પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૮
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૮૬ ગાંધીજીનો અક્ષરદેહ નવેમ્બર ૧૨: દાદા અબદુલ્લા તરફથી તાર મળ્યો કે ફૉકસરાડ (લોકસભા) તરફથી હિંદીઓને લોકેશનોમાં રહેવા જવા ફરજ પાડવાની ભલામણ કરવામાં આવી છે, માટે નાતાલ પાછા ફરો. નવેમ્બર ૧૩: દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓના પ્રશ્ન બાબત ધિ મૅનને પત્ર લખ્યો, નવેમ્બર ૧૪ (૧૫): મુંબઈ પહોંચ્યા. નવેમ્બર ૧૬: પૂના ગયા અને સાર્વજનિક સભાના ઉપક્રમે જાહેર સભામાં વ્યાખ્યાન આપ્યું. નવેમ્બર ૨૦: મુંબઈ પાછા આવ્યા. નવેમ્બર ૨૬: નગરપતિના અધ્યક્ષપદે મળેલી ડરબનની જાહેર સભાએ એશિયાઈ લોકના દેશ પ્રવેશને વખોડી કાઢયો. ગાંધીજીના નામનો ઉલ્લેખ થતાં શ્રોતાગણે તિરસ્કારસૂચક અવાજ કર્યો. ‘કોલોનિયલ પેટ્રિયાટિક યુનિયન’ (વસાહતી દેશભક્તોનું મંડળ) સ્થપાયું. નવેમ્બર ૩૦: કલકત્તા ખાતે તાર કરીને ગાંધીજીએ વાઈસરૉયનું ધ્યાન ખેંચ્યું કે ટ્રાન્સવાલ સરકારે હિંદીઓને લોકેશોમાં વસવા ફરજ પાડવા નિર્ણય કર્યો છે, હૅન્ડ સ્ટીમરમાં પત્ની તથા બે પુત્રોને લઈ દક્ષિણ આફ્રિકા જવા મુંબઈથી રવાના. ડિસેમ્બર ૧૮: યુરજૅન્ડ અને નવી સ્ટીમરો હિંદી પ્રવાસીઓ લઈ ડરબન પહોંચી. ડિસેમ્બર ૧૯: નાતાલ સરકારે જાહેરનામું બહાર પાડી, મુંબઈ ઇલાકાના કેટલાક ભાગમાં ચાલતા પ્લેગના ઉપદ્રવને ધ્યાનમાં લઈ, મુંબઈને રોગગ્રસ્ત બંદર જાહેર કર્યું. સ્ટીમરોને પાંચ દિવસની કૉરૅન્ટીન નાખી, જે વખતોવખત લંબાવાઈને જાન્યુઆરી ૧૧ સુધી પહોંચી. ડિસેમ્બર ૨૫: ગાંધીજીએ સ્ટીમરના વહીવટી કર્મચારીઓને નાતાલ તહેવારના સંમેલનમાં પશ્ચિમની સંસ્કૃતિ વિષે વ્યાખ્યાન આપ્યું. પાછળથી નાતાલનાં વર્તમાનપત્રોએ તેમના પર “નાતાલના ગોરાઓની ઉગ્ર નિદા કરવાનો’ અને ‘નાતાલને હિંદીઓથી ભરી કાઢવાની ઇચ્છાનો” આરોપ મૂકો. ડિસેમ્બર ૨૯ : હિંદીઓના ઉતરાણ સામે વિરોધ દર્શાવતા દેખાવો યોજવા સારુ, ડરબનના યુરોપિ- યનોએ જાન્યુઆરી તા. ૪ના રોજ સભા ભરવાની જાહેરાત કરી. છાપાં “એશિયાવાસી- ઓના આક્રમણ”ની વાતથી ભરાઈ ગયાં. ડિસેમ્બર ૩૧: ગાંધીજી દ્વારા મળેલી સૂચના તથા માહિતીથી સજ્જ થઈ નાતાલ ઈંડિયન કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે આવેલા, જી. પી. પિલ્લેની દરખાસ્તથી, કલકત્તા ખાતે ઇંડિયન નેશનલ કોંગ્રેસની બેઠકે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને પડતાં કષ્ટ બાબત વિરોધ કરી રાહતનાં પગલાં ભરવા સરકારને અપીલ કરી. ૧૮૯૭ જાન્યુઆરી ૨: ગાંધીજી અને તેમના મિત્રો ડરબન ખાતે ઊતરે ત્યારે તેમને “યોગ્ય આવકાર” આપવા માટે લેવાનાં પગલાંને ટેકો આપતો પત્ર fધ નાતા હવલિરમાં પ્રસિદ્ધ થયો. જાન્યુઆરી ૧૩ : ધિ નાતાજ ઇવર્ટાન્નરના પ્રતિનિધિએ રજૅન્સ્ડ સ્ટીમર પર ગાંધીજીની મુલાકાત લીધી. સાંજે પાંચ વાગ્યે કિનારે ઊતર્યા; ડરબનના ટોળાના એક ભાગ તરફથી હુમલો થયો, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનાં પત્ની મિસિસ ઍલેકઝાન્ડર વચ્ચે પડવાથી ગંભીર ઈજામાંથી બચ્યા. પછીથી પારસી રુસ્તમજીના ઘરમાં ઘેરી લેવામાં આવ્યા. પરંતુ તેમને હિંદી પોલીસ કૉન્સ્ટેબલનો વેશ પહેરાવી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઍલેકઝાન્ડરે ત્યાંથી છોડાવ્યા.