પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬૩. કોલાનિયલ સેક્રેટરીને જવાબ માનનીય કૉલોનિયલ સેક્રેટરી મેરિત્સબર્ગ સાહેબ, આપનો તા.૧૬નો પત્ર મળ્યો છે. તેમાં આપ જણાવો છો કે વસાહતી કાયદાની અવગણના કરવાના હેતુથી નાતાલમાં કોઈ સંસ્થા ચાલે છે એવું સરકારે કદી કહ્યું નથી તેમ એવું માનવા માટે એની પાસે કશું કારણ નથી. હું એ પત્ર માટે સરકારનો આભાર માનું છું, અને કહું છું કે કાયદાની અવગણના કરવાના પ્રયાસો હિંદી કોમના ધ્યાન પર લાવવામાં આવશે તો તેમનું પુનરાવર્તન થતું અટકાવવા માટે નાતાલવાસી હિંદી કોમના પ્રતિનિધિઓ પોતાનાથી બનતું બધું કરશે. આ પત્રવ્યવહારની નકલો પ્રસિદ્ધિ માટે છાપાંને મોકલી આપવાની હું છૂટ લઉં છું. [મૂળ અંગ્રેજી] fધ નાતાજી મર્યુરી, ૨૦-૧૧-૧૮૯૭ ડરબન, નવેમ્બર ૧૮, ૧૮૯૭ ૧. મૂળ પત્રના પાઠ નીચે પ્રમાણે છે: આપનો, મો. ક. ગાંધી મેરિત્સબર્ગ, નવે. ૧૬, ૧૮૯૭ સાહેબ, ડેલાગાઓ બેને રસ્તે થઈ વસાહતમાં દાખલ થવાના હિંદીઓના કહેવાતા પ્રયાસે સંબંધમાં વર્તમાન- પત્રોમાં આવેલા અહેવાલે। બાબત તમારા ચાલુ માસની તા. ૧૩ના પત્ર મળ્યા. તેના જવાખમાં જણાવવાનું કે વસાહતી કાયદાની અવગણના કરવાના હેતુથી નાતાલમાં કોઈ સંસ્થા ચાલે છે એવું આ સરકારે કી કહ્યું નથી તેમ તેવું માનવા માટે એની પાસે કંઈ કારણ નથી. આપના, સી. બર્ડ મુખ્ય ઉપમંત્રી