશું કહ્યું નથી જેની સામે વાંધો લઈ શકાય. અને, ત્યારે મેં જે જે કહેલું તે સાબિત કરવા આજે પણ હું તૈયાર છું. બ્રિટિશ સરકારોની’ દૃઢ ન્યાયબુદ્ધિમાં જો મને વિશ્વાસ ન હોત તો હું અહીં હોત જ નહીં. મેં પહેલાં બીજી જગ્યાએ કહ્યું છે તે હું અહીં ફરીથી કહું છું કે બ્રિટિશોની ન્યાયપ્રિયતા અને ઔચિત્યપ્રિયતા જ હિંદીઓની આશાનો મુખ્ય આધાર છે. [મૂળ અંગ્રેજી] fષ નાતાજી મર્ક્યુરી, ૧૭-૧૧-૧૮૯૭ ૨. સામ્રાજ્યની તથા નાતાલની સરકારના આ ઉલ્લેખ છે. આપનો, મો. ક. ગાંધી