પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તારીખવાર વૃત્તાંત (૧૮૯૬–૧૮૯૭) ૧૮૯૬ જુલાઈ ૪ : ડરબનથી વહાણમાં જૂન ૫ના રોજ નીકળીને ગાંધીજી કલકત્તા પહોંચ્યા. અલ્લાહા- બાદને માર્ગે થઈ મુંબઈ જવા રવાના. અલ્લાહાબાદ ખાતે ગાડી ચૂકવાથી ત્યાં એક દિવસ રોકાઈને ધિ પાયોનિયરના તંત્રી મિ. ચેઝનીની મુલાકાત લીધી. આગળ પર એમણે લખ્યું છે કે “આ આકસ્મિક મુલાકાતે મારા ઉપર નાતાલમાં થયેલા હુમલાનું બીજ રોપ્યું.” જુલાઈ ૯: રાજકોટ પહોંચ્યા. મુંબઈમાં પ્લેગ ફાટી નીકળતાં રાજકોટ ખાતે રચાયેલી આરોગ્ય વિષયક મુલાકાતીઓની સમિતિમાં જોડાયા. ઑગસ્ટ ૧૪: લીલું ચોપાનિયું રાજકોટ ખાતે પ્રસિદ્ધ કર્યું. ઑગસ્ટ ૧૭: રાજકોટથી મુંબઈ જવા રવાના. ઑગસ્ટ ૧૯: મુંબઈમાં રાનડે, બદરુદ્દીન તૈયબજી અને ફિરોજશાહ મહેતાને મળ્યા. સપ્ટેમ્બર ૧૧ : મુંબઈથી પોતાના માંદા બનેવીને લઈને રાજકોટ જવા ઊપડયા. તેમની અવ- સાનની છેલ્લી પળો સુધી સેવા કરી. સપ્ટેમ્બર ૧૪: લીલા ચોપાનિયાના લખાણનો, ગેરરસ્તે દોરનારો અહેવાલ આપતો રૂટરે લંડનથી કરેલો તાર ડરબનમાં પ્રસિદ્ધ થયો. સપ્ટેમ્બર ૧૬: રૂટરના તારના, નાતાલનાં વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલા સારથી ઉશ્કેરાઈને ડરબનના યુરોપિયનોએ ‘યુરોપિયન પ્રોટેકશન ઍસોસિયેશન’ (યુરોપિયન સંરક્ષક મંડળ )ની સ્થાપના કરી. સપ્ટેમ્બર ૨૬: મુંબઈમાં ફિરોઝશાહ મહેતાના પ્રમુખપદે જાહેર સભામાં વ્યાખ્યાન આપ્યું. સપ્ટેમ્બર ૨૯: દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ પ્રત્યે થતા બૂરા વર્તાવ બાબત મુંબઈ સભાએ વિરોધ દર્શાવ્યો, અને રાહત માટે હિન્દી વજીરને અરજ કરવા ઠરાવ્યું. ઑકટોબર ૧૧: ગાંધીજી પૂના થઈને મદ્રાસ જવા મુંબઈથી રવાના. ઑકટોબર ૧૨: દિવસ પૂનામાં ગાળ્યો; ગોખલે, લોકમાન્ય ટિળક અને ડૉ. ભાંડારકરને મળ્યા. ઑકટોબર ૧૪: મદ્રાસ પહોંચ્યા. ઑકટોબર ૨૬: પાચ્યાપ્પા કૉલેજ સભાગૃહ, મદ્રાસ ખાતે જાહેર સભામાં વ્યાખ્યાન આપ્યું. ઑકટોબર ૩૧: નાગપુર માર્ગે કલકત્તા પહોંચ્યા. સુરેન્દ્રનાથ બેનરજી અને બીજા લોકમત વિધાયકોને મળ્યા.